AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં તૈયાર થઇ રહેલું ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શું છે ? જાણો તેની વિશેષતાઓ

આ એક્સચેન્જ ભારતમાં સોનાની આયાત માટે મોટા પ્રવેશ દ્વાર તરીકે ગણવામાં આવશે. એવું માનવામાં આવે છે કે હવે દેશમાં જે પણ સોનું આયાત કરવામાં આવશે તે આ એક્સચેન્જ હેઠળ આવશે.

ગુજરાતમાં તૈયાર થઇ રહેલું ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શું છે ? જાણો તેની વિશેષતાઓ
symbolic image
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 7:52 PM
Share

ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું પાયલોટ રન ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. 1 ઓક્ટોબર 2021 ના રોજ જ્યારે IFSCA ની સ્થાપના થશે તે દિવસ એક્સચેન્જ ઓથોરિટીના બુલિયન એક્સચેન્જ 2020 હેઠળ આવશે. આ અંગે 11 ડિસેમ્બર 2020 ના રોજ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જ્યારે ફેબ્રુઆરી 2020 માં સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે તે સમયે આ એક્સચેન્જની જાહેરાત કરવામાં આવી હતી.

સોનાની આયાતમાં મોટી ભૂમિકા રહશે આ એક્સચેન્જ ભારતમાં સોનાની આયાત માટે મોટા પ્રવેશ દ્વાર તરીકે ગણવામાં આવશે. એવું માનવામાં આવે છે કે હવે દેશમાં જે પણ સોનું આયાત કરવામાં આવશે તે આ એક્સચેન્જ હેઠળ આવશે. ભારતમાં સોનાનો વપરાશ સૌથી વધુ છે. તેથી આ એક્સચેન્જને એક મહત્વપૂર્ણ પગલું ગણાવી રહ્યું છે અને અહીં નક્કી કરેલા ભાવ સોનાની કિંમત નક્કી કરશે જે આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુસંગત હશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એક્સચેન્જ પછી સોનાના યોગ્ય ભાવ નક્કી કરવામાં આવશે. અત્યારે અલગ અલગ રીતે સોનાની આયાત થાય છે. ભારત સોનાનો સૌથી મોટો આયાતકાર દેશ છે. આનાથી દુબઇથી ભારતમાં સોનાના વેપારનો મોટો હિસ્સો શિફ્ટ થવાની ધારણા છે. આ પ્રકારના એક્સચેન્જ લંડન, શાંઘાઈ અને તુર્કીમાં પણ છે. આ એક્સચેન્જ સોનાના ભાવ દુનિયામાં શું ચાલી રહ્યું છે તેના પર પણ નજર રાખશે.

શેરની જેમ સોનામાં થશે ટ્રેડિંગ ગોલ્ડ એક્સચેન્જ આવ્યા બાદ સોનાનો વેપાર સ્ટોકની જેમ શરૂ થશે. અગાઉ કેટલાક કામ આઉટસોર્સ થવાના હતા પરંતુ હવે નક્કી કરવામાં આવ્યું છે કે બધું જ સેબીની દેખરેખ હેઠળ કરવામાં આવશે. ગોલ્ડ એક્સચેન્જ પર વેપાર થશે. એવું માનવામાં આવે છે કે ગોલ્ડ એક્સચેન્જના અસ્તિત્વ સાથે કિંમત અને ગુણવત્તા સંબંધિત પારદર્શિતા વધશે.

એક રિપોર્ટ અનુસાર ટ્રેડિંગ કંપની સૌથી પહેલા સોનું વોલ્ટમાં એક્સચેન્જ પર જમા કરાવશે. ત્યારબાદ વોલ્ટ મેનેજર સોનાના બદલે ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR) આપશે. EGR એક્સચેન્જ પર લિસ્ટ થવા માટે સક્ષમ હશે એટલે કે EGR ખૂબ મહત્વનું હશે અને તેના દ્વારા તમે ટ્રેડ કરી શકશો. લિસ્ટિંગ બાદ EGR ને શેરની જેમ વેપાર કરવામાં આવશે. EGR ના ક્લીયરિંગ અને સેટલમેન્ટનું કામ શેરની જેમ કરવામાં આવશે. લોટ 5 ગ્રામથી 1 કિલો સુધી ઉપલબ્ધ હશે જેમાં વેપાર કરી શકાશે.

ભારતમાં 22,000 ટન સોનું આ એક્સચેન્જ બાદ ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ પણ આવનાર છે જેના નિયમનકાર સેબી હશે. બાકીના વિશ્વની નજર પણ આ એક્સચેન્જ પર રહેશે. એક અંદાજ મુજબ હાલના સમયે ભારતીય ઘરોમાં લગભગ 22,000 ટન સોનું પડેલું છે જે નિષ્ક્રિય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ભારત વાર્ષિક 800-900 ટન સોનાનો વપરાશ કરે છે.આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જમાં દેશભરમાં સોનાના સમાન ભાવો હોવાની અપેક્ષા છે. આજે સોનાના ભાવ રાજ્ય પ્રમાણે અલગ અલગ છે. આ એક્સચેન્જ માટે અમદાવાદ નજીક ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (GIFT) સિટીની પસંદગી કરવામાં આવી છે.

શું છે યોજના? ભારતમાં સોનાના ઊંચા વપરાશને કારણે સરકારે આ એક્સચેન્જ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. IFSCA બુલિયન એક્સચેન્જના નિયમનકાર તરીકે પણ કામ કરશે. વર્ષ 2019 માં ભારતમાં લગભગ 700 ટન સોનાનો વપરાશ થયો હતો. દેશની તમામ મોટી બેંકો, ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડ ફંડ (ETF), MMTC જેવી સરકારી એજન્સીને બુલિયન એક્સચેન્જનું સભ્યપદ આપવામાં આવશે. મોટા જ્વેલર્સને સબ ડીલરશીપ આપી શકાય છે. રત્નો અને આભૂષણોના નિકાસકારો અને બુલિયન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કોરોના મહામારીને કારણે સોનાના ભાવ સતત બદલાતા રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન સોનાની કોઈ માંગ ન હતી છતાં ઉતાર – ચઢાવ દેખાયો હતો. કિંમતો અમેરિકા અને અન્ય આંતરરાષ્ટ્રીય સટોડિયાઓ દ્વારા સોનાની ખરીદી અને વેચાણ દ્વારા નક્કી કરવામાં આવે છે જેનો ભારત સાથે કોઈ સંબંધ નથી.

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">