દેશના GDPમાં ચાર દાયકાનો સૌથી મોટો ઘટાડો, -7.3 ટકા GDP ઘટી

Indian Economy : નાણાંકીય વર્ષ 2020-21માં દેશના GDP માં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. જે છેલ્લા 4 દાયકામાં દેશની GDPમાં આવેલ સૌથી મોટો ઘટાડો છે.

દેશના GDPમાં ચાર દાયકાનો સૌથી મોટો ઘટાડો, -7.3 ટકા GDP ઘટી
સાંકેતિક તસ્વીર
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jun 01, 2021 | 1:31 PM

Indian Economy : કોરોના મહામારીમાં સતત બીજા વર્ષે પણ દેશનો GDP નીચો રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર વર્ષ 2020-21 દરમિયાન દેશનો GDPમાં 7.3 ટકાનો ઘટડો થયો છે. પણ આ સમાચાર સાથે રાહતની વાત એ છે કે કોરોનાની બીજી લહેરમાં દેશનો જીડીપી વધી રહ્યો છે.

2020-21 દરમિયાન 7.3 ટકા ઘટ્યો GDP કોરોનાની બીજી લહેરમાં પણ ભારતીય અર્થતંત્ર (Indian Economy) ને ભારે નુકસાન થયું છે. કેન્દ્રીય આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (Ministry of Statistics & Programme Implementation) અંતર્ગત નેશનલ સ્ટેટેસ્ટિકસ ઓફીસ (NSO) એ જાહેર કરેલા આંકડાઓ અનુસાર નાણાંકીય વર્ષ 2020-21માં દેશના GDPમાં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. જે છેલ્લા 4 દાયકામાં દેશની GDPમાં આવેલ સૌથી મોટો ઘટાડો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ચોથા ત્રિમાસિક ગાળામાં વધ્યો GDP નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન દેશના જીડીપીમાં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. પણ આ સમાચાર વચ્ચે પણ સારા સમાચાર એ છે કે 2020-21 ના ચોથા ત્રિમાસિક ગાળામાં એટલે કે જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચમાં દેશનો GDP 1.6 ટકા વધ્યો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે કોરોનાની બીજી લહેર પહેલા દેશની અર્થવ્યવસ્થા રિકવરીના રસ્તા પર હતી.

GDPમાં 8 ટકા ઘટાડાનું હતું અનુમાન ભારતીય અર્થતંત્રમાં (Indian Economy) નાણાંકીય વર્ષ 2020-21માં GDPમાં 8 ટકા ઘટાડાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. આનું કારણ એ છે કે ગત વર્ષે કોરોનાની મહામારીના કારણે સૌથી વધુ માઠી અસર અર્થતંત્ર પર પડી હતી. નાણાંકીય વર્ષ 2019-20માં દેશનો GDP ગ્રોથ 4 ટકા હતો. 2020-21માં GDPમાં 8 ટકા ઘટાડાનું અનુમાન સામે 7.3 ટકાના ઘટાડાથી પણ સુધારો જોવા મળી રહ્યો છે.

નાણાકીય ખાધ GDP ના 9.3 ટકા નાણાકીય વર્ષ 2020-21માં નાણાકીય ખાધ કુલ જીડીપી ના 9.3 ટકા રહી હતી. જે નાણાં મંત્રાલયના 9.5 ટકાના સુધારેલા અંદાજ કરતાં ઓછી છે. CAG એ નાણાકીય વર્ષ 2020-21 માટે કેન્દ્ર સરકારના મહેસુલ ખર્ચનો હિસાબ રજૂ કરતાં જણાવ્યું હતું કે પાછલા નાણાકીય વર્ષમાં નાણાકીય ખાધ 7.42 ટકા હતી.

આ પણ વાંચો : Supreme Court માં કેન્દ્ર સરકારનો દાવો, વર્ષના અંત સુધીમાં 18 થી વધુ ઉંમરના તમામનું Vaccination પૂર્ણ થશે

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">