Petrol Diesel Price Today : આજે સતત 10 માં દિવસે ઇંધણની કિંમતોમાં કોઈ વધારો ન કરાયો , જાણો તમારા શહેરમાં શું છે કિંમત
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો સાથે ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol-Diesel Price Today) સ્થિર રખાયા છે. આજે 15 સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ સતત 10 માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ઈંધણના ભાવ છેલ્લે 5 સપ્ટેમ્બરે બદલાયા હતા અને તે સમયે પણ તેલ 15 પૈસા સસ્તું હતું. આ પછી સતત 10 દિવસ સુધી તેમાં કોઈ ફેરફાર થયો નથી અને આજે પણ ભાવ સ્થિર છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવો લાંબા સમયથી વધ્યા નથી અને છેલ્લા કેટલાક દિવસોમાં જ્યારે પણ કિંમતોમાં ફેરફાર જોવા મળ્યો હતો ત્યારે દર નીચે આવ્યો છે. સપ્ટેમ્બરની વાત કરીએ તો આ મહિનામાં ઈંધણના ભાવમાં 30 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ 101.19 પૈસા પ્રતિ લીટરના દરે વેચવામાં આવી રહ્યું છે. તે જ સમયે ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલ 107.26 રૂપિયા પ્રતિ લિટર છેતો ડીઝલ 96.19 પૈસા પ્રતિ લિટર છે.
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે.
ઇંધણની કિંમતો અલગ -અલગ કેમ હોય છે? વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઇંધણના ભાવમાં આ તફાવત કર અને પરિવહનને કારણે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર બળતણની કિંમત પર પણ એક્સાઇઝ ડ્યુટી લાદે છે. દેશભરમાં સૌથી મોંઘુ પેટ્રોલ અને ડીઝલ રાજસ્થાનના ગંગાનગર અને મધ્યપ્રદેશના અનુપપુરમાં વેચાઈ રહ્યું છે.
ક્રૂડ ઓઈલની કિંમત સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર સોમવારે બીજા સત્ર માટે આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડ 33 સેન્ટ (0.5 ટકા) વધીને 73.25 ડોલર પ્રતિ બેરલ અને યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઇ) ક્રૂડ પણ 32 સેન્ટ (0.5 ટકા) વધીને 70.04 ડોલર થયું છે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે
City | Petrol | Diesel |
Delhi | 101.19 | 88.62 |
Mumbai | 107.26 | 96.19 |
Chennai | 98.96 | 93.26 |
Kolkata | 101.72 | 91.84 |
દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
કઈ રીતે નક્કી થાય છે કિંમત? પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.
એક SMS થી જાણી શકાય છે પેટ્રોલ-ડીઝલની શું છે કિંમત પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.
આ પણ વાંચો : કોરોના કાળમાં ગુજરાતીઓ બન્યા કરકસરીયા , 5882 કરોડ રૂપિયા બચાવ્યા, જાણો કઈ રીતે
આ પણ વાંચો : PM Awas Yojana: સરકારી યોજના હેઠળ ઘર બનાવવા માટે ત્રણ ગણી વધુ રકમ મળી શકે છે, જાણો વિગતવાર