Jio AirFiber Launch: આવી ગયુ જિયો એરફાઈબર, કેવી રીતે તમે લઈ શકશો કનેક્શન?

Jio AirFiber Launch: Jio AirFiber 550 હાઈ-ડેફિનેશન ડિજિટલ ટીવી ચેનલો અને મનપસંદ શો જોવાની મંજૂરી આપશે. તેનો અર્થ એ કે તમે જ્યારે ઈચ્છો ત્યારે તમારો મનપસંદ શો જોઈ શકશો. આ સિવાય સબ્સ્ક્રાઈબર્સને એક જ જગ્યાએ 16થી વધુ OTT એપ્સનો આનંદ માણવા મળશે.

Jio AirFiber Launch: આવી ગયુ જિયો એરફાઈબર, કેવી રીતે તમે લઈ શકશો કનેક્શન?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 7:18 PM

Jio AirFiber: ગણેશ ચતુર્થીના અવસર પર રિલાયન્સ જિયોએ Jio Air Fiber સેવા શરૂ કરી છે. Jioનું નવું વાયરલેસ કનેક્શન દૂરના વિસ્તારોમાં ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડવામાં મદદ કરશે. આનાથી લોકોને સ્માર્ટ હોમ સર્વિસ અને હાઈ-સ્પીડ ઈન્ટરનેટનો અનુભવ મળશે. હાલમાં આ સેવા 8 શહેરોમાં શરૂ કરવામાં આવી છે. અગાઉ ભારતી એરટેલે વાયરલેસ હોમ કનેક્શન શરૂ કર્યું હતું. થોડા અઠવાડિયા પછી જિયોએ પણ આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે.

Jio Air Fiber સાથે મુકેશ અંબાણીની માલિકીની Reliance Jio ઈન્ડિયાના બ્રોડબેન્ડ માર્કેટમાં વધુ પ્રવેશ કરવા માંગે છે. કંપનીએ નવી વાયરલેસ સેવાને બે વેરિઅન્ટ્સ સાથે લોન્ચ કરી છે – Jio Air Fiber, Jio Air FiberMax. Jioનો દાવો છે કે આ ઉપકરણ ઘરના મનોરંજન માટે સંપૂર્ણ ઉપાય છે. મતલબ કે હવે તમારે ઈન્ટરનેટ, ટીવી, ઓટીટી વગેરે માટે અન્ય કોઈ વસ્તુની જરૂર નહીં પડે.

આ પણ વાંચો: Sabka Sapna Money Money: Overnight Funds આપે છે રોજે રોજનું રિટર્ન, રોકાણ પણ રહેશે સુરક્ષિત, જાણો કેટલુ રોકાણ કરવું

Jio AirFiberના ફીચર્સ

Jio AirFiber 550 હાઈ-ડેફિનેશન ડિજિટલ ટીવી ચેનલો અને મનપસંદ શો જોવાની મંજૂરી આપશે. તેનો અર્થ એ કે તમે જ્યારે ઈચ્છો ત્યારે તમારો મનપસંદ શો જોઈ શકશો. આ સિવાય સબ્સ્ક્રાઈબર્સને એક જ જગ્યાએ 16થી વધુ OTT એપ્સનો આનંદ માણવા મળશે. તમે તેમને વિવિધ ઉપકરણો પર ચલાવી શકશો. Jio AirFiber સબ્સ્ક્રિપ્શન પ્લાનની કિંમત 599 રૂપિયાથી શરૂ થાય છે, જે 3,999 રૂપિયા સુધી જાય છે.

આ તમામ પ્લાન સાથે તમને અનલિમિટેડ ઈન્ટરનેટ ડેટા મળશે. ઈન્ટરનેટ સ્પીડની વાત કરીએ તો 30Mbpsથી 1Gbps સુધી ઝડપી ઈન્ટરનેટ બ્રાઉઝિંગ કરી શકાય છે. જો કે, ઈન્ટરનેટ સ્પીડ તમે કયા ઈન્ટરનેટ પ્લાન માટે સબસ્ક્રાઈબ કર્યું છે તેના પર નિર્ભર રહેશે.

OTT સબ્સ્ક્રિપ્શન મફત

Jio AirFiber સાથે કંપની 14 OTT પ્લેટફોર્મ પર મફત સબ્સ્ક્રિપ્શન આપી રહી છે. આમાં Netflix, Amazon Prime, Hotstar, Jio Cinema, Sony Liv, Hoichoi, Discovery Plus, ALTBalaji, ZEE5, Sun NXT, Lionsgate Play, ShemarooMe, DocuBay, Universal+, EPIC ON અને Eros Now ના નામ સામેલ છે.

આ રીતે તમને Jio AirFiber કનેક્શન મળશે

  1. Jio AirFiber કનેક્શન મેળવવા માટે તમારે 60008-60008 પર મિસ્ડ કોલ આપવો પડશે. આ સિવાય તમે આ નંબર પર વોટ્સએપ દ્વારા પણ બુકિંગ કરાવી શકો છો.
  2. Jio AirFiber કનેક્શનનું બુકિંગ Reliance Jioની સત્તાવાર વેબસાઈટ અને નજીકના Jio સ્ટોર પરથી પણ કરી શકાય છે.
  3. Jio તમારો સંપર્ક કરશે. જેવી સેવા તમારા બિલ્ડિંગ સુધી પહોંચશે, તમને કનેક્શન મળી જશે.
  4. હાલમાં, Jio AirFiber સુવિધા માત્ર અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ અને પૂણેમાં ઉપલબ્ધ હશે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

Vadodara :ગોત્રીમાં અસામાજિકતત્વોએ હથિયારો સાથે વેપારી પર કર્યો હુમલો
Vadodara :ગોત્રીમાં અસામાજિકતત્વોએ હથિયારો સાથે વેપારી પર કર્યો હુમલો
Weather :આજથી ગુજરાતમાંબપોરે ગરમી અને સાંજે-સવારે ઠંડક રહે તેવીસંભાવના
Weather :આજથી ગુજરાતમાંબપોરે ગરમી અને સાંજે-સવારે ઠંડક રહે તેવીસંભાવના
Narmada : શિક્ષકો વચ્ચે થયેલી મારામારીમાં એક શિક્ષકને કરાયો ફરજ મોકૂફ
Narmada : શિક્ષકો વચ્ચે થયેલી મારામારીમાં એક શિક્ષકને કરાયો ફરજ મોકૂફ
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે લાભ થશે
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે લાભ થશે
દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં, ત્રણ દિવસના બાળકના મોત બાદ હોબાળો
દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં, ત્રણ દિવસના બાળકના મોત બાદ હોબાળો
કામરેજ આરોગ્યકેન્દ્રમાં શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video
કામરેજ આરોગ્યકેન્દ્રમાં શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video
ધોરાજી બન્યુ ગંદકીનું શહેર, ઠેર ઠેર કચરો, ઉભરાતી ગટરોથી લોકો પરેશાન
ધોરાજી બન્યુ ગંદકીનું શહેર, ઠેર ઠેર કચરો, ઉભરાતી ગટરોથી લોકો પરેશાન
સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ
સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ
સ્નાતકો માટે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં મળશે મહિને 50000 થી વધુ પગાર
સ્નાતકો માટે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં મળશે મહિને 50000 થી વધુ પગાર
માંગરોળમાં દરિયાના મોજાની મજા માણતો સિંહનો વીડિયો વાયરલ
માંગરોળમાં દરિયાના મોજાની મજા માણતો સિંહનો વીડિયો વાયરલ