Supreme Court માં કેન્દ્ર સરકારનો દાવો, વર્ષના અંત સુધીમાં 18 થી વધુ ઉંમરના તમામનું Vaccination પૂર્ણ થશે

જો કે ઘણા નિષ્ણાતો દાવો કરે છે કે રસીકરણની અત્યાર સુધીની ગતિ અનુસાર આ વર્ષના અંત સુધીમાં ફક્ત 35 થી 40 ટકા વસ્તીને રસી આપવામાં આવશે.

Supreme Court માં કેન્દ્ર સરકારનો દાવો, વર્ષના અંત સુધીમાં 18 થી વધુ ઉંમરના તમામનું Vaccination પૂર્ણ થશે
FILE PHOTO
Follow Us:
| Updated on: May 31, 2021 | 5:19 PM

દેશમાં કોરોના મહામારી વિરૂદ્ધ ચાલી રહેલા રસીકરણ (Vaccination) અભિયાન અંગે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) સમક્ષ વિવિધ વિગતો રજૂ કરી છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને ગતિ આપવાની દિશામાં કેન્દ્ર સરકારે એક મહત્વનો દાવો રજૂ કર્યો છે. રસીકરણ અંગે કરવામાં આવેલી એક અરજીની સુનવણીમાં કેન્દ્ર સરકારે આ દાવો રજૂ કર્યો છે.

2021ના અંત સુધીમાં તમામનું થશે રસીકરણ રસીકરણ (Vaccination) અંગે કરવામાં આવેલી એક અરજીની સુનવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં દાવો કર્યો છે કે 2021 ના ​​અંત સુધીમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવામાં આવશે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

સરકારે કોર્ટને એમ પણ કહ્યું કે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં માત્ર 5 ટકા લોકો રસીના બન્ને ડોઝ મેળવી શક્યા છે. જો કે ઘણા નિષ્ણાતો દાવો કરે છે કે રસીકરણની અત્યાર સુધીની ગતિ અનુસાર આ વર્ષના અંત સુધીમાં ફક્ત 35 થી 40 ટકા વસ્તીને રસી આપવામાં આવશે.

કંપનીઓ સાથે વેક્સિન માટે વાત શરૂ : કેન્દ્ર રસીકરણ (Vaccination) અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પ્રશ્ન કર્યો કે વિદેશોમાંથી રસી ખરીદવા અંગે રાજ્ય સરકારો ગ્લોબલ ટેન્ડર બહાર પાડી રહી છે, શું આ કેન્દ્ર સરકારની નીતિ છે? આના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું કે વેક્સિનની ખરીદી માટે ફાયઝર જેવી કંપનીઓ સાથે વાત શરૂ છે. જો આ વાતચીત સફળ રહી તો વર્ષના અંત સુધીમાં 18 થી ઉપરના તમામ લોકોનું રસીકરણ થઇ જાય એટલા પ્રમાણમાં વેક્સિનના ડોઝ ઉપલબ્ધ થશે.

સુપ્રીમે CoWIN અંગે કેન્દ્રની ઝાટકણી કાઢી રસીકરણ (Vaccination) ના રજીસ્ટ્રેશન માટેના CoWIN પોર્ટલ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. સુપ્રીમે કહ્યું કે કેન્દ્ર સરકાર ‘ડીઝીટલ ઇન્ડિયા’ નો રાગ આલાપે છે, પણ ડીઝીટલ ઇન્ડિયા ગ્રાઉન્ડ લેવલે દેખાતું નથી. રસીકરણ માટે Covin પોર્ટલ પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. આ અંગે જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને જસ્ટિસ રવીન્દ્ર ભટની ખંડપીઠે સરકારને પ્રશ્ન કર્યો કે શું આ ગ્રામ્ય વિસ્તારોમાં શક્ય છે ?

ભારત ડીઝીટલ સાક્ષરતાથી ઘણું દુર : સુપ્રીમ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે કેન્દ્ર સરકારનું ડીઝીટલ ઇન્ડિયા ગ્રાઉન્ડ લેવલે દેખાતું નથી. તેમણે આ અંગે વધુમાં કહ્યું,

“ભારત ડીઝીટલ સાક્ષરતાથી ઘણું દુર છે. હું ઇ-સમિતિનો અધ્યક્ષ છું. મેં એ સમસ્યાઓને જોઈં છે જેનાથી આ લોકો પીડાઈ રહ્યાં છે. કેન્દ્ર સરકારે કડક નીતિ મુકી ઢીલી નીતિ અપનાવવી પડશે. કેન્દ્ર સરકારે ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતાને સમજવી જરૂરી છે.”

આ પણ વાંચો : રસીકરણ અભિયાનમાં આવશે ગતિ : જૂન મહિનામાં Serum institute કેન્દ્ર સરકારને Covishield ના 10 કરોડ ડોઝ આપશે

Latest News Updates

ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
g clip-path="url(#clip0_868_265)">