IPO NEWS : શાર્ક ટેન્ક જજ નમિતા થાપર સહિત 3 કંપનીઓ કમાણીની તક લાવી, જાણો યોજનાઓ વિશે

|

Jul 03, 2024 | 10:16 AM

IPO NEWS : IPOમાં રોકાણ કરનારાઓ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. સ્ટીલ વાયર નિર્માતા બંસલ વાયર ઈન્ડસ્ટ્રીઝથી લઈને નમિતા થાપરની એમક્યોર ફાર્મા અને અન્ય કંપની આજે તેમના આઈપીઓ લોન્ચ કરવા જઈ રહી છે.

IPO NEWS :  શાર્ક ટેન્ક જજ નમિતા થાપર સહિત 3 કંપનીઓ કમાણીની તક લાવી, જાણો યોજનાઓ વિશે

Follow us on

IPO NEWS : IPOમાં રોકાણ કરનારાઓ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. સ્ટીલ વાયર નિર્માતા બંસલ વાયર ઈન્ડસ્ટ્રીઝથી લઈને નમિતા થાપરની એમક્યોર ફાર્મા અને અન્ય કંપની આજે તેમના આઈપીઓ લોન્ચ કરવા જઈ રહી છે.

તેથી, જે રોકાણકારો આ IPOમાં રોકાણ કરવા માગે છે, તેઓએ આજે ​​જ નાણાંનું રોકાણ કરવા માટે તૈયાર રહેવું જોઈએ કારણ કે IPOની સબ્સ્ક્રિપ્શન વિન્ડો ખુલી છે. આવો, ચાલો જાણીએ કે આજે બુધવારે કઈ કંપનીઓ IPO ઓફર કરશે સહીત

Bansal Wire Industries IPO

બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝનો IPO 3જી જુલાઈ 2024ના રોજ ખલુંય બાદ અને 5મી જુલાઈ 2024ના રોજ બંધ થશે. ઇશ્યૂની કિંમત ₹243 થી ₹256 વચ્ચે છે. લોટ સાઈઝ 58 શેરની છે અને ઈશ્યુ સાઈઝ ₹745 કરોડ છે. સબ્સ્ક્રિપ્શન વિગતો હજી ઉપલબ્ધ નથી.

દૂધ-કેળા સાથે ખાવાથી થાય છે આ 7 ગજબના ફાયદા, જાણો અહીં
Knowledge : ગુજરાતનું આ શહેર દેશનું સૌથી સસ્તું શહેર
ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવે પત્ની સાથે રોમેન્ટિક તસવીરો કરી શેર
તુલસીના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી શરીરમાં થાય છે આ ચમત્કારિક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 08-07-2024
સોમવારે ભૂલથી પણ ન કરતાં આ 7 કામ, કષ્ટથી ઘેરાઈ જશે જિંદગી !

Chittorgarh.com મુજબ 3 જુલાઈ, 2024ના રોજ સવારે 06:03 વાગ્યા સુધીમાં, બંસલ વાયર IPOનો GMP ₹66 છે. ₹256ના પ્રાઇસ બેન્ડ સાથે, બંસલ વાયર IPOની અંદાજિત લિસ્ટિંગ કિંમત ₹322 (કેપ કિંમત + આજની GMP) છે. શેર દીઠ અપેક્ષિત નફા/નુકશાનની ટકાવારી 25.78% છે.

Emcure Pharma IPO

નમિતા થાપરની કંપની Emcure Pharma IPO સબસ્ક્રિપ્શન માટે 3 જુલાઈ, 2024ના રોજ ખુલી છે અને 5 જુલાઈ, 2024ના રોજ બંધ થશે. ઈશ્યુની કિંમત ₹960 થી ₹1008 ની વચ્ચે છે. લોટ સાઈઝ 14 શેરની છે અને ઈશ્યુ સાઈઝ ₹1,952.03 કરોડ છે. સબ્સ્ક્રિપ્શન વિગતો હજી ઉપલબ્ધ નથી. Emcure ફાર્માના આ IPOની કિંમત 1,952.03 કરોડ રૂપિયા છે.

ગ્રે માર્કેટમાં, Emcure ફાર્માનો IPO રૂ. 299ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે તેની અપર પ્રાઇસ બેન્ડ રૂ. 1008 પ્રતિ શેર છે.

Ambey Laboratories IPO

અંબે લેબોરેટરીઝનો IPO 3 જુલાઈ 2024ના રોજ ખુલશે અને 5 જુલાઈ 2024ના રોજ બંધ થશે. તેની પ્રાઇસ બેન્ડ ₹65 થી ₹68 ની વચ્ચે છે. લોટ સાઈઝ 2000 શેરની છે અને ઈશ્યુ સાઈઝ ₹44.68 કરોડ છે. સબ્સ્ક્રિપ્શન વિગતો હજી ઉપલબ્ધ નથી.

અંબે લેબોરેટરીઝ એ SME IPO છે. આજે સવારે 06 વાગ્યાની આસપાસ તેનું GMP ₹27 છે. ₹68ના પ્રાઇસ બેન્ડ સાથે, Ambe Laboratories SME IPO ની અંદાજિત લિસ્ટિંગ કિંમત ₹95 (કેપ કિંમત + આજની GMP) છે. શેર દીઠ અંદાજિત નફો/નુકશાન ટકાવારી 39.71% છે.

આ પણ વાંચો : Share Market Opening Bell : Sensex 80 હજારને પાર ખુલ્યો, નિફટીની પણ વિક્રમી સપાટીએ શરૂઆત

Next Article