આવકવેરાની વિક્રમી આવક, ગયા વર્ષની સરખામણીએ 3.13 લાખ કરોડ એટલે કે 20 ટકાનો થયો વધારો

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ મંગળવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષમાં 17 માર્ચ સુધી સરકારને ડાયરેક્ટ ટેક્સ તરીકે 18,90,259 કરોડ રૂપિયા મળ્યા છે. જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં આ રકમ 15,76,776 કરોડ રૂપિયા હતી. આ રીતે સરકારના ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 3.13 લાખ કરોડ રૂપિયાનો વધારો થવા પામ્યો છે.

આવકવેરાની વિક્રમી આવક, ગયા વર્ષની સરખામણીએ 3.13 લાખ કરોડ એટલે કે 20 ટકાનો થયો વધારો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2024 | 10:56 PM

ભારત સરકારે ફરી એકવાર આવકવેરામાં નવો રેકોર્ડ બનાવ્યો છે. આવકવેરા જેવા પ્રત્યક્ષ કરની કમાણી નાણાકીય વર્ષ 2023-24માં લગભગ 20 ટકા વધી છે. આના કારણે સરકારના ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં પાછલા નાણાકીય વર્ષ 2022-23ની સરખામણીમાં લગભગ 3 લાખ કરોડ રૂપિયાનો વધારો થવા પામ્યો છે.

જે લોકો આવકવેરો અથવા અન્ય પ્રત્યક્ષ કર ચૂકવે છે. તેમાંથી સરકારને ઘણી કમાણી થાય છે. નાણાકીય વર્ષ 2023-24માં સરકાર દ્વારા જાહેર કરાયેલા પ્રત્યક્ષ કર વસૂલાતના હંગામી આંકડા પરથી જાણવા મળ્યું છે કે, 2022-23ની સરખામણીમાં સરકારના કરવેરામાં 19.88 ટકા એટલે કે લગભગ 20 ટકાનો વધારો થવા પામ્યો છે. જો આપણે બંને નાણાકીય વર્ષમાં સરકારી તિજોરીમાં આવતા નાણાંની તુલના કરીએ તો 2023-24માં સરકારની કમાણી 3 લાખ કરોડ રૂપિયાથી વધુ વધી છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા ચાલુ વર્ષમાં માત્ર 17 માર્ચ સુધીના છે. જ્યારે નાણાકીય વર્ષ 2023-24 માટે છેલ્લી તારીખ 31 માર્ચ 2024 છે. નવું નાણાકીય વર્ષ 2024-25, આગામી 1 એપ્રિલથી શરૂ થશે. આ સ્થિતિમાં સરકારનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન હજુ પણ થોડુ વધુ વધી શકે છે.

તમારી દીકરીને આ સરકારી યોજના આપશે 70 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?
શરદી-ઉધરસથી રાહત મેળવવા દેવરાહા બાબાનો ઉપાય, જુઓ Video
ફારસી શબ્દ છે અનાર, હિંદી નામ સાંભળશો તો વિશ્વાસ નહીં આવે
શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે આ લાડુ, જાણો ફાયદા
Vastu shastra : ઘરમાં તોડફોડ કર્યા વિના દૂર થશે વાસ્તુ દોષ, કરો આ 7 ઉપાય
સંતરા એ પોર્ટુગિઝ શબ્દ છે, તેનું હિન્દી નામ જાણશો તો ચોંકી જશો

આટલા પૈસા સરકારી તિજોરીમાં આવ્યા

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ મંગળવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષમાં 17 માર્ચ સુધી સરકારને ડાયરેક્ટ ટેક્સ તરીકે 18,90,259 કરોડ રૂપિયા મળ્યા છે. જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં આ રકમ 15,76,776 કરોડ રૂપિયા હતી. આ રીતે સરકારના ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 3.13 લાખ કરોડ રૂપિયાનો વધારો થવા પામ્યો છે.

સરકારના સીધા કર વસૂલાતમાં કોર્પોરેટ ટેક્સના રૂપમાં રૂ. 9,14,469 કરોડ મળ્યા છે. જ્યારે વ્યક્તિગત કરદાતા પાસેથી વસૂલવામાં આવેલા આવકવેરામાંથી સરકારને રૂ. 9,72,224 કરોડ મળ્યા છે.

સીબીડીટીએ સ્પષ્ટતા કરી કે, 17 માર્ચ સુધી, સરકારે આવકવેરા રિફંડ તરીકે લગભગ 3.37 લાખ કરોડ રૂપિયાનો સમાવેશ પણ થાય છે. જો આને જોડી દેવામાં આવે તો સરકારનું ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 22.27 લાખ કરોડ રૂપિયા થાય છે. જે 2022-23ના ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન કરતાં 18.74 ટકા વધુ છે. સરકાર આખા નાણાકીય વર્ષ માટે એટલે કે 31 માર્ચ 2024 સુધી કુલ રૂ. 19.45 લાખ કરોડના ટેક્સ કલેક્શનની અપેક્ષા રાખે છે.

GSTમાંથી પણ જંગી આવક થઈ રહી છે

માત્ર પ્રત્યક્ષ કર જ નહીં, સરકારને GST જેવા પરોક્ષ કરમાંથી પણ મોટી આવક થઈ રહી છે. માત્ર ફેબ્રુઆરીમાં જ સરકારનું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ હતું. જ્યારે ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના 11 મહિનામાં GST કલેક્શન 18.40 લાખ કરોડ રૂપિયા રહ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">