AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Market Watch : શેરબજારમાં આજે આ શેરમાં હલચલ જોવા મળી શકે છે! જાણો તેમાં શું આવ્યા છે અપડેટ

મંગળવારે સેન્સેક્સે 69 અંકનો વધારો નોંધાવ્યો હતો જ્યારે નિફ્ટીએ 25 અંકની મજબૂતી દેખાડી હતી. સેન્સેક્સ 58247 ના સ્તર પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી ઓલટાઇમ હાઇ 17380 ની સપાટીએ સ્પર્શી હતી.

Market Watch : શેરબજારમાં આજે આ શેરમાં હલચલ જોવા મળી શકે છે! જાણો તેમાં શું આવ્યા છે અપડેટ
symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 7:44 AM
Share

સપ્તાહના પ્રથમ દિવસના ઘટાડા બાદ મંગળવારે શેરબજાર ઉછાળા સાથે બંધ થયું હતું. સેન્સેક્સે 69 અંકનો વધારો નોંધાવ્યો હતો જ્યારે નિફ્ટીએ 25 અંકની મજબૂતી દેખાડી હતી. સેન્સેક્સ 58247 ના સ્તર પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી ઓલટાઇમ હાઇ 17380 ની સપાટીએ સ્પર્શી હતી. આજે આ શેર તરફ રોકાણકારોએ ફોકસ કરવું જોઈએ

શ્રી સિમેન્ટ બે નવા પ્લાન્ટ ખોલશે કોલકાતા સ્થિત શ્રી સિમેન્ટે કહ્યું કે તે બંગાળ અને રાજસ્થાનમાં નવા પ્લાન્ટ માટે રૂ 4,250 કરોડનું રોકાણ કરશે. બંને પ્લાન્ટ 2024 સુધીમાં ખુલશે. આ સિવાય કંપની 106 મેગાવોટના સોલાર પ્લાન્ટ માટે અલગથી 500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ કંપનીના શેર ખૂબ મોંઘા છે. આવી સ્થિતિમાં આવા શેર પ્રત્યે રિટેલ રોકાણકારોનો રસ ઘણો ઓછો છે.

ઝોમેટોના સ્થાપકની વિદાય ઝોમેટોના સહ-સ્થાપક ગૌરવ ગુપ્તાએ 6 વર્ષ બાદ રાજીનામું આપ્યું છે. તાજેતરમાં જ કંપનીનો IPO આવ્યો હતો, જેના વિશે રોકાણકારોમાં જબરદસ્ત ક્રેઝ હતો. ગૌરવ ગુપ્તા કંપનીનો આઈપીઓ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા. ગુપ્તા 2015 માં ઝોમેટોમાં જોડાયા હતા. 2018 માં તેમને મુખ્ય તકનીકી અધિકારી અને 2019 માં સ્થાપક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અગાઉ ઝોમેટોએ કહ્યું હતું કે તે કરિયાણાની ડિલિવરીના વ્યવસાયમાંથી બહાર નીકળી રહી છે.

જિંદાલ સ્ટીલ પાવરનું રેટિંગ અપગ્રેડ થયું રેટિંગ એજન્સી CRISIL એ જિંદાલ સ્ટીલ પાવર લિમિટેડના રેટિંગમાં સુધારો કર્યો છે. કંપનીનું રેટિંગ ‘A-‘ થી બદલીને ‘A+’ કરવામાં આવ્યું છે. આ સિવાય આઉટલુકને સ્થિરથી હકારાત્મકમાં બદલવામાં આવ્યો છે. ઓગસ્ટમાં કંપનીના ઉત્પાદનમાં 6 ટકાનો વધારો નોંધાયો હતો જ્યારે વેચાણમાં 4 ટકાનો ઉછાળો આવ્યો હતો.

અમી ઓર્ગેનિક્સમાં  તેજી સ્પેશિયલ કેમિકલ્સ મેન્યુફેક્ચરર એમી ઓર્ગેનિક્સ લિમિટેડનો શેર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગના પ્રથમ દિવસે 610 રૂપિયાના ઇશ્યૂ પ્રાઇસ સામે 53 ટકાથી વધુના પ્રીમિયમ સાથે બંધ થયો હતો. આઈપીઓમાં કંપનીના શેર 610 રૂપિયામાં જારી કરવામાં આવ્યા હતા. બીએસઈ પર લિસ્ટિંગ પર ઈશ્યૂ પ્રાઈસ કરતાં 47.86 ટકાની વૃદ્ધિ નોંધાવીને કંપનીનો શેર 902 રૂપિયા પર ખુલ્યો. દિવસ દરમિયાન તે 58.56 ટકા ઉછળીને 967.25 રૂપિયા પર પહોંચી ગયો. ટ્રેડિંગના અંતે તે ઇશ્યૂ પ્રાઇસની સામે 53.20 ટકાના વધારા સાથે 934.55 રૂપિયા પર બંધ થયો.

LIC એ હિસ્સો વધાર્યો એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ લાઇફ ઉપર નજર રાખી શકાય . ઇન્શ્યોરન્સ કોર્પોરેશને એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સમાં તેનો હિસ્સો 40.313 ટકાથી વધારીને 45.239 ટકા કર્યો છે.

આ પણ વાંચો :  Income Tax : પગાર વધારો અને એરીયર્સ મળ્યું છે? પહેલા કરો આ કામ નહીંતર પડશો મુશ્કેલીમાં, જાણો વિગતવાર

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે સતત 10 માં દિવસે ઇંધણની કિંમતોમાં કોઈ વધારો ન કરાયો , જાણો તમારા શહેરમાં શું છે કિંમત

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">