2024 સુધીમાં ભારતીય શેરબજાર વિશ્વનું પાંચમું સૌથી મોટું શેરબજાર બનશે, વેલ્યુએશન 5 ટ્રિલિયન ડોલરના સ્તરે પહોંચવાનો અંદાજ

ગોલ્ડમેનના અહેવાલ મુજબ ભારતીય સ્ટાર્ટઅપ્સ ઝડપથી વધી રહ્યા છે. આગામી દિવસોમાં તેમનું કદ ઘણું મોટું થઈ જશે. અત્યાર સુધી 2021 માં ભારતીય સ્ટાર્ટઅપે IPO દ્વારા 10 અબજ ડોલર એટલે કે 75 હજાર કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ એકત્ર કર્યું છે.

2024 સુધીમાં ભારતીય શેરબજાર વિશ્વનું પાંચમું સૌથી મોટું શેરબજાર બનશે, વેલ્યુએશન 5 ટ્રિલિયન ડોલરના સ્તરે પહોંચવાનો અંદાજ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 8:07 AM

ભારતીય શેરબજાર(Share Market)નું સેન્ટિમેન્ટ મજબૂત છે તેની પાછળનું મોટું કારણ ભારતીય બજારોમાં વિદેશી રોકાણકારોનો વધતો વિશ્વાસ છે. આ તેજી વચ્ચે થોડા દિવસો પહેલા ભારતીય શેરબજાર ફ્રેન્ચ બજારને પાછળ છોડીને વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું શેરબજાર બન્યું હતું. પ્રગતિ યથાવત રહેતા ભારતીય શેર બજાર ના આગામી સમયમાં TOP -5 માર્કેટની યાદીમાં જોડાવાના સમાચાર આવી રહ્યા છે.

વિશ્વના સૌથી મોટા બ્રોકરેજ હાઉસ ગોલ્ડમેન સૈક્સે ભારતીય શેરબજારને લગતો એક અહેવાલ બહાર પાડ્યો છે. રિપોર્ટ અનુસાર આગામી ત્રણ વર્ષમાં ભારતીય શેરબજારનું કદ 5 ટ્રિલિયન ડોલરને પાર કરશે અને તે વિશ્વનું પાંચમું સૌથી મોટું શેરબજાર(world’s fifth-biggest market) બનશે. હાલમાં તેની વેલ્યુ 3.5 ટ્રિલિયન યુએસ ડોલર છે.

રિપોર્ટ શું કહે છે ગોલ્ડમેનના અહેવાલ મુજબ ભારતીય સ્ટાર્ટઅપ્સ ઝડપથી વધી રહ્યા છે. આગામી દિવસોમાં તેમનું કદ ઘણું મોટું થઈ જશે. અત્યાર સુધી 2021 માં ભારતીય સ્ટાર્ટઅપે IPO દ્વારા 10 અબજ ડોલર એટલે કે 75 હજાર કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ એકત્ર કર્યું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

એવું માનવામાં આવે છે કે આગામી બે વર્ષ સુધી IPO બજાર આ જ રીતે તેજીમાં રહેશે. આગામી 36 મહિનામાં ઓછામાં ઓછી 150 કંપનીઓ બજારમાં લિસ્ટ થવાની ધારણા છે. આ કંપનીઓની કુલ માર્કેટ કેપ 400 અબજ ડોલરની નજીક હશે. દેખીતી રીતે આ BSEના કુલ માર્કેટ કેપમાં મોટો ઉછાળો લાવશે.

શેરબજાર હાલમાં 3.5 ટ્રિલિયન ડોલરનું મૂલ્ય ધરાવે છે હાલમાં ભારતીય શેરબજારનું કુલ મૂલ્ય 3.5 ટ્રિલિયન ડોલર છે. આગામી ત્રણ વર્ષમાં 150 કંપનીઓની લિસ્ટિંગ થયા બાદ 2024 સુધીમાં કુલ માર્કેટ કેપ વધીને 5 ટ્રિલિયન ડોલર થઈ જશે. હાલ યુકે હાલમાં પાંચમા નંબરે છે જેની માર્કેટ કેપ ભારતની 3.6 ટ્રિલિયન ડોલર કરતા થોડી વધારે છે.

આ સ્ટાર્ટઅપ્સના IPO આવી રહ્યા છે સ્ટાર્ટઅપ્સ IPOની વાત કરીએ તો આ વર્ષે સૌથી મોટું નામ ઝોમેટોનું રહ્યું છે. આ IPO ને અદભૂત સફળતા મળી હતી. આગામી દિવસોમાં Paytm, Oyo, Ola, Flipkart જેવી કંપનીઓના IPO ની તૈયારીઓ ચાલી રહી છે.

27 સ્ટાર્ટઅપ્સ આ વર્ષે યુનિકોર્ન બન્યા છે કોરોના કટોકટીમાં ભારતમાં યુનિકોર્નની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. યુનિકોર્ન એ સ્ટાર્ટઅપ્સ કહેવામાં આવે છે જેની માર્કેટ કેપ 1 બિલિયન ડોલરથી વધુ છે. અહેવાલ મુજબ હાલમાં દેશમાં લગભગ 67 સ્ટાર્ટઅપ્સ આ શ્રેણીમાં આવે છે. આમાંથી 27 સ્ટાર્ટઅપ્સ ફક્ત આ વર્ષે યુનિકોર્નની યાદીમાં જોડાયા છે. આમાંની મોટાભાગની કંપનીઓ ડિજિટલ ઈકોનોમી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

આ પણ વાંચો:  આ સરકારી પ્રોજેક્ટને હાંસલ કરવા Mukesh Ambani, TATA અને Gautam Adani વચ્ચે જામ્યો જંગ, વાંચો વિગતવાર

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : 18 દિવસ સ્થિર રહ્યા બાદ ફરી મોંઘુ થયું ઇંધણ, જાણો પેટ્રોલ – ડીઝલની શું છે નવી કિંમત

g clip-path="url(#clip0_868_265)">