What’s app થકી તમે ખરીદી શકો છો ઇન્શ્યોરન્સ પોલિસી સહિત આ વસ્તુઓ, જાણો પુરો પ્લાન

What’s app થકી તમે ખરીદી શકો છો ઇન્શ્યોરન્સ પોલિસી સહિત આ વસ્તુઓ, જાણો પુરો પ્લાન

ભારતમાં તેના વપરાશકર્તાઓને નાણાકીય સેવાઓ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા માટે આ વર્ષના અંત સુધીમાં વોટ્સએપ બીજા ઓપ્શન આપશે. યુઝર્સ માટે કિફાયતી સ્કેચ સાઈઝ સ્વાસ્થ્ય વિમો ખરીદવાની પણ રજૂઆત કરશે. વોટ્સએપનો ઉપયોગ આજે પ્રોફેશનલ કામ માટે પણ કરી શકાય છે. વોટ્સએપ દિન-પ્રતિદીન નવા નવા ફિચર્સ લઈને આવે છે. જેણે કેટલીયે ચીજોને આસાન બનાવી દીધી છે. દરઅસલ […]

Hardik Bhatt

| Edited By: Bipin Prajapati

Dec 18, 2020 | 7:40 AM

ભારતમાં તેના વપરાશકર્તાઓને નાણાકીય સેવાઓ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા માટે આ વર્ષના અંત સુધીમાં વોટ્સએપ બીજા ઓપ્શન આપશે. યુઝર્સ માટે કિફાયતી સ્કેચ સાઈઝ સ્વાસ્થ્ય વિમો ખરીદવાની પણ રજૂઆત કરશે.

વોટ્સએપનો ઉપયોગ આજે પ્રોફેશનલ કામ માટે પણ કરી શકાય છે. વોટ્સએપ દિન-પ્રતિદીન નવા નવા ફિચર્સ લઈને આવે છે. જેણે કેટલીયે ચીજોને આસાન બનાવી દીધી છે. દરઅસલ વોટ્સએપે બુધવારે કહ્યું કે આ વર્ષના અંત સુધીમાં અફોર્ડેબલ સૈશે સાઈઝ હેલ્થ ઇન્સ્યોરન્સનો વોટ્સએપના માધ્યમથી ખરીદી શકાશે.. તેનો મતલબ છે કે જલ્દીથી તમે વોટ્સએપ થકી ઇન્સ્યોરન્સ પોલીસી પણ ખરીદી શકશો. વોટ્સએપે આ સુવિધા દેવા માટે SBI General Insurance Co. Ltd કંપની સાથે કરાર કર્યો છે. તેના સિવાય એચડીએફસી સાથે તેઓ પેન્શનથી જોડાયેલી પોલીસી પણ વેંચી શકે છે..

ઇન્સ્યોરન્સ સાથે પેન્શન પોલીસી પણ ખરીદવાનો મોકો વોટ્સએપ ઇન્ડિયાના પ્રમુખ અભિજીત બોસે ફેસબુકના કાર્યક્રમ ફ્યુઅલ ઓફ ઇન્ડિયા 2020માં કહ્યું કે “વોટ્સએપ ભારતમાં 40 કરોડથી વધુ સક્રિય ઉપયોગકર્તાઓ માટે પ્રતિબદ્ધ છે. આ અમારૂ સૌથી મોટું બજાર છે. અમારી પ્રાથમીકતા હંમેશા લોકોને એકબીજાથી જોડવા માટે સૌથી સરળ, વિશ્વસનીય, ખાનગી અને સુરક્ષીત સાધન ઉપલબ્ધ કરાવવાની છે. જો કે, ભારતમાં અમે ચાર અન્ય સ્તંભોનું નિર્માણ પણ કરી રહ્યાં છીએ.” તેમણે કહ્યું કે વોટ્સએપ ભારતના નાના વ્યવસાયો અને અધિક ડિજીટલીકરણમાં મદદ કરવા માંગે છે. જેથી વપરાશકર્તાઓ માટે તેમના પસંદગીના વ્યવસાયોથી જોડાવાનું અને તેમને ખરીદવાનું આસાન બની શકે. આ માટે બધા જ ક્ષેત્રોમાં ડિજીટલ ચૂકવણીનુ નિર્માણ કરવાનું છે. ખાસ કરીને ભારતમાં વગર લાયસન્સે કામ કરતા લોકો માટે.

વર્ષના અંત સુધીમાં લોકો ખરીદી શકશે વોટ્સએપ પર સ્વાસ્થ્ય વિમો બોસે કહ્યું કે “ વોટ્સએપ સતત કેટલીયે યોજનાઓ પર કામ કરે છે. જેથી આ સુનિશ્ચીત કરવામાં મદદ મળી શકે કે દરેક વ્યકિત તેના મોબાઈલ ડિવાઈસ થકી સૌથી જરૂરી આર્થીક સેવાઓ અને આજીવીકા સંબંધી સેવાઓ મેળવી શકે. અમને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં લોકો વોટ્સએપના માધ્યમ થકી કિફાયતી સ્કેચ સાઈઝ સ્વાસ્થ્ય વિમો ખરીદી શકશે” તેમણે કહ્યું કે આ સિવાય એડ-ટેક અને એગ્રી-ટેક જેવા અન્ય ક્ષેત્રોમાં કરવામાં આવી રહેલી પહેલથી વધુ ડિજીટલ અર્થવ્યવસ્થા બનાવવાના સરકારના લક્ષ્યને સિદ્ધ કરવામાં મદદ થશે. એક નિવેદનમાં વોટ્સએપે કહ્યું કે આ વર્ષના અંત સુધીમાં એસબીઆઈ જનરલના કિફાયતી સ્વાસ્થ્ય વિમાને વોટ્સએપથી ખરીદી શકાશે.

ચેટ થકી જાણકારી નહી WABetaInfoની એક રિપોર્ટ મુજબ આ જાહેરાત પહેલા વોટ્સએપ બ્લોગ પર કરવામાં આવ્યું હતું. જે હવે યૂઝર્સ સુધી સીધા જ તેમના એપ નોટીફીકેશનના રૂપમાં પહોંચશે.. તેના પર ટેપ કરવાથી તેઓ ખાસ વેબસાઈટ પર પહોંચી જશે.. અથવા તો અપડેટ વિશે વાંચવા કંઇક કરાવશે અને આ એપ બેનરના રૂપમાં દેખાશે. આ એપ નોટીફિકેશન વોટ્સએપની ખાસ ખબર વિશે છે તે જાહેરાતના ઉદ્દેશથી નથી. આ સાથે જ યુઝર્સને ચેટ પર કોઇ જાણકારી નહી મોકલાય.

વોટ્સએપના આ નવા ફિચર પર આવનારી પહેલી જાહેરાત વોટ્સએપ સર્વિસની નવી શરતોની છે. કંપની નવી શરતો અને પ્રાઈવસી પોલીસી અપડેટ લઇને આવી રહી છે. નવા અપડેટમાં કહેવાયું છે કે અગર જો તમે સહમતી નથી આપતા તો વોટ્સએપ એકાઉન્ટને ડિલીટ કરી દેશે. કંપનીએ એ પણ કન્ફર્મ કર્યુ છે કે યુઝર્સે નવા નિયમો અને શરતોનું પાલન કરવું જરૂરી હશે.

એક જ મેસેજમાં કેટલીયે પ્રોડક્ટને ઓર્ડર કરી શકાશે. આ સિવાય વોટ્સએપે મંગળવારે નવા ફિચર્સ કાટર્સના લોન્ચની જાહેરાત પણ કરી. જેનાથી તેના પ્લેટફોર્મ પર ખરીદદાર ગ્રાહકો વચ્ચે સામાનના ખરીદ વેંચાણને વધારી શકાય. મેસેજીંગ એપ પર રોજના 175 મિલિયનથી પણ વધું લોકોને બિઝનેસ એકાઉન્ટ પર મેસેજ કરી શકાય છે. તેના સાથે જ ત્રણ મિલિયનથી વધું ભારતીય દર મહિને બિઝનેસ કેટલોગ જુએ છે.

આ નવા શોપીંગ ફિચરની મદદથી ગ્રાહકો એક મેસેજમાં વેંચનારથી કેટલાયે પ્રોડક્ટસને સિલેક્ટ કરીને ઓર્ડર કરી શકશે. કંપનીએ એ પણ કહ્યું કે તેના સિવાય ઓર્ડર સંબંધમાં પૂછતાછ, રિકવેસ્ટ મેનેજ કરવી વધુ સરળ થઈ જશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati