PPF Investment : આ રીતે પીપીએફમાં કરો બમણું રોકાણ, ટેક્સ પણ બચશે અને વળતર પણ સારૂં મળશે

તે એવા લોકો માટે વધુ સારો વિકલ્પ હોવાનું કહેવાય છે, જેઓ ઓછું જોખમ લેવા માંગે છે અને NPS, મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા બજાર સાથે જોડાયેલા રોકાણ કરવા માંગતા નથી, જ્યાં જોખમ વધુ હોય છે. તમને જણાવી દઈએ કે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે PPFનો વ્યાજ દર 7.1% નક્કી કરવામાં આવ્યો છે.

PPF Investment : આ રીતે પીપીએફમાં કરો બમણું રોકાણ, ટેક્સ પણ બચશે અને વળતર પણ સારૂં  મળશે
Employees Provident Fund Organisation (EPFO)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 10:01 PM

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીપીએફ (Public Provident Fund) માં રોકાણ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ઘણો જૂનો અને વિશ્વાસપાત્ર રોકાણ વિકલ્પ છે. આમાં રોકાણ કરવાથી તમને માત્ર સારું અને સુરક્ષિત વળતર જ મળતું નથી પરંતુ તે તમને ટેક્સ બચાવવામાં પણ મદદ કરે છે. આ એક એવુ રોકાણ છે જે E-E-E શ્રેણીમાં આવે છે, જેમાં તમને રોકાણ, વ્યાજ અને પાકતી મુદતની રકમ પર ટેક્સ લાગતો નથી. આમાં રોકાણ કરવા પર, તમને આવકવેરાની કલમ 80C (ઇન્કમ ટેક્સ)ની જેમ 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ મળે છે.

આ ટ્રીક અજમાવો, અને રોકાણની મર્યાદા બમણી કરો

આ સ્કીમમાં રોકાણ કરવાથી તમને સારું અને સુરક્ષિત વળતર મળે છે. આ સાથે તમને ટેક્સ છૂટનો લાભ પણ મળે છે. પરંતુ, ઘણી વખત લોકો આ યોજનામાં રોકાણ મર્યાદા વધારવા માંગે છે. આવી સ્થિતિમાં, જો તમે પરિણીત છો, તો તમે તમારી પત્નીના નામે PPF ખાતું ખોલાવીને 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. આના કારણે રોકાણ બમણું થઈ જશે.

જ્યારે તમારા પાર્ટનરનું પીપીએફ એકાઉન્ટ ભવિષ્યમાં મેચ્યોર થાશે, ત્યારે તમારા પાર્ટનરના પીપીએફ એકાઉન્ટમાં તમારા પ્રારંભિક રોકાણની આવક દર વર્ષે તમારી આવકમાં ઉમેરવામાં આવશે. તેથી, આ વિકલ્પ પરિણીત લોકોને PPF ખાતામાં તેમનું યોગદાન બમણું કરવાની તક પણ આપે છે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

તે એવા લોકો માટે વધુ સારો વિકલ્પ હોવાનું કહેવાય છે, જેઓ ઓછું જોખમ લેવા માંગે છે અને NPS, મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા બજાર સાથે જોડાયેલા રોકાણ કરવા માંગતા નથી, જ્યાં જોખમ વધુ હોય છે. તમને જણાવી દઈએ કે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે PPFનો વ્યાજ દર 7.1% નક્કી કરવામાં આવ્યો છે.

ક્લબિંગ જોગવાઈઓની કોઈ અસર નહી

તમે તમારી પત્નીને આપેલી કોઈપણ રકમ અથવા ભેટમાંથી આવક આવકવેરાની કલમ 64 હેઠળ તમારી આવકમાં ઉમેરવામાં આવશે. જો કે, PPFના કિસ્સામાં જે EEE ને કારણે સંપૂર્ણપણે કરમુક્ત છે, ક્લબિંગની જોગવાઈઓની કોઈ અસર થતી નથી.

PPF માં રોકાણ કરવાના આ છે ફાયદા

જીવનસાથીના નામ પર PPF ખાતું ખોલવાથી રોકાણકારના PPF રોકાણની મર્યાદા બમણી થઈ જશે, જો કે તે પછી પણ આવકવેરા મુક્તિ મર્યાદા 1.5 લાખ રૂપિયા રહેશે. ભલે તમને 1.5 લાખ આવકવેરામાં છૂટ મળે, પરંતુ તેના બીજા ઘણા ફાયદા છે. PPF રોકાણ મર્યાદા બમણી થઈને  3 લાખ રૂપિયા થઈ જાય છે. E-E-E શ્રેણીમાં હોવાથી, રોકાણકારને PPFના વ્યાજ અને પાકતી મુદતની રકમ પર કર મુક્તિ મળે છે.

આ પણ વાંચો :  EPFO Alert : PF ખાતાધારકો પર Online Fraudનું જોખમ, EPFOએ જણાવી ખતરો ટાળવાની રીત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">