EPFO Alert : PF ખાતાધારકો પર Online Fraudનું જોખમ, EPFOએ જણાવી ખતરો ટાળવાની રીત
ઓનલાઈન પ્રવૃતિઓમાં વધારાની સાથે તાજેતરના સમયમાં ઓનલાઈન છેતરપિંડી(Online fraud)ના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
ઓનલાઈન પ્રવૃતિઓમાં વધારાની સાથે તાજેતરના સમયમાં ઓનલાઈન છેતરપિંડી(Online fraud)ના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આજે ઓનલાઈન પ્લેટફોર્મમાં ભાગ્યે જ કોઈ એવી જગ્યા હશે જ્યાં તમે સંપૂર્ણપણે સુરક્ષિત હશો. ફ્રી વાઉચર, ફોન કોલ્સ, ટેક્સ્ટ મેસેજ અને ઈમેલ દ્વારા પણ છેતરપિંડીના કેસમાં વધારો થયો છે જેના કારણે તમારે તમારી મહેનતની કમાણી ગુમાવવી પડે છે. બેંકો તેમના ગ્રાહકોને સતત સતર્ક રહેવાની સૂચના આપે છે તેમજ તમારી સાથે છેતરપિંડી કરતી તમામ બાબતોનો ઉલ્લેખ કરે છે. એટલું જ નહીં હવે પીએફ ખાતાધારકો(PF account holders) પર પણ ઓનલાઈન છેતરપિંડીનો ખતરો છે તેથી EPFOએ ખાતાધારકોને ચેતવણી આપી છે.
#EPFO never asks its members to share their personal details like Aadhaar, PAN, UAN, Bank Account or OTP over phone or on social media.#EPFO कभी भी अपने सदस्यों से व्यक्तिगत विवरण जैसे आधार, पैन, यूएएन, बैंक खाता या ओटीपी फोन या सोशल मीडिया पर साझा करने के लिए नहीं कहता है। pic.twitter.com/4NhovLQ3xH
— EPFO (@socialepfo) January 29, 2022
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ તેના સભ્યોને ઓનલાઈન છેતરપિંડીથી સાવધ રહેવાની સૂચના આપી છે. EPFOના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી સભ્યોને માહિતી આપતા લખ્યું છે કે, EPFO ક્યારેય તમારા સભ્યોને ફોન, સોશિયલ મીડિયા, વોટ્સએપ વગેરે દ્વારા તમારી અંગત માહિતી જેમ કે આધાર, PAN, UAN, બેંક એકાઉન્ટ OTP વગેરે માટે પૂછતું નથી.
તેણે આગળ લખ્યું કે, કોઈપણ સેવા માટે EPFO ક્યારેય વોટ્સએપ, સોશિયલ મીડિયા વગેરે દ્વારા કોઈ રકમ જમા કરાવવાનું કહેતું નથી. બીજી તરફ તેણે EPFOના સભ્યોને ક્યારેય પણ આવા કોલ અને મેસેજનો જવાબ ન આપવા જણાવ્યું છે. હકીકતમાં સાયબર ફ્રોડ હંમેશા તમારી સાથે જોડાયેલ વસ્તુઓના નામે છેતરપિંડી કરે છે જેથી કોઈને તેમના પર શંકા ન થાય.
આ બાબતોનું ધ્યાન રાખો
એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) ના સભ્યોને સેવાઓનો લાભ લેવા માટે કોઈપણ પ્રકારના પૈસા જમા કરવા માટે કહેવામાં આવતું નથી. પરંતુ જો તેમ છતાં તમારી પાસેથી પૈસાની માંગ કરવામાં આવે છે તો તમે ટોલ ફ્રી નંબર 1800-118-005 પર ફોન કરીને સંબંધિત માહિતી મેળવી શકો છો. તેમજ ખાતાધારકો EPFO નો https://epfigms.gov.in પર સંપર્ક કરી શકે છે.
KYC અપડેટ કરવા, રસીકરણ માટે નોંધણી સહિત ઘણી બધી બાબતો છે જેના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. બીજી તરફ જો તમે PF ના પૈસા ઉપાડવાનું વિચારી રહ્યા છો અને આ માટે તમારી પાસેથી પૈસાની માંગ કરવામાં આવી રહી છે તો કોઈ પણ છેતરપિંડી માં ફસાશો નહીં. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ પોતે ટ્વીટ કરીને સભ્યોને જાણ કરી છે.
આ પણ વાંચો : Budget 2022: ફિનટેક ઈન્ડસ્ટ્રીની નાણામંત્રી પાસે ટેક્સ કાપની માગ, નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા લેવા જોઈએ પગલા
આ પણ વાંચો : Air India ના ખાનગીકરણ બાદ કર્મચારીઓ માટે PF નિયમોમાં થયો આ ફેરફાર, જાણો વિગતો