AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Free LPG Gas Cylinder : અહીં સરકાર આપી રહી છે ફ્રીમાં ગેસ સિલિન્ડર, જાણો કોને મળશે લાભ અને શું છે પ્રક્રિયા?

સ્કીમ અનુસાર જે લોકોની વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી છે, તેમને એક વર્ષમાં ત્રણ ફ્રી સિલિન્ડર આપવામાં આવશે. ગોવા સરકારના જણાવ્યા અનુસાર આ યોજના હેઠળ 37,000 BPL પરિવારોને આવરી લેવામાં આવશે.

Free LPG Gas Cylinder : અહીં સરકાર આપી રહી છે ફ્રીમાં ગેસ સિલિન્ડર, જાણો કોને મળશે લાભ અને શું છે પ્રક્રિયા?
LPG Gas Cylinder
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 2:39 PM
Share

કેટલીક રાજ્ય સરકારો બીપીએલ પરિવારોને મફત એલપીજી સિલિન્ડર(LPG Gas Cylinder) આપી રહી છે. આ રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે ગરીબી રેખા (BPL) નીચે જીવતા પરિવારોને એક વર્ષમાં ત્રણ મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવશે. ઉત્તરાખંડમાં તો યોજના હેઠળ અઢી લાખથી વધુ બીપીએલ પરિવારોને મફત એલપીજી સિલિન્ડરનું વિતરણ કરવામાં આવશે. સરકારે કહ્યું છે કે જેમની પાસે અત્યોદય રેશન કાર્ડ હશે તેમને મફત એલપીજી સિલિન્ડરનો લાભ આપવામાં આવશે. ગોવામાં ભાજપની સરકાર આવતા પહેલા આ પાર્ટીએ પોતાના ઘોષણાપત્રમાં મફત એલપીજી સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું. આ યોજના જૂનના અંતથી લાગુ કરવામાં આવી છે.

સ્કીમ અનુસાર જે લોકોની વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી છે, તેમને એક વર્ષમાં ત્રણ ફ્રી સિલિન્ડર આપવામાં આવશે. ગોવા સરકારના જણાવ્યા અનુસાર આ યોજના હેઠળ 37,000 BPL પરિવારોને આવરી લેવામાં આવશે. સરકાર આ લોકોને સિલિન્ડર નહીં આપે પરંતુ તેમના ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. સિલિન્ડરના પૈસા આ નાણાકીય વર્ષના અંતે ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે ગોવામાં એક પરિવાર વર્ષમાં સરેરાશ 6 સિલિન્ડરનો ઉપયોગ કરે છે. આમાં ત્રણ સિલિન્ડરના પૈસા ખાતામાં ટ્રાન્સફર થશે.

આ યોજનાનો લાભ ત્યારે જ મળશે જ્યારે અંત્યોદય રેશનકાર્ડ એલપીજી કનેક્શન સાથે લિંક હશે. આ માટે તમારે રેશન કાર્ડ અને તમારા આધારને લિંક કરવું પડશે. ચાલો જાણીએ કે આપણે બંને પેપરને કેવી રીતે લિંક કરી શકીએ.

  • UIDAI વેબસાઇટની મુલાકાત લો અને જરૂરી માહિતી દાખલ કરો
  • લાભ પ્રકારમાં “LPG” પસંદ કરો કારણ કે તમે તમારા આધાર કાર્ડને LPG કનેક્શન સાથે લિંક કરવા માંગો છો. પછી તમારે તમારા એલપીજી કનેક્શન મુજબ યોજનાનું નામ જણાવવાનું રહેશે. ઉદાહરણ તરીકે, ભારત ગેસ કનેક્શન માટે “BPCL” અને ઈન્ડેન કનેક્શન માટે “IOCL”.
  • આપેલ યાદીમાંથી વિતરકનું નામ પસંદ કરો અને તમારો LPG ગ્રાહક નંબર દાખલ કરો
  • સબમિટ બટન પર ક્લિક કરતા પહેલા તમારો મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ અને આધાર નંબર દાખલ કરો
  • એકવાર તમે સબમિટ પર ક્લિક કરો, પછી તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી પર એક OTP મળશે જે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે દાખલ કરવાની અને સબમિટ કરવાની જરૂર છે.
  • તમારી વિનંતીની સફળ નોંધણી પછી, આપેલ વિગતો અધિકારીઓ દ્વારા ચકાસવામાં આવશે. એકવાર વેરિફિકેશન થઈ ગયા પછી, તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર એક સૂચના મોકલવામાં આવશે

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">