ભારતમાં કયા મળે છે સૌથી સસ્તો દારૂ, જાણો જુદા-જુદા રાજ્યમાં શું છે ભાવ
દરેક લોકોના મનમાં એવું છે કે દેશમાં સૌથી સસ્તો દારૂ દિલ્હી અને હરિયાણામાં મળે છે. આ સાથે જ દારૂના શોખીનો માટે ગોવા પણ ફેવરીટ છે. આ રાજ્યોમાં સૌથી સસ્તો દારૂ મળે છે. પરંતુ ઓછા લોકો જાણતા હશે કે કયા રાજ્યોમાં મોંઘો દારૂ મળે છે.

ભારતના દરેક રાજ્યમાં દારૂના ભાવ (Liquor Price) અલગ-અલગ હોય છે. દરેક રાજ્યમાં તેના પર લગાવવામાં આવતા ટેક્સના (Tax) કારણે જુદા-જુદા ભાવ હોય છે. ધારો કે કોઈ રાજ્યમાં 100 રૂપિયાની કિંમતની દારૂની બોટલની કિંમત બીજા રાજ્યમાં 500 રૂપિયાથી વધારે હોઈ શકે છે. આજે આપણે જાણીશું કે દેશમાં સૌથી સસ્તો દારૂ ક્યાં મળે છે અને તેનો ભાવ શું છે.
સૌથી સસ્તો દારૂ દિલ્હી અને હરિયાણામાં
દરેક લોકોના મનમાં એવું છે કે દેશમાં સૌથી સસ્તો દારૂ દિલ્હી અને હરિયાણામાં મળે છે. આ સાથે જ દારૂના શોખીનો માટે ગોવા પણ ફેવરીટ છે. આ રાજ્યોમાં સૌથી સસ્તો દારૂ મળે છે. પરંતુ ઓછા લોકો જાણતા હશે કે કયા રાજ્યોમાં મોંઘો દારૂ મળે છે. દારૂના ભાવ જાણવા માટે ‘ઈન્ટરનેશનલ સ્પિરિટ્સ એન્ડ વાઈન્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા’ એ એક અભ્યાસ હાથ ધર્યો હતો.
ગોવામાં દારૂ પર લાગે છે 49 ટકા ટેક્સ
ગોવામાં દારૂની વેંચાણ કિંમત પર 49 ટકા ટેક્સ લાગે છે. આ ટેક્સને જોઈ તમને એવું લાગશે કે આટલો વધારે ટેક્સ, પરંતુ તે દેશના એવા રાજ્યોમાંથી એક છે જ્યાં દારૂ પરનો ટેક્સ ઓછો છે. ઓછા ટેક્સના કારણે ગોવા દારૂના શોખીનો માટે સ્વર્ગ સમાન છે. ટેક્સ ઓછો હોવાથી આસપાસના રાજ્યોના લોકો પણ દારૂ માટે ગોવા આવે છે. હરિયાણામાં દારૂ પર ગોવા કરતા ઓછો ટેક્સ લાગે છે. અહીં દારૂ પર 47 ટકા ટેક્સ છે, જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં દારૂ પર 62 ટકા ટેક્સ લાગે છે.
કર્ણાટકમાં મળે છે સૌથી મોંઘો દારૂ
દેશમાં સૌથી વધારે ટેક્સ કર્ણાટકમાં છે. અહીં MRP પર ટેક્સ 83 ટકા છે. એટલે કે દારૂની બોટલ ગોવામાં 100 રૂપિયાની MRP પર મળે છે, તે કર્ણાટકમાં 500 રૂપિયાથી વધુ કિંમતે મળી શકે છે. દિલ્હીમાં આ જ બોટલની કિંમત 134 રૂપિયા અને હરિયાણામાં 147 રૂપિયા હોઈ શકે છે. મહારાષ્ટ્રમાં 71 ટકા ટેક્સ છે. એટલે કે ગોવામાં 100 રૂપિયામાં મળતી દારૂની બોટલની કિંમત મહારાષ્ટ્રમાં 226 રૂપિયા હશે અને તેલંગાણામાં તેની કિંમત 246 રૂપિયા હશે, કારણ કે ત્યાં 68 ટકા ટેક્સ લાગે છે.
આ પણ વાંચો : Online gaming : ઓનલાઇન ગેમિંગ પર સરકારની તવાઇ, મોકલશે 1 લાખ કરોડની ટેક્સ નોટિસ
જો ગોવામાં દારૂની કિંમત 100 રૂપિયા છે તો આ 8 રાજ્યોમાં તેના ભાવ નીચે મુજબ હશે.
- ગોવા – 100 રૂપિયા
- દિલ્હી – 134 રૂપિયા
- હરિયાણા – 147 રૂપિયા
- ઉત્તર પ્રદેશ – 197 રૂપિયા
- રાજસ્થાન – 213 રૂપિયા
- મહારાષ્ટ્ર – 226 રૂપિયા
- તેલંગાણા – 246 રૂપિયા
- કર્ણાટક – 513 રૂપિયા