શેરબજારના રોકાણકારોએ લેવો પડશે ટ્રેડિંગમાં વિરામ, જાણો શું છે કારણ?
આવનારા દિવસોમાં સ્ટોક માર્કેટનો હાલ શું હશે એ કોઈને ખબર નથી. એવામાં આવનારા 9 દિવસોમાં સ્ટોક માર્કેટ ફક્ત 3 દિવસ જ ખુલશે અને બાકીના 6 દિવસ બંધ રહેશે.

છેલ્લા કેટલાંક અઠવાડિયાથી ટેરિફ યુદ્ધને લઈને ભારતીય સ્ટોક માર્કેટમાં મોટો કડાકો આવ્યો છે. ઘણા રોકાણકારોએ સ્ટોક માર્કેટના આ કડાકામાં ભારે નુકસાન સહન કર્યું અને પૈસાથી હાથ ધોઈ બેસ્યા. જો કે, શુક્રવારના દિવસે ડોલર પર રૂપિયો ભારે પડ્યો અને સ્ટોક માર્કેટમાં રોનક આવી ગઈ. શુક્રવારે માર્કેટ લીલીઝંડી સાથે ટોપ પર રહ્યું અને રોકાણકારોમાં હાશકારો આવ્યો.
આવનારા 9 દિવસોમાં સ્ટોક માર્કેટ ફક્ત 3 દિવસ જ ખુલશે, જાણો કેમ?
આવનારા દિવસોમાં સ્ટોક માર્કેટનો હાલ શું હશે એ કોઈને ખબર નથી. એવામાં આવનારા 9 દિવસોમાં સ્ટોક માર્કેટ ફક્ત 3 દિવસ જ ખુલશે અને બાકીના 6 દિવસ બંધ રહેશે. દરેક રોકાણકારને ખબર હશે કે 12 એપ્રિલના રોજ શનિવાર અને 13 એપ્રિલના રોજ રવિવાર હોવાથી સ્ટોક માર્કેટમાં રજા રહેશે. બીજીબાજુ 14 એપ્રિલના રોજ એટલે કે સોમવારે બાબા સાહેબ આંબેડકર જયંતિ હોવાથી સ્ટોક માર્કેટ બંધ રહેશે.
ત્યારબાદ સળંગ 3 દિવસ એટલે કે 15 એપ્રિલથી 17 એપ્રિલના રોજ માર્કેટ ખુલશે અને રોકાણકારો તે દિવસ દરમિયાન ટ્રેડિંગ કરી શકશે. 18 એપ્રિલના રોજ ગુડ ફ્રાઈડે હોવાથી માર્કેટ બંધ રહેશે. જ્યારે 19 અને 20 એપ્રિલે શનિવાર-રવિવાર હોવાથી માર્કેટ બંધ રહેશે.
માર્કેટમાં આજે જંગી ઉછાળો આવ્યો
જણાવી દઈએ કે, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધની સીધી અસર ભારતને પડી છે. જો કે, આ અસર ભારત માટે પોઝિટિવ રહી અને તેના પરિણામે શુક્રવારે એટલે કે આજના દિવસે સ્ટોક માર્કેટમાં જંગી ઉછાડો થયો.
શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો