AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakshmi Mittal Family Tree : મિલમાં કામ કરવાથી લઈ આ રીતે બન્યા ‘સ્ટીલ કિંગ’ , લક્ષ્મી મિત્તલના પરિવાર વિશે જાણો

લક્ષ્મી મિત્તલ (Lakshmi Mittal) આર્સેલર મિત્તલના CEO અને ચેરમેન છે. આર્સેલર મિત્તલ આજે વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની છે, જેમાં કુલ 2,60,000 કર્મચારીઓ 60 દેશોમાં સેવા આપે છે.

Lakshmi Mittal Family Tree :  મિલમાં કામ કરવાથી લઈ આ રીતે બન્યા 'સ્ટીલ કિંગ' , લક્ષ્મી મિત્તલના પરિવાર વિશે જાણો
| Updated on: Jun 15, 2025 | 10:03 AM
Share

આજે આપણે ફેમિલી ટ્રીમાં વાત કરીશું બિઝનેસમેન લક્ષ્મી મિત્તલ વિશે. લક્ષમી મિત્તલની માતાનું નામ ગીતા મિત્તલ છે અને પિતાનું નામ મોહનલાલ મિત્તલ છે. લક્ષ્મી મિત્તલના પિતા કોલકાતામાં સ્ટીલ મિલ ચલાવતા હતા, 1960ના દાયકામાં આખો પરિવાર રાજસ્થાનથી કોલકાતામાં સ્થાયી થયો હતો. લક્ષ્મી મિત્તલે (Lakshmi Mittal)તેનો શાળાનો અભ્યાસ સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી કર્યો, ત્યારબાદ તેણે તેના પિતાની કંપનીમાં ટ્રેઇની તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આ પછી લક્ષ્મી મિત્તલે માત્ર 6 વર્ષ પછી ઈન્ડોનેશિયામાં પોતાની એક સ્ટીલ મિલની સ્થાપના કરી હતી.

India richest businessman Lakshmi Mittal family tree

15 જૂન 1950ના રોજ રાજસ્થાનના ચુરુ જિલ્લાના સાદુલપુરમાં લક્ષ્મી મિત્તલનો જન્મ થયો છે. લક્ષ્મી મિત્તલે ઉષા મિત્તલ સાથે લગ્ન કર્યા, બંનેને બે બાળકો આદિત્ય અને વનિષા છે. તેમની પુત્રી વનિષા મિત્તલના લગ્ન વર્ષ 2008માં થયા હતા, જે અત્યાર સુધીના વિશ્વના બીજા સૌથી મોંઘા લગ્ન માનવામાં આવે છે.

આ પણ વાંચો : Azim Premji Family Tree : દરરોજ કરે છે કરોડો રુપિયાનું દાન, જાણો અઝીમ પ્રેમજીના પરિવાર અને કામ વિશે : દરરોજ કરે છે કરોડો રુપિયાનું દાન, જાણો અઝીમ પ્રેમજીના પરિવાર અને કામ વિશે

વિશ્વના 100મા સૌથી ધનિક વ્યક્તિ

લક્ષ્મી મિત્તલ વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપનીના CEO અને ચેરમેન છે. આજે, વિશ્વભરમાં ‘સ્ટીલ કિંગ’ તરીકે જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી  મિત્તલ, લંડનમાં સ્થાયી થયેલા ભારતીય મૂળના ઉદ્યોગપતિ છે. 2011માં, ફોર્બ્સે મિત્તલને વિશ્વના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ તરીકે નામ આપ્યું હતું. ફોર્બ્સ અનુસાર, વર્ષ 2023માં લક્ષ્મી મિત્તલ લગભગ 17.3 બિલિયનની કુલ સંપત્તિ સાથે વિશ્વના 100મા સૌથી ધનિક વ્યક્તિ છે. આ સાથે તેઓ દેશના 5મા સૌથી અમીર વ્યક્તિ છે.

દીકરીના લગ્નમાં 428 કરોડનો ખર્ચ કર્યો

વનિષા મિત્તલનો જન્મ 1980માં લંડનમાં થયો હતો. બિઝનેસ સ્કૂલમાંથી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યા બાદ તેઓ ફેમિલી બિઝનેસમાં જોડાયા. વનિષા તેના પિતાની કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાઈ. તેણે દિલ્હી સ્થિત ઇન્વેસ્ટમેન્ટ બેન્કર અને બિઝનેસમેન અમિત ભાટિયા સાથે લગ્ન કર્યા હતા. જોકે બંનેએ 2014માં છૂટાછેડા લીધા હતા.લક્ષ્મી મિત્તલે દીકરીના લગ્નમાં 428 કરોડનો ખર્ચ કર્યો હતો.

આ મોંધા લગ્નમાં મુંબઈથી લઈને મેનહટન સુધીની મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. પછી તે બોલિવૂડ સ્ટાર્સ હોય, ડિઝાઇનર્સ હોય, એન્ટરટેઇનર્સ હોય, મહેંદી કલાકાર હોય કે પ્રખ્યાત માસ્ટર શેફ હોય.ધ ગાર્ડિયને દાવો કર્યો હતો કે વિશ્વભરમાંથી 10,000 મહેમાનો તેમાં સામેલ થયા હતા.

આ પણ વાંચો : Anand Mahindra Family Tree: પોતાની કંપનીએ બનાવેલી કારમાં મુસાફરી કરે છે આનંદ મહિન્દ્રા, કાકા પણ હતા બિઝનેસમેન

બિઝનેસને આગળ વધારવામાં મહત્ત્વનું યોગદાન

આદિત્ય મિત્તલનો જન્મ 22 જાન્યુઆરી 1976ના રોજ થયો હતો. તેનો જન્મ ભારતમાં થયો હતો પરંતુ તેનો ઉછેર ઈન્ડોનેશિયામાં થયો હતો. તેણે હાઈસ્કૂલ સુધી જકાર્તા ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો. તેણે ઈકોનોમિક્સમાં બેચલર કર્યું છે. તેણે આ ડિગ્રી યુએસએની યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની વોર્ટન સ્કૂલમાંથી લીધી છે. 1997 બાદ તેણે બિઝનેસને આગળ વધારવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું.

હાલમાં તેઓ કંપનીના ગ્લોબલ ચીફ ફાયનાન્સિયલ ઓફિસર અને યુરોપના સીઈઓ પણ છે.તેણે મેઘા મિત્તલ સાથે લગ્ન કર્યા છે. તે જર્મન ફેશન કંપની એસ્કેડાની ભૂતપૂર્વ માલિક છે. તેમના પ્રી-વેડિંગ કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલમાં થયા હતા, જેમાં શાહરૂખ ખાને પરફોર્મ કર્યું હતું.

લક્ષ્મી મિત્તલ પાસે વૈભવી વાહનોનું કલેક્શન

લક્ષ્મી મિત્તલ પાસે પ્રાઈવેટ જેટ છે, જે વિશ્વના સૌથી વૈભવી હાઈ-સ્પીડ એરક્રાફ્ટમાંથી એક છે. મિત્તલ પાસે મર્સિડીઝથી લઈને BMW સુધીની 20 લક્ઝુરિયસ કારનું કલેક્શન છે. લક્ષ્મી મિત્તલના લગ્ન ઉષા મિત્તલ સાથે થયા છે અને તેમને બે બાળકો આદિત્ય અને વનિશા મિત્તલ છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">