Jewellers on Strike : Hallmarking પ્રક્રિયા સામે જ્વેલર્સ આજે હડતાલ પર ઉતરશે, કેટલાક સંગઠનો નહિ જોડાય

જ્વેલર્સે સોનાના દાગીના પર હોલમાર્કિંગ યુનિક આઈડી (Hallmarking Unique ID) એટલે કે HUID સામે વિરોધ કર્યો છે. આજે દેશભરમાં જ્વેલર્સ એક દિવસની હડતાલ પર છે. જ્વેલર્સનું કહેવું છે કે હોલમાર્ક બરાબર છે પરંતુ HUID કોઈપણ સ્વરૂપે સ્વીકારવામાં આવશે નહિ.

Jewellers on Strike  : Hallmarking પ્રક્રિયા સામે જ્વેલર્સ આજે હડતાલ પર ઉતરશે, કેટલાક સંગઠનો નહિ જોડાય
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 8:23 AM

ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી હાઉસહોલ્ડ કાઉન્સિલ (GJC) એ દેશવ્યાપી ‘પ્રતીકાત્મક હડતાલ’ નું એલાન આપ્યું છે. HUID (hallmark unique identification number) સાથે સોનાના દાગીનાના Hallmarkingને મનસ્વીરીતે લાગુ કરવાના સરકારના નિર્ણય સામે આજે આંદોલનનું હથિયાર ઉગામવાની જાહેરાત કરાઈ છે. સરકારે સુવર્ણકારોને મનાવવા પ્રયત્નો પણ કર્યા હતા . ગુજરાતમાં પણ હડતાલનું એલાન કરાયું છે જોકે કેટલાક સંગઠનોએ હડતાલમાં નહિ જોડાવાની પણ જાહેરાત કરી છે.

જ્વેલર્સે સોનાના દાગીના પર હોલમાર્કિંગ યુનિક આઈડી (Hallmarking Unique ID) એટલે કે HUID સામે વિરોધ કર્યો છે. આજે દેશભરમાં જ્વેલર્સ એક દિવસની હડતાલ પર છે. જ્વેલર્સનું કહેવું છે કે હોલમાર્ક બરાબર છે પરંતુ HUID કોઈપણ સ્વરૂપે સ્વીકારવામાં આવશે નહિ. જ્વેલર્સના નેશનલ ટાસ્ક ફોર્સે એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા દેશમાં હોલ માર્કિંગ પ્રક્રિયાના મનસ્વી અમલના વિરોધમાં જ્વેલર્સ આજે 23 ઓગસ્ટ, 2021 ના ​​રોજ સાંકેતિક હડતાલ પર ઉતરશે.

HUID શું છે? HUID એટલે હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન. આ એક અલગ ઓળખ બનાવવા માટે જ્વેલરીના દરેક ભાગ પર 6 અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ લાગુ પડે છે. જેમ ભારતમાં દરેક વ્યક્તિનો આધાર નંબર અલગ હોય છે, તેમ દરેક જ્વેલરી પીસ પાસે HUID હોય છે. 16 જૂનથી દેશના 256 જિલ્લાઓમાં હોલ માર્ક જ્વેલરી વેચવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે પરંતુ તેની સાથે HUID દાખલ કરવામાં આવ્યું છે . HUID પાસે જ્વેલરીની તમામ માહિતી હશે જેમ કે તેના ઉત્પાદક કોણ છે, તેનું વજન શું છે, જ્વેલરી શું છે? કોને વેચવામાં આવ્યા હતા વગેરે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

આપને જણાવી દઇએ કે દેશભરમાં 15મી જૂનથી 14, 18 અને 22 કેરેટના સોનાના ઘરેણા પર BIS હોલમાર્કિંગ ફરજિયાત કરાયું છે. એટલે કે હવે જ્વેલર્સ હોલમાર્કિંગ વગરની સોનાની જ્વેલરી નહીં વેચી શકે. કેન્દ્ર સરકારની નવી વ્યવસ્થાથી ગ્રાહકોના હિતની રક્ષા થશે. અને સોનાની ખરીદીમાં ગ્રાહકો સાથે થતી છેતરપિંડીથી અટકાવી શકાશે.

દેશમાં પ્રથમ તબક્કામાં જ્યાં હોલમાર્કિંગની વ્યવસ્થા છે તેવા 256 જિલ્લામાં નવો કાયદો અમલી કરાયો છે. વાણિજ્ય અને ઉપભોક્તા પ્રધાને સ્પષ્ટતા કરી હતી કે સપ્ટેમ્બર 2021 સુધીના જૂના સ્ટોક પર પેનલ્ટી નહીં લાગે તથા જૂનો સ્ટોક જપ્ત નહીં કરાય. સાથે જ જ્વેલર્સે એક વખત રજીસ્ટ્રેશન કરાવવું પડશે, અને રિન્યુની માથાકૂટ રહેશે નહિ.

હડતાલમાં ભાગલા પડયા હડતાલ મામલે અલગ અલગ વિચાર સામે આવ્યા છે. સુવર્ણકારોના કેટલાક સંગઠન હડતાલ થકી સરકારને કડક સંદેશ આપવાનો મત ધરાવી રહ્યા છે તો કેટલાક સંગઠન આવા મામલે વુંવાદ નહિ પણ વાતચીત સરળ અને યોગ્ય માર્ગ હોવાનું જણાવી રહ્યા છે

આ પણ વાંચો :  ગુજરાતમાં તૈયાર થઇ રહેલું ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શું છે ? જાણો તેની વિશેષતાઓ

આ પણ વાંચો : Gold Hallmarking મામલે જવેલર્સે સરકાર સામે બાંયો ચઢાવી , 23 ઓગસ્ટે સુવર્ણકારોએ હડતાલનું એલાન અપાયું

ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
g clip-path="url(#clip0_868_265)">