શું ખોટમાં ચાલી રહી છે ’24 Seven’? શું બંધ થવાની કગાર પર છે આ સ્ટોર્સ? દિલ્હી-NCR માં કંપનીનું છે મોટુ નામ- જાણો
'24 Seven' સ્ટોર સ્ટોર્સ બંધ થવાની કગાર પર આવી ગઈ છે. દિલ્હી-NCR સહિત ચંદીગઢમાં આ કંપની આ સ્ટોર્સને ઓપરેટ કરે છે. હવે કંપનીએ જણાવ્યુ છે કે તેનો બિઝનેસ ખોટમાં ચાલી રહ્યો છે. આથી આ પગલુ ભરવા જઈ રહી છે.

’24 Seven’ સ્ટોર સ્ટોર્સ બંધ થવાની કગાર પર આવી ગઈ છે. દિલ્હી-NCR સહિત ચંદીગઢમાં આ કંપની આ સ્ટોર્સને ઓપરેટ કરે છે. હવે કંપનીએ જણાવ્યુ છે કે તેનો બિઝનેસ ખોટમાં ચાલી રહ્યો છે. આથી આ પગલુ ભરવા જઈ રહી છે. રિટેલ સેક્ટરમાં ’24 Seven’ થી લગભગ કોઈ અજાણ નથી. જ્યાં ગ્રોસરીથી લઈને રેસ્ટોરન્ટ સર્વિસ બંનેની સુવિધા મળે છે.
ખોટમાં ચાલી રહી છે ’24 Seven’
’24 Seven’ સ્ટોર ગૉડફ્રે ફિલિપ્સ ઈન્ડિયા કંપનીનો રિટેલ કારોબાર છે. હવે કહેવાય છે કે તેનો રિટેલ કારોબાર ખોટમાં ચાલી રહ્યો છે. આથી તેમણે ’24 Seven’ સ્ટોરના કારોબારને વેચવાનો નિર્ણય કર્યો છે. કંપનીના હવાલેથી શુક્રવારે આ અંગે શેરબઝારને સૂચના આપવામાં આવી. કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ એક બેઠકમાં નિર્ણય કર્યો છે કે તે પોતાના આ રિટેલ બિઝનેસમા ઓપરેશમાંથી બહાર નીકળશે. ડિસેમ્બર 2023 સુધી ’24 Seven’ ઈન્ડિયાના દેશભરમાં 150 સ્ટોર હતા.
કંપનીએ જારી કર્યુ નિવેદન
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યુ છે કે તેમણે તેમના રિટેલ કારોબારને રિવ્યુ કર્યા, લોકો પાસેથી ફીડબેક લીધા અને ભવિષ્યમાં તેની સંભાવનાઓને જોતા ઉચિત વિચાર બાદ આ અંગેનો નિર્ણય કર્યો છે. રિટેલ કારોબારમાંથી નીકળવાનું કામ જરૂરી ઔપચારિક્તાઓને પુરા કર્યા બાદ થશે. ગયા નાણાકીય વર્ષમાં, ’24 Seven’ કંપનીના 247 બિઝનેસની આવક રૂ. 396 કરોડ હતી, જે કંપનીની કુલ આવકના 9.3% છે.
આ પણ વાંચો: અનિલ અંબાણીના Reliance Infra અને Reliance Power ના શેર ડૂબતાં અટકશે? શું કહે છે નિષ્ણાંતો