આવકવેરા વિભાગે 1 એપ્રિલ 2021 થી 3 જાન્યુઆરી 2022 સુધીમાં 1.48 કરોડ કરદાતાઓને 1,50,407 કરોડ રૂપિયા રિફંડ આપ્યું, જાણો તમારું સ્ટેટ્સ

જો વાસ્તવિક જવાબદારી અગાઉ કાપવામાં આવેલી કરની રકમ કરતાં ઓછી હોય તો બાકીની રકમ કર્મચારીને રિફંડ તરીકે પ્રાપ્ત થાય છે.

આવકવેરા વિભાગે 1 એપ્રિલ 2021 થી 3 જાન્યુઆરી 2022 સુધીમાં 1.48 કરોડ કરદાતાઓને 1,50,407 કરોડ રૂપિયા રિફંડ આપ્યું, જાણો તમારું સ્ટેટ્સ
Income Tax Refund Status
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 8:22 AM

આવકવેરા વિભાગ(Income Tax Department)ના જણાવ્યા અનુસાર 1 એપ્રિલ, 2021 થી 3 જાન્યુઆરી 2022 દરમિયાન 1.48 કરોડ કરદાતાઓને 1,50,407 કરોડ રૂપિયા રિફંડ(IT Refund)આપવામાં આવ્યા છે. આ રિફંડ પૈકી 51,194 કરોડ રૂપિયાનું રિફંડ 1.46 કરોડ કરદાતાઓને વ્યક્તિગત આવકવેરા રિફંડ તરીકે આપવામાં આવ્યું છે જ્યારે 2.19 લાખ કરદાતાઓને રૂ. 99,213 કરોડના કોર્પોરેટ ટેક્સ રિફંડ આપવામાં આવ્યા છે. તમે ફાઈલ કરેલા રિટર્નનું તમને રિફંડ (Refund Status)મળ્યું કે નહિ તે જાણવું જરૂરી છે.

આ રીતે તમે તમારા રિફંડની સ્થિતિ ચકાસી શકો છો

  • સૌ પ્રથમ tin.tin.nsdl.com ની મુલાકાત લો
  • રિફંડની સ્થિતિ જાણવા માટે અહીં બે માહિતી ભરવાની જરૂર છે – PAN નંબર અને ક્યાં વર્ષ માટે રિફંડ બાકી છે.
  • હવે કેપ્ચા કોડ ભરવાનો રહેશે.
  • પ્રોસીડ પર ક્લિક કરતા જ સ્ટેટસ આવી જશે.

નવા ઇન્કમ ટેક્સ પોર્ટલ પર આ રીતે તપાસો

  • ઇન્કમટેક્સની વેબસાઇટ www.incometax.gov.in પર જાઓ અને યુઝર ID અને પાસવર્ડ સાથે તમારો PAN દાખલ કરીને એકાઉન્ટમાં લોગિન કરો.
  • ઇ-ફાઇલ વિકલ્પ પર ક્લિક કરો.
  • ઈન્કમ ટેક્સ રિટર્ન્સ પસંદ કરો અને પછી વ્યુ ફાઇલ્ડ રિટર્ન્સ વિકલ્પ પર ક્લિક કરો.
  • તમે ફાઇલ કરેલ લેટેસ્ટ ITR તપાસો.
  • View Details વિકલ્પ પસંદ કરો. તમે ફાઇલ કરેલ ITRની સ્થિતિ દેખાશે
  • તમે ટેક્સ રિફંડ જારી કરવાની તારીખ, રિફંડની રકમ અને આ વર્ષ માટે બાકી રહેલા કોઈપણ રિફંડની ક્લિયરન્સની તારીખ પણ જોશો.
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

રિફંડ શું છે?

કંપની તેના કર્મચારીઓના પગારમાંથી ટેક્સનો અંદાજિત હિસ્સો કાપીને સરકારના ખાતામાં ચૂકવે છે. કર્મચારીઓ વર્ષના અંતે આવકવેરા રિટર્ન ફાઈલ કરે છે, તે જણાવે છે કે તેઓને ટેક્સના સ્વરૂપમાં કેટલું દેવું છે. જો વાસ્તવિક જવાબદારી અગાઉ કાપવામાં આવેલી કરની રકમ કરતાં ઓછી હોય તો બાકીની રકમ કર્મચારીને રિફંડ તરીકે પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો : આધાર કાર્ડની મદદથી કોવિડ વેક્સિન સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય? આ 5 સ્ટેપમાં આખી પ્રક્રિયાને સમજો

આ પણ વાંચો : સ્ટેમ્પ ડ્યૂટીનો ખર્ચ બચાવી પાવર ઓફ એટર્નીથી મિલ્કતની લે-વેચ લાભદાયક કે નુકસાનનો સોદો? જાણો જવાબ

g clip-path="url(#clip0_868_265)">