કેનેડાના વિવાદથી વધી શકે છે મોંઘવારી, જાણો કેવી રીતે વધશે તમારા કિચનનું બજેટ
ભારત કેનેડામાંથી મોટા પાયે મસૂર દાળની આયાત કરે છે. વર્ષ 2022-23 દરમિયાન દેશમાં કુલ 8.58 લાખ ટન દાળની આયાત કરવામાં આવી હતી. જેમાંથી 4.85 લાખ ટન કેનેડામાંથી આયાત કરવામાં આવી હતી. આ વર્ષે જૂન ક્વાર્ટર દરમિયાન દેશમાં લગભગ 3 લાખ ટન મસૂરની આયાત કરવામાં આવી હતી. જેમાં 2 લાખ ટનથી વધુ કઠોળ માત્ર કેનેડાથી જ આવી છે.
ભારત અને કેનેડા (India Canada Controversy) વચ્ચે વધી રહેલો તણાવ ઓછો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી, પરંતુ દિવસેને દિવસે વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે વેપાર સોદા જે થવાના હતા તેને પણ હાલ પૂરતા અટકાવી દેવામાં આવ્યા છે. વર્ષ 2023માં કેનેડા અને ભારત વચ્ચેનો વેપાર 8 અબજ ડોલર એટલે કે 67,000 કરોડ રૂપિયાનો હતો. તેથી જો તણાવ વધશે તો અર્થવ્યવસ્થાને (Economy) લગભગ 67000 કરોડ રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે. કેનેડા-ભારત વિવાદને કારણે સામાન્ય માણસના રસોડાનું બજેટ બગડે તેવી શક્યતા છે.
કઠોળની આયાતને અસર થવાની સંભાવના
ભારત અને કેનેડા વચ્ચેના તણાવની અસર કઠોળ પર પડી શકે છે. ભારત કેનેડામાંથી મોટા પ્રમાણમાં મસૂર દાળની આયાત કરે છે. કેનેડા સાથે વધતા રાજકીય તણાવને કારણે કઠોળની આયાતને અસર થવાની સંભાવના છે. ખાસ કરીને દાળની આયાતને સૌથી વધુ અસર થવાની શક્યતાઓ છે. તેના કારણે તમારી થાળીનું બજેટ વધી શકે છે.
કિચનનું બજેટ બગડી શકે
ભારત કેનેડામાંથી મોટા પાયે મસૂર દાળની આયાત કરે છે. વર્ષ 2022-23 દરમિયાન દેશમાં કુલ 8.58 લાખ ટન દાળની આયાત કરવામાં આવી હતી. જેમાંથી 4.85 લાખ ટન કેનેડામાંથી આયાત કરવામાં આવી હતી. આ વર્ષે જૂન ક્વાર્ટર દરમિયાન દેશમાં લગભગ 3 લાખ ટન મસૂરની આયાત કરવામાં આવી હતી. જેમાં 2 લાખ ટનથી વધુ કઠોળ માત્ર કેનેડાથી જ આવી છે. તેથી તણાવ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ભારતમાં દાળના ભાવ મોંઘા થઈ શકે છે.
દાળના ભાવમાં થઈ શકે છે વધારો
જો ભારત-કેનેડા વિવાદ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો કઠોળનો પુરવઠો ઘટી શકે છે. જો દાળના પુરવઠાને અસર થશે તો તેની કિંમતો પર અસર થશે. દેશમાં દાળના ભાવ વધી શકે છે. સરકારે છેલ્લા કેટલાક મહિનામાં દાળની મોંઘવારી પર અંકુશ મેળવવા માટે અનેક પગલાં લીધા છે. સરકારે કઠોળની આયાત માટેની શરતો હળવી કરી છે. આ સિવાય સ્ટોક લિમિટ પણ લાદવામાં આવી છે. તેમ છતા કઠોળની મોંઘવારી ઘટવાને બદલે સતત વધી રહી છે.
આ પણ વાંચો : India Canada controversy : કેનેડા સામે ભારતની મોટી કાર્યવાહી, ખાલિસ્તાન તણાવ વચ્ચે ભારતે વિઝા પર મુક્યો પ્રતિબંધ
મસૂર દાળની આયાતની વિગતો
વર્ષ 2023-24 કુલ આયાત 4.66 લાખ ટન હતી જેમાંથી 1.90 લાખ ટન કેનેડામાંથી આયાત કરવામાં આવી હતી.
વર્ષ 2022-23 કુલ આયાત 8.58 લાખ ટન હતી જેમાંથી 4.85 લાખ ટન કેનેડામાંથી આયાત કરવામાં આવી હતી.
વર્ષ 2021-22 કુલ આયાત 6.67 લાખ ટન હતી જેમાંથી 5.23 લાખ ટન કેનેડામાંથી આયાત કરવામાં આવી હતી.
વર્ષ 2020-21 કુલ આયાત 11.16 લાખ ટન હતી જેમાંથી 9.09 લાખ ટન કેનેડામાંથી આયાત કરવામાં આવી હતી.
વર્ષ 2019-20 કુલ આયાત 8.54 લાખ ટન હતી જેમાંથી 6.48 લાખ ટન કેનેડામાંથી આયાત કરવામાં આવી હતી.