ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીના માર્કેટ કેપમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એક દિવસ પહેલા કલ્યાણ જ્વેલર્સના શેર બંધ થયા ત્યારે માર્કેટ કેપ રૂ. 54,784.69 કરોડ હતી. જે ટ્રેડિંગ સેશન દરમિયાન રૂ. 50,669.26 કરોડ પર પહોંચી ગયો હતો. આનો અર્થ એ થયો કે એક દિવસમાં કંપનીનું માર્કેટ કેપ રૂ. 4,115.43 કરોડ થયું છે. બીજી તરફ જ્યારે કંપનીના શેર 52 સપ્તાહની ટોચે પહોંચ્યા હતા ત્યારે માર્કેટ કેપ રૂ. 81,957.86 કરોડ હતું. જેમાં લગભગ 3 અઠવાડિયામાં 31,288.6 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.