દારૂ સાથે ચખના તરીકે સૌથી વઘુ ખવાય છે, જેનો વ્યવસાય વર્ષે દહાડે 6 લાખ કરોડનો છે
શહેરીકરણ અને પશ્ચિમી જીવનશૈલીના પ્રભાવને કારણે કેટલીક હળવી ખાદ્યચીજ ઉત્પાદનોની માંગ વધતી રહે છે. વધતા જતા ઈ-કોમર્સ ક્ષેત્ર અને વ્યાપક છૂટક વિતરણે આ ખાદ્ય ઉત્પાદનોની પહોંચને વધુ વિસ્તૃત કરી છે. જેના કારણે તે નાના ગામડાઓમાં પણ હવેથી સરળતાથી ઉપલબ્ધ બની ગયા છે.

જો તમે દારૂનું સેવન કરો છો, તો તમે કદાચ કોઈ સમયે સીંગદાણાનો ઉપયોગ ચખના તરીકે જરૂરથી કર્યો હશે. દારૂ સાથે સૌથી લોકપ્રિય ચખના મગફળી- સીગદાણા છે, કારણ કે તેની કિંમત સૌથી ઓછી હોય છે. તે ફક્ત 5 કે 10 રૂપિયાની કિંમતે પેકેટમાં સરળતાથી મળે છે. પરંતુ આજે અમે તમને જે બાબત જણાવવા જઈ રહ્યા છીએ તે એવી વાત તમે ભાગ્યે જ જાણતા હશો.
શું તમે જાણો છો કે મગફળી-સીંગદાણા બજાર કેટલું મોટું છે? જો તમને ખબર નથી, તો ચાલો અમે તમને સંપૂર્ણ વિગતો આપીએ. 2024 સુધીમાં, મગફળી-સીંગદાણાનુ ભારતીય બજારનું મૂલ્ય આશરે $7.45 બિલિયન (આશરે ₹6 લાખ કરોડ) હોવાનો અંદાજ હતો, અને તે વધુ ઝડપથી વધી રહ્યું છે. તો, ચાલો જાણીએ કે આ બજાર આટલું મોટું કેમ છે.
સતત વધતી માંગ
માર્કેટ એન્ડ ડેટા રિસર્ચના અહેવાલ મુજબ, ભારતીય મગફળી-સીંગદાણાનું બજાર નાણાકીય વર્ષ 2025 થી નાણાકીય વર્ષ 2032 સુધી આશરે 11.21 % ના CAGR ના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે. આ તો થઈ ડેટાની વાત. હવે એ વાત જાણીએ કે, દારુ સાથે ચખના તરીકે વપરાશ થવા ઉપરાંત એવા કયા કયા કારણો છે કે જે મગફળી-સીંગદાણા બજારમાં તેજી લાવી રહ્યાં છે. મગફળી-સીંગદાણા બજારના વિકાસ માટે અનેક કારણો છે. ખરેખર તો ભારતમાં મગફળી-સીંગદાણાનો વપરાશકર્તા એટલા માટે ઉપયોગ કરે છે કે, તે પ્રોટીનયુક્ત છે. ઓછી ચરબીવાળા અને કુદરતી ઉત્પાદનોને વધુને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે. જે મગફળી-સીંગદાણા બજારમાં ઝડપી વૃદ્ધિને આગળ ધપાવી રહ્યું છે.
વધતી માંગનું કારણ શું છે?
શહેરીકરણ અને પશ્ચિમી જીવનશૈલીના પ્રભાવથી મગફળી-સીંગદાણા જેવા ઉત્પાદનોની માંગ વધી રહી છે. વધતા ઈ-કોમર્સ ક્ષેત્ર અને વ્યાપક છૂટક વિતરણને કારણે મગફળી-સીંગદાણાના ઉત્પાદનની પહોંચ ગ્રાહકો સુધી વધુ વિસ્તૃત કરી છે, જેના કારણે તે નાના ગામડાઓમાં પણ સરળતાથી ઉપલબ્ધ બને છે. આ બજારમાં ઘણા ખેલાડીઓ છે, જેમ કે ક્રિસ્પી ક્રન્ચી પીનટ. આ હાલમાં બજારમાં સૌથી લોકપ્રિય સેગમેન્ટમાંનું એક છે, અને તેની માંગ વધવાની અપેક્ષા છે.
આવકમાં ઝડપી વૃદ્ધિ
પીનટ બટર બજારના વિકાસથી પણ નોંધપાત્ર આવક વૃદ્ધિ થઈ છે. 2021 માં, ક્રન્ચી સેગમેન્ટનો બજાર આવકમાં 45 % થી વધુ હિસ્સો હતો. ક્રન્ચી પીનટ બટરના વપરાશમાં વધારો અને આ ઉત્પાદન માટે વધતી જતી પસંદગીને કારણે તેનો બજાર હિસ્સો વધુ વધ્યો છે. ક્રન્ચી પીનટ બટર થોડું સ્વસ્થ હોય છે, જેમાં ક્રીમી બટર કરતાં ઓછી સંતૃપ્ત ચરબી અને વધુ ફાઇબર હોય છે.
આ પણ વાંચોઃ બીયર, વાઇન અને વોડકાને પાછળ મૂકીને વ્હિસ્કીનું રાજ ! આંકડાઓ વાંચીને તમે પણ ચોંકી જશો