માત્ર એક વર્ષમાં શેરના ભાવમાં થયો 937 ટકાનો વધારો, હવે આ કંપની આપી રહી છે 2 બોનસ શેર
ઈન્ટેલિવેટ કેપિટલ વેન્ચર્સના શેર છેલ્લા 1 વર્ષમાં 937 ટકા વધ્યા છે. 2 જાન્યુઆરી, 2023ના રોજ કંપનીના શેરનો ભાવ 11.63 રૂપિયા હતો. ઈન્ટેલિવેટ કેપિટલ વેન્ચર્સના શેર 2 જાન્યુઆરી, 2024ના રોજ 120.70 રૂપિયા પર પહોંચ્યા હતા. જો છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો કંપનીના શેરમાં 425 ટકાનો વધારો થયો છે.

ફાઈનાન્સિયલ એડવાઈઝરી સર્વિસિસ પૂરી પાડતી કંપની ઈન્ટેલિવેટ કેપિટલ વેન્ચર્સે તેના રોકાણકારોને બોનસ શેરની ભેટ આપવાની જાહેરાત કરી છે. ઈન્ટેલિવેટ કેપિટલે 2:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. એટલે કે કંપની દરેક 1 શેર દીઠ 2 બોનસ શેર આપશે. ઈન્ટેલીવેટ કેપિટલે હાલમાં બોનસ શેરની રેકોર્ડ ડેટ જાહેર કરી નથી. કંપની આગામી દિવસોમાં રેકોર્ડ ડેટ જાહેર કરશે. ઈન્ટેલિવેટ કેપિટલ વેન્ચર્સ પહેલી વખત રોકાણકારોને બોનસ શેર આપશે.
ઈન્ટેલિવેટ કેપિટલ વેન્ચર્સના શેર એક વર્ષમાં 937 ટકા વધ્યા
ઈન્ટેલિવેટ કેપિટલ વેન્ચર્સના શેર છેલ્લા 1 વર્ષમાં 937 ટકા વધ્યા છે. 2 જાન્યુઆરી, 2023ના રોજ કંપનીના શેરનો ભાવ 11.63 રૂપિયા હતો. ઈન્ટેલિવેટ કેપિટલ વેન્ચર્સના શેર 2 જાન્યુઆરી, 2024ના રોજ 120.70 રૂપિયા પર પહોંચ્યા હતા. જો છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો કંપનીના શેરમાં 425 ટકાનો વધારો થયો છે.
1 મહિનામાં સ્મોલકેપ કંપનીના શેરમાં 32 ટકાનો વધારો થયો
3 જુલાઈ, 2023ના રોજ કંપનીના શેર 22.96 રૂપિયા પર ટ્રેડ થયા હતા, જે 2 જાન્યુઆરી, 2024ના રોજ 120.70 રૂપિયા પર પહોંચી ગયા હતા. છેલ્લા એક મહિનામાં સ્મોલકેપ કંપનીના શેરમાં 32 ટકાનો વધારો થયો હતો. ઈન્ટેલિવેટ કેપિટલના શેરનું 52 વીક હાઈ લેવલ 128.21 રૂપિયા છે, જ્યારે કંપનીના શેરનું 52 વીક લો લેવલ 11.63 રૂપિયા રહ્યુ છે.
ઈન્ટેલિવેટ કેપિટલના શેરમાં 3 વર્ષમાં 3800 ટકાનો વધારો થયો
જો છેલ્લા ત્રણ વર્ષની વાત કરવામાં આવે તો ઈન્ટેલીવેટ કેપિટલના શેરમાં 3857 ટકાનો વધારો થયો છે. 6 જાન્યુઆરી, 2021ના રોજ કંપનીના શેરનો ભાવ 3.05 રૂપિયા પર હતા. 2 જાન્યુઆરી, 2024ના રોજ કંપનીના શેર 120.70 રૂપિયા પર બંધ થયા હતા.
આ પણ વાંચો : મુકેશ અંબાણીએ આ સ્મોલ કેપ કંપનીમાં કર્યું 3300 કરોડ રૂપિયાનું રોકાણ, શેરે 2 દિવસમાં આપ્યું 28 ટકા રિટર્ન
જો કોઈ રોકાણકારે 3 વર્ષ પહેલા ઈન્ટેલિવેટ કેપિટલના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને કંપનીના શેરમાં પોતાનું રોકાણ જાળવી રાખ્યું હોય, તો આ શેરની કિંમત હાલમાં 39.57 લાખ રૂપિયા બની ગયા હોત. છેલ્લા 2 વર્ષમાં ઈન્ટેલિવેટ કેપિટલના શેર 1423 ટકા વધ્યા છે.
