AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDIAN ARMY 12 સુખોઈ વિમાન ખરીદશે, Hindustan Aeronautics ને 11000 કરોડનો ઓર્ડર મળશે

નરેન્દ્ર મોદી(Narendra Modi) સરકારે રૂ. 45000 કરોડના સંરક્ષણ ખરીદીપ્રસ્તાવને મંજૂરી આપી છે. આ ખરીદી પ્રસ્તાવને ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (Defense Acquisition Council - DAC) દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. આ અંતર્ગત ભારતીય વાયુસેના(Indian Air Force) 12 Sukhoi Su-30MKI Aircraft ખરીદશે.

INDIAN ARMY 12 સુખોઈ વિમાન ખરીદશે, Hindustan Aeronautics ને 11000 કરોડનો ઓર્ડર મળશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2023 | 10:59 AM
Share

નરેન્દ્ર મોદી(Narendra Modi) સરકારે રૂ. 45000 કરોડના સંરક્ષણ ખરીદીપ્રસ્તાવને મંજૂરી આપી છે. આ ખરીદી પ્રસ્તાવને ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (Defense Acquisition Council – DAC) દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. આ અંતર્ગત ભારતીય વાયુસેના(Indian Air Force) 12 Sukhoi Su-30MKI Aircraft ખરીદશે.

આ ખરીદી હિન્દુસ્તાન એરોનોટિક્સ(Hindustan Aeronautics) દ્વારા કરવામાં આવશે. માનવામાં આવે છે કે આ ડીલ લગભગ 11000 કરોડ રૂપિયાની હશે. HALએ શેરબજારને આપેલી માહિતીમાં આ વાતની પુષ્ટિ કરી છે. આ અઠવાડિયે હિન્દુસ્તાન એરોનોટિક્સનો શેર(Hindustan Aeronautics Ltd Share Price) રૂપિયા  3947.40 પર બંધ થયો. આ ડીલ આ સરકારી ડિફેન્સ કંપનીના  શેરમાં પ્રાણ ફૂંકે તેવા અનુમાન લગાવવામાં આવી રહયા છે.

45,000 કરોડની સંરક્ષણ ખરીદી મંજૂર

સંરક્ષણ સંપાદન પરિષદે કુલ રૂ. 45,000 કરોડના મૂલ્યની 9 પ્રાપ્તિ દરખાસ્તોને મંજૂરી આપી છે. તેમાં મુખ્યત્વે હળવા આર્મર્ડ મલ્ટી પર્પઝ વ્હીકલ, ઈન્ટીગ્રેટેડ સર્વેલન્સ એન્ડ ટાર્ગેટિંગ સિસ્ટમ અને નેક્સ્ટ જનરેશન સર્વે વેસલ્સનો સમાવેશ થાય છે. સંરક્ષણ મંત્રાલય સ્વદેશીકરણ માટે ગંભીર છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે અમારું ધ્યાન ઓછામાં ઓછું 60-65% સ્વદેશી ઉત્પાદિત સામગ્રી પર છે. આ માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને વિશેષ સૂચનાઓ જારી કરવામાં આવી છે.

ડિફેન્સ PSU કંપનીઓને મોટો ફાયદો મળી રહ્યો છે

મોદી સરકાર સંરક્ષણ પાછળ આક્રમક રીતે ખર્ચ કરી રહી છે. સ્વદેશીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેનો લાભ ડિફેન્સ પીએસયુ કંપનીઓને જબરદસ્ત રીતે મળી રહ્યો છે. આ સરકારી સંરક્ષણ કંપનીઓ પાસે વર્ષોનો અનુભવ છે. આ સિવાય સરકાર સાથે વ્યૂહાત્મક સંબંધ છે.

આ પણ વાંચો : SME IPO એ કરી કમાલ, આ વર્ષે 41 IPO Multibagger સાબિત થયા, 357% સુધી રિટર્ન આપ્યું

Defence Stocks Price

SCRIP BSE PRICE(Rs)
ASTRA MICRO 427.55
AVANTEL SOFT 220.10
BHARAT DYNAMICS 1,064.05
BHARAT ELECTRONICS 135.70
BHARAT FORGE 1,134.00
COCHIN SHIPYARD 1,106.45
HINDUSTAN AERO. 3,947.40
MAZAGON DOCK SHIP. 2,267.10
MTAR TECHNOLOGIES 2,601.25
PARAS DEFENCE & SPACE TECH 760.15
PREMIER EXPL. 1,003.75
RELIANCE NAVAL & ENG. 2.27
SOLAR INDUSTRIES 4,638.45

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">