Magson Retail IPO : આજે કમાણીની વધુ એક તક ઉપલબ્ધ થઈ, રોકાણ પહેલા યોજના વિશે જાણો સંપૂર્ણ માહિતી
IPO Today : IPO દ્વારા શેરબજારમાં રોકાણ કરનારા લોકો માટે એક સારી તક છે. મેગસન રિટેલ એન્ડ ડિસ્ટ્રિબ્યુશન લિમિટેડ(Magson Retail And Distribution Limited)નો IPO આજે એટલે કે શુક્રવારે ખુલ્યો છે. રોકાણકારોને Magson Retail And Distribution Limited IPOમાં સબ્સ્ક્રાઇબ કરવાની 27 જૂન, 2023 સુધી તક મળશે.
IPO Today : IPO દ્વારા શેરબજારમાં રોકાણ કરનારા લોકો માટે એક સારી તક છે. મેગસન રિટેલ એન્ડ ડિસ્ટ્રિબ્યુશન લિમિટેડ(Magson Retail And Distribution Limited)નો IPO આજે એટલે કે શુક્રવારે ખુલ્યો છે. રોકાણકારોને Magson Retail And Distribution Limited IPOમાં સબ્સ્ક્રાઇબ કરવાની 27 જૂન, 2023 સુધી તક મળશે. કંપનીએ IPO માટે શેર દીઠ રૂ. 65ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. મેગસન રિટેલ એન્ડ ડિસ્ટ્રિબ્યુશન લિમિટેડના IPOનું કદ રૂ. 13.74 કરોડ છે. કંપની ઓફર ફોર સેલ હેઠળ 21,14,000 શેર ઇશ્યૂ કરશે. રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા શેરની પ્રાઇસ બેન્ડ રૂ. 65 નક્કી કરવામાં આવી છે. મેગસન રિટેલ એન્ડ ડિસ્ટ્રિબ્યુશન લિમિટેડની લોટ સાઈઝ 2000 શેર છે. જેના કારણે રોકાણકારે ઓછામાં ઓછા 1,30,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.રોકાણ પહેલા યોજના વિશે વિગતવાર માહિતી જાણો
Magson Retail And Distribution IPO Details
IPO Information | Detail & Date |
IPO Date | Jun 23, 2023 to Jun 27, 2023 |
Face Value | ₹10 per share |
Price | ₹65 per share |
Lot Size | 2000 Shares |
Total Issue Size | 2,114,000 shares (aggregating up to ₹13.74 Cr) |
Fresh Issue | 2,114,000 shares (aggregating up to ₹13.74 Cr) |
Issue Type | Fixed Price Issue IPO |
Listing At | NSE SME |
Share holding pre issue | 5,736,000 |
Share holding post issue | 7,850,000 |
Market Maker portion | 106,000 shares |
મેગસન રિટેલ એન્ડ ડિસ્ટ્રિબ્યુશન લિમિટેડ 6મી જુલાઈ 2023ના રોજ NSE SME પર સૂચિબદ્ધ થશે. આ IPO 23 જૂનથી 27 જૂન 2023 સુધી ખુલ્લો રહેશે. 3 જુલાઈ, 2023 ના રોજ રોકાણકારોને શેરની ફાળવણી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, રિટેલ રોકાણકાર વધુમાં વધુ 2,60,000 રૂપિયાનું જ રોકાણ કરી શકે છે.
શેરની ફાળવણી
નિયુક્ત સ્ટોક એક્સચેન્જ સાથેના શેરની ફાળવણીના આધારને અંતિમ સ્વરૂપ 3 જુલાઈ, 2023 ના રોજ નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે ભંડોળની ફાળવણી/રિફંડ/અનબ્લોકિંગની શરૂઆત 4 જુલાઈના રોજ કરવામાં આવશે. શેર 5 જુલાઈ, 2023 ના રોજ ડીમેટ ખાતામાં જમા કરવામાં આવશે.
લીડ મેનેજર અને રજિસ્ટ્રાર
ISK એડવાઈઝર્સ ઈસ્યુના લીડ મેનેજર તરીકે કામ કરે છે જ્યારે બિગશેર સર્વિસીસ રજીસ્ટ્રાર છે. આ IPO આજે 23 જૂને ખુલ્યો છે અને 27 જૂન, 2023ના રોજ બંધ થશે.આ સમયગાળામ દરમ્યાન રોકાણકારોને રોકાણ કરવાની તક મળશે.
Issue size શું છે ?
આઈપીઓ દ્વારા, કંપની 21,14,000 ઈક્વિટી શેરનો નવો ઈશ્યુ ઓફર કરવાની યોજના ધરાવે છે. ઇશ્યૂનું કદ ₹13.74 કરોડ જેટલું છે.