IPO : આજથી ત્રણ કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની તક , જાણો IPO ની ઓફર અને કંપનીની યોજનાઓ વિશે વિગતવાર

Shyam Metalics and Energy Ltd  909 કરોડ એકત્રિત કરવા , Sona Comstar 5550 કરોડ રૂપિયા માટે અને Navoday Enterprises 43 કરોડ માટે IPO લઇ આવી રહ્યા છે 

IPO : આજથી ત્રણ કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની તક , જાણો IPO ની ઓફર અને કંપનીની યોજનાઓ વિશે વિગતવાર
Today 4 IPO's are bringing investment opportunity
Follow Us:
| Updated on: Jun 14, 2021 | 8:31 AM

આજે રોકાણમાટેની ઉત્તમ તક આવી છે. કોરોનાની બીજી લહેરની અસર ધીમે ધીમે ઓછી થતા બજારમાં રોનક દેખાવા લાગી છે. આજે ત્રણ IPO ખુલી રહ્યા છે.  Shyam Metalics and Energy Ltd  909 કરોડ એકત્રિત કરવા , Sona Comstar 5550 કરોડ રૂપિયા માટે અને Navoday Enterprises 43 કરોડ માટે IPO લઇ આવી રહ્યા છે

Shyam Metalics and Energy Ltd IPO  કોલકાતા સ્થિત સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કંપની શ્યામ મેટાલિક્સ અને એનર્જી લિ.(Shyam Metalics and Energy Ltd) રૂ 909 કરોડ એકત્રિત કરવા માટે 14 જૂને પોતાનો IPO લોન્ચ કરશે. આ આઈપીઓ આજે 14 જૂનના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને રોકાણકારો 16 જૂન સુધી સબ્સ્ક્રાઇબ કરી શકશે. આ આઈપીઓ માટે કંપનીએ ઇશ્યૂ પ્રાઈસ 303-306 રૂપિયાના પ્રાઇસ બેન્ડમાં નક્કી કરી છે. તેની લોટ સાઇઝ 48 શેર છે.

આ પબ્લિક ઇશ્યૂ માટે કંપની રૂ. 657 કરોડના ફ્રેશ ઇક્વિટી શેર જારી કરશે જ્યારે પ્રમોટર્સ અને હાલના રોકાણકારો ઓફર ફોર સેલ (OFS) દ્વારા રૂ. 252 કરોડના શેર આપશે. કંપની આ આઈપીઓ દ્વારા ઉભા કરેલા રૂ 657 કરોડનો ઉપયોગ પોતાના અને તેની સહયોગી કંપની SSPLનું દેવું ચૂકવવા માટે કરશે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

IPO size: Rs. 909 crore Offer period: June 14- June 16, 2021 Bid lot- 45 shares Price band- Rs. 303- 306

પશ્ચિમ બંગાળના મંગલપુર ખાતે ઓડિશાના સંભલપુર અને જમુરિયામાં હાલમાં કંપનીના 3 સ્ટીલ ઉત્પાદક એકમો છે. કંપની દર વર્ષે 57 લાખ ટનથી વધુ સ્ટીલનું ઉત્પાદન કરે છે. આ સિવાય કંપની પાસે 227 મેગાવોટની ક્ષમતાવાળા પાવર પ્લાન્ટ પણ છે.

આ ઉપરાંત, શ્યામ મેટાલિક્સ પશ્ચિમ બંગાળના પકુરિયા ખાતે એલ્યુમિનિયમ ફોઇલ રોલિંગ મિલ સ્થાપિત કરશે, જે આ વર્ષના અંત સુધીમાં કાર્યરત થવાની સંભાવના છે.

Sona Comstar IPO 

ઓટોમોબાઈલ કંપનીઓના સ્પેરપાર્ટ્સ નિર્માતા Sona BLW Precision Forgings (Sona Comstar) નો IPO આજે ખુલ્યો છે. આ આઈપીઓ આજથી 16 જૂન સુધી સબ્સ્ક્રાઇબ કરી શકાશે. કંપનીના જણાવ્યા મુજબ આ આઈપીઓનું કદ 5,550 કરોડ રૂપિયા છે. તેમાંથી 300 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે. બીજીતરફ Blackstone Group Inc સાથે જોડાયેલ Singapore VII Topco III Pte Ltd 5,250 કરોડના શેરનું વેચાણ કરશે.

IPO size: Rs.5,550 crore Offer period: June 14- June 16, 2021 Issue Price : 285-291 shall be: At BSE NSE

Navoday Enterprises IPO માં પણ રોકાણની તક  માર્કેટિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની નવોદય એન્ટરપ્રાઇઝ (Navoday Enterprises)પણ રૂ. 46.08 કરોડ એકત્ર કરવા માટે 14 જૂને પોતાનો આઈપીઓ લોન્ચ કરશે. રોકાણકારોઆજથી  17 જૂન સુધી સબ્સ્ક્રાઇબ કરી શકશે. આ આઈપીઓ માટે કંપનીએ શેર દીઠ 20 રૂપિયા ઇશ્યૂ ભાવ નક્કી કર્યા છે. 34 લાખ રૂપિયાના શેરો માર્કેટ ઉત્પાદકો માટે અનામત છે અને સબસ્ક્રિપ્શન માટે રૂ 43.68 કરોડના શેરો જારી કરવામાં આવશે.

IPO size: Rs. 46.08 crore Offer period: June 14- June 17, 2021 Issue Price : 20 shall be: At BSE SME

Latest News Updates

પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">