KUTCH : અદાણી ટ્રાન્સમિશનને ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ઇવેક્યુએશન સિસ્ટમ્સનો 35 વર્ષનો પ્રોજેક્ટ મળ્યો
Adani Transmission Ltd : અદાણી ગુજરાતના ખાવડામાંથી લગભગ 3 GW રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરવા તૈયાર છે. આ પ્રોજેક્ટ દેશના સૌથી મોટા સોલાર અને વિન્ડ ફાર્મમાંથી એક હશે.
KUTCH : અદાણી ગ્રૂપની પાવર ટ્રાન્સમિશન કંપની અને ખાનગી ક્ષેત્રની પાવર ટ્રાન્સમિશન કંપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડે (Adani Transmission Ltd (ATL)શુક્રવારે જાહેરાત કરી હતી કે તેને ખાવડા-ભુજ ટ્રાન્સમિશન લિમિટેડ (Khavda-Bhuj Transmission Ltd) હેઠળ રિન્યુએબલ એનર્જી (Renewable Energy)ઇવેક્યુએશન સિસ્ટમ્સના સંપાદન માટેનો હેતુ પત્ર મળ્યો છે.
કંપનીની અખબારી યાદીમાં જણાવાયું છે કે ATLએ ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બિડિંગ (TBCB) માંથી રિન્યુએબલ એનર્જી ઇવેક્યુએશન સિસ્ટમ્સ હસ્તગત કરવાની બિડ જીતી છે. વધુમાં કહેવામાં આવ્યું હતું કે કંપની હવે ગુજરાતમાં 35 વર્ષ સુધી ટ્રાન્સમિશન પ્રોજેક્ટ બનાવવા, માલિકી, સંચાલન અને જાળવણી કરવા તૈયાર છે.
અદાણી ગુજરાતના ખાવડામાંથી લગભગ 3 GW રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરવા તૈયાર છે. આ પ્રોજેક્ટ દેશના સૌથી મોટા સોલાર અને વિન્ડ ફાર્મમાંથી એક હશે.
કંપનીની અખબારી યાદીમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ પ્રોજેક્ટ હાંસલ કરવાથી તેમને 2022 સુધીમાં બધા માટે વીજળી પ્રાપ્ત કરવાના ભારત સરકારના અભિયાનમાં યોગદાન આપવામાં પણ મદદ મળશે.
આ અંગે અદાણી ટ્રાન્સમિશન લિમિટેડના MD અને CEO અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે ગુજરાતના ખાવડા ખાતે સ્થાપવામાં આવી રહેલા સૌથી મોટા રિન્યુએબલ એનર્જી હબમાંના એક સાથે જોડાયેલ પ્રથમ ઈવેક્યુએશન સિસ્ટમ સાથે જોડાયેલા હોવાનો અમને આનંદ છે. રાજ્યમાંથી પુનઃપ્રાપ્ય ઊર્જા (Renewable Energy)ના નિષ્કર્ષણ માટે ભારત સરકાર દ્વારા આયોજિત કેટલાક ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સમાં આ પ્રોજેક્ટ અમલમાં મૂકાયેલો સૌપ્રથમ હશે. ખાનગી ક્ષેત્રમાં પાવર ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં ATL પહેલેથી જ અગ્રણી છે અને આ પ્રોજેક્ટ ગુજરાતમાં અમારી હાજરીને વધુ મજબૂત કરશે.
આ પણ વાંચો : દરિયામાં માછીમારને સાપ કરડતા જીવ જોખમાયો, કોસ્ટગાર્ડ મદદે આવતા માછીમારનો જીવ બચ્યો
આ પણ વાંચો : Sainik School Recruitment 2022: સૈનિક સ્કૂલમાં ઘણી જગ્યાઓ માટે ભરતી, 10 પાસ પણ કરી શકે અરજી