ITR Filing : FY 2020-21 માટે 4.43 કરોડ IT રિટર્ન ફાઈલ થયા, વહેલી તકે આ સરળ સ્ટેપ્સ અનુસરી તમારું રિટર્ન ફાઈલ કરો

જો તમે હજુ સુધી તમારું ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કર્યું નથી તો શક્ય તેટલું જલ્દી કરો. અન્યથા તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

ITR Filing : FY 2020-21 માટે 4.43 કરોડ IT રિટર્ન ફાઈલ થયા, વહેલી તકે આ સરળ સ્ટેપ્સ અનુસરી તમારું રિટર્ન ફાઈલ કરો
Income Tax Return (ITR) Filing
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 7:03 AM

Income Tax Return (ITR) Filing: આવકવેરા(Income Tax) વિભાગે રવિવારે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21 માટે 25 ડિસેમ્બર સુધી, 4.43 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. તેમાં 25 ડિસેમ્બરે 11.68 લાખથી વધુ આવકવેરા રિટર્નનો પણ સમાવેશ થાય છે. એક ટ્વીટમાં આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે ફાઇલ કરાયેલ કુલ રિટર્નમાંથી 2.41 કરોડથી વધુ ITR-1 અને લગભગ 1.09 કરોડ ITR-4 છે. આ રિટર્ન નાણાકીય વર્ષ 2020-21 (આકારણી વર્ષ 2021-22) માટે ફાઇલ કરવામાં આવ્યા છે.

ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે 25 ડિસેમ્બર, 2021 સુધી કુલ 4,43,17,697 ITR ફાઇલ કરવામાં આવ્યા છે જેમાંથી 11,68,027 ITR એ જ દિવસે ફાઇલ કરવામાં આવ્યા હતા.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

વિભાગે કરદાતાઓને એસએમએસ અને ઈમેલ મોકલીને સમયસર રિટર્ન ફાઈલ કરવાનું યાદ અપાવ્યું છે. વ્યક્તિગત ITR ફાઇલ કરવાની વિસ્તૃત સમયમર્યાદા 31 ડિસેમ્બરે સમાપ્ત થાય છે.

જો તમે હજુ સુધી તમારું ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કર્યું નથી તો શક્ય તેટલું જલ્દી કરો. અન્યથા તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નવા પોર્ટલ પર ITR કેવી રીતે ફાઇલ કરવું તે પણ જાણો કારણ કે પદ્ધતિઓ બદલાઈ ગઈ છે. નવું પોર્ટલ પહેલા કરતા વધુ સરળ છે અને એકવાર તમે લોગીન થઈ જાઓ તો રિટર્ન ફાઈલ કરવામાં કોઈ સમસ્યા નહીં રહે. ચાલો જાણીએ કે પોર્ટલ પર ITR કેવી રીતે ફાઇલ કરવું.

આ સ્ટેપ્સને અનુસરો

  • IT રિટર્ન ફાઈલ કરવા માટે તમારે પહેલા https://www.incometax.gov.in/ આ લિંક પર જવું પડશે.
  • ટેક્સ પોર્ટલ પર લોગિન કરવા માટે ‘Option’ પસંદ કરવાનું રહેશે.
  • વિકલ્પોમાં તમારું USER ID દાખલ કરો, PAN નંબર દાખલ કરો અને continue પર ક્લિક કરો.
  • હવે તમને સિક્યોર એક્સેસ મેસેજ મળશે તેની પુષ્ટિ કરો. તે પછી continue પર ક્લિક કરો.
  • જો તમે 6 અંકના OTP ટેક્સ્ટ મેસેજ અથવા વૉઇસ કૉલ વિકલ્પ પસંદ કરો.
  • OTP રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા ઇમેઇલ ID પર મળેવી તેને દાખલ કરો અને લોગિન કરો.
  • હવે તમે આવકવેરા ઇ-ફાઇલિંગ ડેશબોર્ડ જોશો.
  • આ પછી તમે અહીં ટેક્સ ફાઇલિંગનું કામ શરૂ કરી શકો છો.

આ પણ વાંચો :  KUTCH : અદાણી ટ્રાન્સમિશનને ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ઇવેક્યુએશન સિસ્ટમ્સનો 35 વર્ષનો પ્રોજેક્ટ મળ્યો

આ પણ વાંચો : High Return Stock : આ શેરે રોકાણકારોના 1 લાખ રૂપિયાને માત્ર 9 મહિનામાં બનાવ્યા 52 લાખ, જાણો સ્ટોક અને કંપની વિશે સંપૂર્ણ માહિતી

g clip-path="url(#clip0_868_265)">