LPG Gas cylinder price : મોંઘવારીની માર નો વધુ એક વાર , હવે LPG ના ભાવ વધ્યાં , જાણો લેટેસ્ટ રેટ

જૂન મહિના દરમિયાન 14.2 કિલો એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. કોમોડિટી નિષ્ણાતો કહે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોના ભાવ સતત વધી રહ્યા છે જેના કારણે LPG ની કિંમતમાં વધારો કરાયો છે.

LPG Gas cylinder price : મોંઘવારીની માર નો વધુ એક વાર , હવે LPG ના ભાવ વધ્યાં , જાણો લેટેસ્ટ રેટ
LPG CYLINDER RATE TODAY
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2021 | 11:41 AM

આસમાનને આંબતી મોંઘવારી વચ્ચે આમઆદમીને મોટો આંચકો મળ્યો છે. આજે LPGના ભાવમાં વધારો થયો છે. સરકારી તેલ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત(LPG Gas cylinder price)માં રૂ 25.50 નો વધારો કર્યો છે. આ સાથે રાજધાની દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 834.50 રૂપિયા થઈ ગઈ છે. બીજી તરફ કોમર્શિયલ ગેસ સિલિન્ડર(commercial gas cylinders)ના ભાવમાં રૂ 84 નો વધારો થયો છે.

આ અગાઉ જૂન મહિના દરમિયાન 14.2 કિલો એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. ઓઇલ કંપનીઓએ એપ્રિલમાં 14.2 કિલો એલપીજીના ભાવમાં 10 રૂપિયા ઘટાડો કર્યો હતો. મે મહિનામાં કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે 19.2 કિલોના વેપારી સિલિન્ડરના ભાવમાં 123 રૂપિયાનો વધારો કરાયો હતો.

દેશના ૪ મહાનગરોમાં ગેસ સિલિન્ડરના લેટેસ્ટ ભાવ >> દિલ્હી – 834 રૂપિયા >> કોલકાતા – 861 રૂપિયા >> મુંબઈ – 834.5 રૂપિયા >> ચેન્નાઈ – 850 રૂપિયા

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

19 કિલો ગેસ સિલિન્ડરનો ભાવ 19 કિલો ગેસ સિલિન્ડરના ભાવની વાત કરીએ તો રૂ .84 ના વધારા પછી દેશની રાજધાની દિલ્હીમાં તેની કિંમત 1550 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય તે કોલકાતામાં 1651.5 રૂપિયા, મુંબઇમાં 1507 રૂપિયા અને ચેન્નઇમાં 1687.5 રૂપિયા થઈ ગઈ છે.

કેમ ભાવ વધારો કરાયો કોમોડિટી નિષ્ણાતો કહે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોના ભાવ સતત વધી રહ્યા છે. ભારત પોતાનું 80 ટકા ક્રૂડ વિદેશથી આયત કરે છે. આ ભાવ બજારથી જોડાયેલા છે. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધારાને કારણે સ્થાનિક બજારમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો થાય છે.

એલપીજી સિલિન્ડરના ભાવ કેવી રીતે નક્કી થાય છે? એલપીજી સિલિન્ડરના ભાવ સરેરાશ આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક રેટ અને વિદેશી ચલણના વિનિમય દર અનુસાર નક્કી થાય છે. આ કારણોસર, એલપીજી સિલિન્ડરની સબસિડીની રકમ પણ દર મહિને બદલાય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં વધારો થાય છે ત્યારે સરકાર વધુ સબસિડી આપે છે અને જ્યારે દર નીચે આવે છે ત્યારે સબસિડીમાં ઘટાડો કરવામાં આવે છે. કરવેરાના નિયમો અનુસાર એલપીજી પરના ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (જીએસટી) ની ગણતરી બળતણના બજાર ભાવ પર કરવામાં આવે છે.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">