AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : આ સપ્તાહે શેરબજારમાં તેજી નોંધાઈ, રોકાણકારોએ 2.71 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી

સપ્તાહ દરમિયાન નાની કંપનીઓમાં સૌથી વધુ કમાણી જોવા મળી હતી. સ્મોલકેપ ઇન્ડેક્સ 1 ટકાથી વધુ વધ્યો હતો. નેક્સ્ટ ડિજિટલ, એચસીએલ ઇન્ફોસિસ્ટમ, નિયોજેન કેમિકલ્સ, ગુજરાત ફ્લોરોકેમિકલ્સ, મિર્ઝા ઇન્ટરનેશનલ 20 ટકાથી વધુ વધ્યા છે.

Share Market : આ સપ્તાહે શેરબજારમાં તેજી નોંધાઈ, રોકાણકારોએ 2.71 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી
Dalal Street
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 8:19 AM
Share

શુક્રવારે સમાપ્ત થયેલું સપ્તાહ શેરબજાર(Stock Market) માટે લાભદાયક સપ્તાહ સાબિત થયું છે. આ પહેલા બજાર સતત બે સપ્તાહ સુધી ખોટમાં હતું. મુખ્ય સૂચકાંકમાં લગભગ 1 ટકાના વધારા સાથે રોકાણકારોની સંપત્તિમાં આ સપ્તાહે રૂ. 2.71 લાખ કરોડનો વધારો થયો છે. સપ્તાહના અંતિમ દિવસે બજારમાં ઘટાડા સાથે 5 દિવસના ટ્રેડિંગ સેશનમાં બજારમાં કુલ 2 દિવસનો ઘટાડો રહ્યો હતો.

સપ્તાહ દરમિયાન 2.71 લાખ કરોડની કમાણી કરી છે શેરબજારમાં ઉછાળાની મદદથી BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ વધીને રૂ 261.02 લાખ કરોડના સ્તરે પહોંચી ગયું છે. ગયા સપ્તાહે શુક્રવારના કારોબારના અંતે આ આંકડો રૂ 258.31 લાખ કરોડના સ્તરે હતો. એટલે કે છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓમાં રોકાણકારોના રોકાણનું બજાર મૂલ્ય રૂ 2.71 લાખ કરોડ વધ્યું છે.

સાપ્તાહિક કારોબારની સ્થિતિ અગાઉના સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં કોરોનાના નવા વેરિઅન્ટના કારણે માર્કેટમાં ગભરાટ જોવા મળ્યો હતો જેના કારણે બજાર તૂટ્યું હતું. આ સપ્તાહની શરૂઆત ખૂબ જ સાવધાની સાથે થઈ હતી અને સપ્તાહના પ્રથમ બે દિવસ બજાર લગભગ સ્થિર રહ્યું હતું. જે બાદ આગામી બે દિવસ એટલે કે ડિસેમ્બરના પ્રથમ બે દિવસ સુધી બજારમાં વધારો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 57064ના સ્તરથી વધીને 58461ના સ્તરે પહોંચ્યો હતો.જોકે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એક બજારમાં ઘટાડો નોંધાયો અને સેન્સેક્સ 765 પોઈન્ટના ઘટાડા સાથે 57696 ના સ્તર પર બંધ થયો હતો. એક સપ્તાહ પહેલા સેન્સેક્સ 57064 ટકાના સ્તરે હતો. નિફ્ટીમાં એક સપ્તાહમાં 170 પોઈન્ટનો વધારો થયો છે.

રોકાણકારોએ તેમની કમાણી ક્યાં ગુમાવી? સપ્તાહ દરમિયાન નાની કંપનીઓમાં સૌથી વધુ કમાણી જોવા મળી હતી. સ્મોલકેપ ઇન્ડેક્સ 1 ટકાથી વધુ વધ્યો હતો. નેક્સ્ટ ડિજિટલ, એચસીએલ ઇન્ફોસિસ્ટમ, નિયોજેન કેમિકલ્સ, ગુજરાત ફ્લોરોકેમિકલ્સ, મિર્ઝા ઇન્ટરનેશનલ 20 ટકાથી વધુ વધ્યા છે. જોકે, રિલાયન્સ કેપિટલ, ટિડેન્ટ, ઓરમ પ્રોપટેકમાં ઘટાડો જોવા મળ્યો હતો. BSE મિડકેપમાં પણ એક ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, જીએમઆર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓઈલ ઈન્ડિયા, બજાજ હોલ્ડિંગ્સમાં રોકાણકારોએ સારી કમાણી કરી હતી. બીજી તરફ ગ્લેનમાર્ક ફાર્મા, બેન્ક ઓફ ઈન્ડિયા, અશોક લેલેન્ડ વગેરે મિડ-કેપ્સમાં ખોટ જોવા મળી હતી, NMDC, HCL ટેક, TCS ઈન્ડસઈન્ડ બેન્ક લાર્જ કેપ શેરોમાં 5 ટકાથી વધુ તેજી જ્યારે અદાણી ટ્રાન્સમિશન અને સિપ્લા 5 ટકાથી વધુ તૂટ્યા હતા.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : સતત 32 માં દિવસે ગુજરાતમાં પેટ્રોલ – ડીઝલના ભાવ સ્થિર, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત 70 ડોલર નીચે પહોંચી

આ પણ વાંચો : ટિકિટ ચેકિંગ ઝુંબેશ હેઠળ નવેમ્બરમાં 6.6 કરોડ રૂપિયાથી વધુ વસુલવામાં આવ્યા, છેલ્લા 10 વર્ષમાં એક મહિનાનો શ્રેષ્ઠ આંકડો 

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">