Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MONEY9: કયા ફંડમાં કેટલો ખર્ચ થાય છે અને રિટર્ન કેટલું મળી શકે છે, જાણો આ વીડિયોમાં

MONEY9: કયા ફંડમાં કેટલો ખર્ચ થાય છે અને રિટર્ન કેટલું મળી શકે છે, જાણો આ વીડિયોમાં

Divyesh Nagar
| Edited By: | Updated on: Apr 01, 2022 | 9:44 PM

ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન સામાન્ય રીતે વધુ અને ખર્ચ ઓછો હોય છે કારણ કે તેમાં AMCથી સીધુ જ ફંડ ખરીદવામાં આવે છે. પરંતુ રેગ્યુલર મ્યુચ્યુઅલ ફંડ સામાન્ય રીતે બ્રોકરેજ, ડિસ્ટ્રીબ્યૂટર, બેંક જેવા ઇન્ટરમીડિયરીઝ પાસેથી ખરીદવામાં આવે છે.

આજે આપણે જાણીશું કયા ફંડમાં કેટલો ખર્ચ થાય છે અને રિટર્ન કેટલું મળી શકે છે. ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ (MUTUAL FUND)માં રિટર્ન (RETURN) સામાન્ય રીતે વધુ અને ખર્ચ (EXPENSE) ઓછો હોય છે કારણ કે તેમાં AMCથી સીધુ જ ફંડ ખરીદવામાં આવે છે. પરંતુ રેગ્યુલર મ્યુચ્યુઅલ ફંડ સામાન્ય રીતે બ્રોકરેજ, ડિસ્ટ્રીબ્યૂટર, બેંક જેવા ઇન્ટરમીડિયરીઝ પાસેથી ખરીદવામાં આવે છે.

ન સમજ્યા! અરે ભાઇ,રેગ્યુલર પ્લાનમાં કંપનીઓ બ્રોકરેજ, ડિસ્ટ્રીબ્યૂટર્સને જે ફી ચૂકવે છે તે તમારી પાસેથી વસૂલવામાં આવે છે. જેના કારણે રેગ્યુલર પ્લાનમાં એક્સપેન્સ રેશિયો વધારે હોય છે. આવો આપણે બિરલા ફોકસ્ડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના એક ઉદાહરણથી આખી વાતને સમજીએ. તેના ડાયરેક્ટ પ્લાનની વાત કરીએ તો 3 વર્ષમાં 19.75% અને પાંચ વર્ષનું એવરેજ રિટર્ન 14.75% છે. જ્યારે તેનો એક્સપેન્સ રેશિયો 1.05 ટકા છે. જો રેગ્યુલર પ્લાનની વાત કરીએ તો 3 વર્ષમાં 18.7% અને પાંચ વર્ષનું એવરેજ રિટર્ન 13.62% છે. જ્યારે તેનો એક્સપેન્સ રેશિયો 1.99 ટકા છે.

આદિત્ય બિરલા ફોકસ્ડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના ઉદાહરણમાં તમે જોયું હશે કે રેગ્યુલર પ્લાનનો એક્સપેન્સ રેશિયો ડાયરેક્ટ પ્લાનથી વધુ હોય છે. એટલું જ નહીં, કોઇ ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડની નેટ એસેટ વેલ્યૂ કોઇ રેગ્યુલર મ્યુચ્યુઅલ ફંડ પ્લાનથી વધુ હોય છે. આના કારણે..હકીકતમાં ડાયરેક્ટ પ્લાનમાં તમારે એજન્ટને ફી નથી ચૂકવવી પડતી. એટલે તમારી નેટ એસેટ વેલ્યૂ એટલે કે NAV પોતાની મેળે જ વધી જાય છે. જ્યારે તમે કોઇ ડાયરેક્ટ પ્લાનની પસંદગી કરો છો તો તમારે જાતે જ રિસર્ચ કરવું પડશે કે કેટલો ખર્ચ થઇ રહ્યો છે અને તે મ્યુચ્યુઅલ ફંડે પહેલા કેટલું રિટર્ન આપ્યું છે. એટલે કે તમારે કોઇ ફાઇનાન્સિયલ પ્લાનર કે એડવાઇઝરની સલાહ અવશ્ય લેવી જોઇએ.

આ પણ જુઓ

બાળકોના એજ્યુકેશન અને નિવૃતિ માટે છે પૈસાની જરૂર? આ ફંડમાં કરો રોકાણ

આ પણ જુઓ

પૈસાની મુશ્કેલી દૂર કરશે આ ફંડ, મળશે સૉલ્યૂશન

g clip-path="url(#clip0_868_265)">