1 જાન્યુઆરીથી બેન્ક અને પોસ્ટમાં જતા પહેલાં બદલાયેલા આ નિયમ ધ્યાનમાં રાખજો નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે
ઘણી બેંકોએ નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. આ ફેરફારો 1 જાન્યુઆરીથી લાગુ થશે. તેવી જ રીતે, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, જે પોસ્ટ ઓફિસ હેઠળ આવે છે, તેણે પણ ATM ટ્રાન્ઝેક્શન અને બેંકમાંથી ઉપાડના નિયમોમાં ફેરફાર કર્યો છે.
1 જાન્યુઆરીથી બેંક(Bank)ના ગ્રાહકોએ વધુ ચાર્જ ચૂકવવો પડશે. ઘણી બેંકોએ નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. આ ફેરફારો 1 જાન્યુઆરીથી લાગુ થશે. તેવી જ રીતે, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, જે પોસ્ટ ઓફિસ હેઠળ આવે છે, તેણે પણ ATM ટ્રાન્ઝેક્શન અને બેંકમાંથી ઉપાડના નિયમોમાં ફેરફાર કર્યો છે. તેના નવા નિયમો પણ 1 જાન્યુઆરીથી લાગુ થશે. નવું વર્ષ આવે તે પહેલા ગ્રાહકોએ તેના વિશે જાણી લેવું જોઈએ.
સૌથી પહેલા આવો જાણીએ પોસ્ટ ઓફિસની પેમેન્ટ બેંક વિશે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) મુજબ બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ પર રોકડ ઉપાડ 4 સુધીના વ્યવહારો માટે મફત છે. એટલે કે, ગ્રાહકો એક મહિનામાં કોઈપણ ચાર્જ ચૂકવ્યા વિના તેમના બેઝિક સેવિંક ખાતામાંથી એટીએમ અથવા બેંક ખાતામાંથી 4 વખત રોકડ ઉપાડી શકે છે. પરંતુ ટ્રાન્ઝેક્શન કર્યા પછી વધારાના ચાર્જ ચૂકવવા પડશે. તમે ઉપાડો છો તે રકમના 0.50 ટકા અથવા પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 25 સુધી ચૂકવવા પડી શકે છે.
પોસ્ટ ઓફિસ બેંકના નિયમો બદલાયા બેઝિક સેવિંગ્સ એકાઉન્ટમાં કેશ ડિપોઝીટ ફ્રી છે અને તેના પર કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. આ નિયમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો તમે બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ સિવાયના અન્ય કોઈ સેવિંગ એકાઉન્ટ અને કરન્ટ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડો છો, તો દર મહિને 25,000 રૂપિયા સુધી મફત છે પરંતુ તે પછી પ્રતિ ટ્રાન્ઝેક્શન 0.50 ટકા અથવા ઓછામાં ઓછા 25 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ કરવા પડશે. રોકડ જમા કરાવવાના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જો તમે બેઝિક સેવિંગ ખાતા સિવાય બચત અથવા ચાલુ ખાતામાં રોકડ જમા કરો છો, તો તે દર મહિને 10,000 રૂપિયા સુધી મફત છે. પરંતુ તેનાથી વધુ જમા કરાવવા પર 0.50 ટકા અથવા ઓછામાં ઓછા 25 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચૂકવવા પડશે.
ICICI બેંકે ચાર્જ વધાર્યો ખાનગી બેંકોની વાત કરીએ તો ICICI બેંકે પણ સર્વિસ ચાર્જ વધારવાની જાહેરાત કરી છે. બચત ખાતા પર તેનો નવો નિયમ 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે. બેંકે એમ પણ કહ્યું છે કે 1 જાન્યુઆરીથી એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જ પર પણ અસર થશે. ATM ટ્રાન્ઝેક્શન ચાર્જમાં ફેરફાર કર્યા પછી, મહિનામાં પ્રથમ 5 વ્યવહારો મફતમાં થશે ત્યારપછી નાણાકીય વ્યવહાર દીઠ રૂ. 21 વસૂલવામાં આવશે. 5 ફ્રી ટ્રાન્ઝેક્શન પછી અલગ ચાર્જ વસૂલવામાં આવશે. નિયમોમાં ફેરફાર કર્યા પછી, નાણાકીય વ્યવહાર દીઠ 21 રૂપિયા અને બિન-નાણાકીય ટ્રાન્ઝેક્શન દીઠ 8.50 રૂપિયા એટીએમ ટ્રાન્ઝેક્શન ફી તરીકે લેવામાં આવશે.
AXIS Bank એ પણ નિયમોમાં ફેરફાર કર્યા એક્સિસ બેંકે પણ નિયમ લાગુ કર્યો છે. મફત મર્યાદા ઉપરાંત તમારે એક્સિસ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે 20 રૂપિયા વત્તા ટેક્સ ચૂકવવો પડશે. સમાન બિન-નાણાકીય વ્યવહાર પર આ ફી રૂ. 10 છે. બિન-નાણાકીય વ્યવહારો માટેના શુલ્કમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં પરંતુ જો નાણાકીય વ્યવહારો 5 મફત મર્યાદા કરતાં વધી જાય તો 21 રૂપિયા વત્તા ટેક્સ પ્રતિ ટ્રાન્ઝેક્શન ચૂકવવામાં આવશે. એક્સિસ બેંકનો નવો નિયમ પણ 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે.
આ પણ વાંચો : Aadhaar Card અંગે લાપરવાહી છેતરપિંડીનો શિકાર બનાવશે, જોખમ ટાળવા આ બાબતોનું ધ્યાન રાખો
આ પણ વાંચો : Share Market : આ સપ્તાહે શેરબજારમાં તેજી નોંધાઈ, રોકાણકારોએ 2.71 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી