GANDHINAGAR : ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ રાજ્યમાં 50 હજાર કરોડનું વધારાનું રોકાણ કરશે, મુખ્યપ્રધાન રૂપાણી સાથે કરી મુલાકાત
આ અગાઉ માર્ચ મહિનામાં પણ મુખ્યપ્રધાન રૂપાણી અને ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ વચ્ચે મુલાકાત થઇ હતી. લક્ષ્મી મિત્તલ સાથેની મુલાકાત અંગે સીએમ રૂપાણીએ કહ્યું હતું કે તમામ ઉદ્યોગપતિઓ ગુજરાતમાં રોકાણ કરવા આવે છે..કારણ કે ઉદ્યોગપતિઓ ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ગણે છે.
GANDHINAGAR : રાજ્યમાં મોટા ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ મોટું રોકાણ કરી શકે છે..મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉદ્યોગતપતિ અને સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તસ સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન મિત્તલે રાજ્યમાં 50 હજાર કરોડનું વધારાનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે..સુરતના હજીરા પ્લાન્ટ નજીક તેમના યુનિટના વિસ્તરણ માટે વધારાનું રોકાણ કરશે.આવનારા દિવસોમાં સોલાર એનર્જી, વિન્ડ એનર્જી અને હાઇડ્રોજન ગેસ ઉત્પાદન ક્ષેત્રે રોકાણ કરી શકે છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ અંગે સકારાત્મક પ્રતિસાદ આપી રાજ્ય સરકાર દ્વારા જરૂરી મદદની ખાતરી આપી છે.
આ અગાઉ માર્ચ મહિનામાં પણ મુખ્યપ્રધાન રૂપાણી અને ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ વચ્ચે મુલાકાત થઇ હતી.લક્ષ્મી મિત્તલ સાથેની મુલાકાત અંગે સીએમ રૂપાણીએ કહ્યું હતું કે તમામ ઉદ્યોગપતિઓ ગુજરાતમાં રોકાણ કરવા આવે છે..કારણ કે ઉદ્યોગપતિઓ ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ગણે છે. મહત્વનું છે કે કંપનીના ભારતીય મૂળના પ્રમોટર, અધ્યક્ષ અને સીઈઓ એલ.એન. મિત્તલેકેવડિયા ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.ત્યારબાદ તેઓ અમદાવાદમાં સીએમ રૂપાણીને પણ મળ્યા હતા.
ગુજરાતમાં લક્ષ્મી મિત્તલના રોકાણ અંગે વિધાનસભાના ચોમાસું સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે પૂછેલા પ્રશ્નનો સરકારે જવાબ આપ્યો હતો, જેમાં કહ્યું હતું કે સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલે ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા માટે સુરતમાં 1188389 ચોરસ મીટર જમીનની માગણી કરી છે.આ ઉપરાંત બંદર વિભાગ, સુરત પોલીસ, હજીરા ગ્રામ પંચાયતની જમીન પણ માગી છે.જો કે રાજ્ય સરકારે બે વર્ષમાં હજુ જમીન ફાળવી નથી.
આ પણ વાંચો : SURAT : અફઘાનિસ્તાન પર તાલીબાનના કબ્જાથી ટેક્સટાઈલ ઉદ્યોગનું 400 કરોડથી વધુનું પેમેન્ટ અટવાયું