AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITR Filing: નવું ઇન્કમ ટેક્સ પોર્ટલ આજે સવારે 10 વાગ્યા સુધી કામ કરશે નહીં, જાણો કઈ સુવિધાઓ પ્રભાવિત થશે?

મેન્ટેનન્સ એક્ટિવિટી માટે થોડા સમય માટે વેબસાઇટ બંધ કરવી સામાન્ય છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) પણ RTGS, NEFT વગેરે સેવાઓ માટે સમયાંતરે આ પ્રકારની એલર્ટ જારી કરે છે.

ITR Filing: નવું ઇન્કમ ટેક્સ પોર્ટલ આજે સવારે 10 વાગ્યા સુધી કામ કરશે નહીં, જાણો કઈ સુવિધાઓ પ્રભાવિત થશે?
The new income tax portal will not work till 10 am today
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 6:52 AM
Share

શું તમે પણ આવકવેરા વિભાગની નવી આવકવેરા પોર્ટલ વેબસાઈટ દ્વારા ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાનું વિચારી રહ્યા છો? તો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. આવકવેરા વિભાગની નવી વેબસાઇટ એક નિશ્ચિત સમય માટે બંધ રહેશે. મેન્ટેનન્સના કારણે આ વેબસાઇટ આજે રવિવારે સવારે 10 વાગ્યા સુધી કામ કરી શકાશે નહીં.

નવી આવકવેરાની વેબસાઈટ ખોલવા પર એક નોટિસ લખવામાં આવી રહી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, “સાવધાન: મેન્ટેનન્સ એક્ટિવિટીના કારણે વેબસાઇટ રવિવારે સવારે 10 વાગ્યા સુધી કામ કરશે નહીં.”

આ તમામ કામોને અસર થશે આ દરમિયાન તમારે ITR ફાઈલ કરવાની, પોતાને કાનૂની વારસદાર તરીકે રજીસ્ટર કરાવવાની, ટેક્સ રિટર્નની ચકાસણી માટે તમારી ડિજિટલ હસ્તાક્ષર નોંધણી કરવી, તમારું ફોર્મ 26AS ડાઉનલોડ કરવું અને નવી ઈ-ફાઈલિંગ વેબસાઈટ સહિત અન્ય કાર્યોની જરૂર પડશે તો તમારે તેને એક્સેસ કરી શકશો નહીં.

મેન્ટેનન્સ એક્ટિવિટી માટે થોડા સમય માટે વેબસાઇટ બંધ કરવી સામાન્ય છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) પણ RTGS, NEFT વગેરે સેવાઓ માટે સમયાંતરે આ પ્રકારની એલર્ટ જારી કરે છે.

ઇન્ફોસિસ દ્વારા તૈયાર કરાઈ છે વેબસાઈટ આવકવેરા વિભાગના નવા પોર્ટલમાં લોકોને શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. નવું પોર્ટલ www.incometax.gov.in ભારતીય IT કંપની Infosys દ્વારા ડેવલોપ કરવામાં આવ્યું છે. તેને સાત જૂને લોન્ચ કરવામાં આવી હતી. લોકોને પડતી મુશ્કેલીઓને કારણે સરકારે ITR ફાઇલ કરવાની સમયમર્યાદા પણ લંબાવી હતી.

ITR કઈ રીતે e-Verify કરી શકાય? નાણા મંત્રાલયે હવે આવકવેરા વિભાગ દ્વારા શરૂ કરાયેલી ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ (Faceless Assessment Scheme) હેઠળ સબમિટ કરેલા ઈ-રેકોર્ડ્સના પ્રમાણીકરણ નિયમોને વધુ સરળ બનાવી દીધા છે. હવે ઇન્કમ ટેક્સ પોર્ટલ પર કરદાતાના રજિસ્ટર્ડ એકાઉન્ટમાંથી સબમિટ કરાયેલા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સને ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ (EVC) મારફતે કરદાતા દ્વારા પ્રમાણિત ગણવામાં આવશે.

ઇન્કમ ટેક્સ રિટર્ન ચકાસવાની રીતો તમે તમારા ITR ને ઓનલાઈન તેમજ ઓફલાઈન પણ ચકાસી શકો છો. એકવાર તમારું ITR ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર અપલોડ થઈ જાય પછી IT વિભાગ તમને તમારા ITR ને ચકાસવા માટે 120 દિવસનો સમય આપે છે. જો તે આ સમયગાળા દરમિયાન વેરિફિકેશન પૂર્ણ ન થાય તો IT કાયદા મુજબ તમારી ટેક્સ ફાઇલિંગ અમાન્ય રહેશે.

ITR વેરિફિકેશન કેવી રીતે કરી શકાય? >> ઇ-વેરિફિકેશન પ્રક્રિયા માટે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર ‘ઇ-વેરીફાઇ રિટર્ન્સ’ ક્વિક લિંક પર ક્લિક કરો.? >> પછી PAN, આકારણી વર્ષ વગેરે જેવી જરૂરી માહિતી ભરો. >> હવે ‘E-Verify’ પર ક્લિક કરો. >> આ પછી તમે તમારો ઈ-વેરિફિકેશન કોડ (EVC) જનરેટ થશે.

આ પણ વાંચો :  ICICI Bank Q2 Results: બીજા ક્વાર્ટરમાં પ્રોફિટમાં આવ્યો 25 ટકાનો ઉછાળો, કુલ 6,092 કરોડની કમાણી

આ પણ વાંચો : પાવર સેક્ટરને બચાવવા માટે પાવર મંત્રાલયે જાહેર કર્યા નવા નિયમો, નાણાકીય બોજ ઘટાડવામાં મળશે મદદ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">