LPG Gas Cylinder Price : મહિનાના પહેલા દિવસે સરકારે આપ્યા રાહતના સમાચાર, કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર થયો સસ્તો, જાણો નવા ભાવ
LPG Gas Cylinder Price : આજથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં લગભગ ₹172નો ઘટાડો કર્યો છે. આ સિવાય જેટ ફ્યુઅલ ની કિંમતમાં પણ 2415 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા દર આજથી જ લાગુ થઈ ગયા છે. જોકે, ઘરેલુ એલપીજી એટલે કે રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
LPG Gas Cylinder Price :આજથી નવો મહિનો શરૂ થયો છે. આ સાથે સરકાર તરફથી સારા સમાચાર પણ આવ્યા છે. એલપીજી ગેસ સસ્તો થયો છે. સરકારી ઓઈલ કંપનીઓ (OMCs) એ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. આ સાથે જેટ ફ્લુટના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં લગભગ ₹172નો ઘટાડો કર્યો છે. આ સિવાય જેટ ફ્યુઅલ ની કિંમતમાં પણ 2415 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા દર આજથી જ લાગુ થઈ ગયા છે. જોકે, ઘરેલુ એલપીજી એટલે કે રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
4 મહાનગરમાં કોમર્શિયલ એલપીજીના ભાવ
- દિલ્હીમાં 2028 રૂપિયાના બદલે હવે 1856.50 રૂપિયાનો સિલિન્ડર
- કોલકાતામાં 1960.50 રૂપિયા જે પહેલા સિલિન્ડર દીઠ 2132 રૂપિયા હતા
- મુંબઈમાં 1808.50 હતો જ્યારે ગયા મહિને ભાવ 1980 રૂપિયા હતો.
- આજથી ચેન્નાઈમાં કિંમત 2021.50 રૂપિયા થશે, જે એપ્રિલમાં 2192.50 રૂપિયા હતી.
જેટ ઈંધણના ભાવમાં પણ ઘટાડો કરાયો
મહિનાના પહેલા દિવસે એરલાઇન કંપનીઓ માટે પણ રાહતના સમાચાર આવ્યા છે. OMCએ જેટ ફ્યુઅલના ભાવમાં ઘટાડો કર્યો છે. કિંમતોમાં 2415.25 રૂપિયાનો ઘટાડો થયો છે. ATFના નવા ભાવ આજથી લાગુ થશે. પીક ટ્રાવેલ સીઝનમાં કિંમતોમાં ઘટાડો એરલાઇન કંપનીઓ માટે મોટી રાહત હશે. આ કારણે હવાઈ ભાડામાં પણ ઘટાડો થવાની આશા રાખવામાં આવી શકે છે.
ATF ની નવી કિંમત
- દિલ્હી રૂપિયા 95935.34
- મુંબઈ રૂપિયા89348.60
- કોલકાતા રૂપિયા 102596.20
- ચેન્નાઈ રૂપિયા99828.54
LPG સિલિન્ડર સાથે 50 લાખ રૂપિયાનો વીમો મળે છે
એલપીજી સિલિન્ડરનો ઉપયોગ દેશની મોટી વસ્તી દ્વારા કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ગેસ કનેક્શન લેવાની સાથે તમને 50 લાખ રૂપિયા સુધીનો વીમો પણ મળે છે. તેને એલપીજી વીમા કવર કહેવામાં આવે છે. જો ગેસ સિલિન્ડરને કારણે કોઈ પણ પ્રકારનું જાન-માલનું નુકસાન થાય છે, તો તેની ભરપાઈ વીમાની રકમ દ્વારા કરવામાં આવે છે. ગેસ સિલિન્ડર પરનો આ વીમો બિલકુલ ફ્રીમાં ઉપલબ્ધ છે. મતલબ કે તમારે આ માટે કોઈપણ પ્રકારનું પ્રીમિયમ ચૂકવવાની જરૂર નથી. આ સુવિધા તમામ સિલિન્ડર ધારકને મળે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…