Axis Bank ના ગ્રાહકો માટે અગત્યના સમાચાર, 1 એપ્રિલથી બેંક આ ફેરફાર લાગુ કરવા જઈ રહી છે ધ્યાન નહિ આપો તો થશે નુકસાન

|

Mar 24, 2022 | 8:15 AM

એક્સિસ બેંકની વેબસાઇટ અનુસાર બેંકે મેટ્રો/શહેરી શહેરોમાં સરળ બચત અને સમકક્ષ યોજનાઓની લઘુત્તમ મર્યાદામાં વધારો કર્યો છે. આ ફેરફાર ફક્ત તે જ યોજનાઓ પર લાગુ થશે જેમાં સરેરાશ બેલેન્સ પેટે રૂ. 10,000 જરૂરી છે.

Axis Bank ના ગ્રાહકો માટે અગત્યના સમાચાર, 1 એપ્રિલથી બેંક આ ફેરફાર લાગુ કરવા જઈ રહી છે ધ્યાન નહિ આપો તો થશે નુકસાન

Follow us on

Axis Bank Rules Change: ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંક(Axis Bank)માં ખાતુ ધરાવતા ગ્રાહકો માટે અગત્યના સમાચાર છે. જો તમારું ખાતું પણ આ બેંકમાં છે તો 1લી એપ્રિલથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. બેંકમાં સેલેરી(Salary) અને સેવિંગ એકાઉન્ટ(Saving Account) ધરાવતા ગ્રાહકો માટે રોકડ વ્યવહારો અને સરેરાશ મિનિમમ બેલેન્સના નિયમો બદલાઈ રહ્યા છે. આ સિવાય બેંકે ફ્રી કેશ ટ્રાન્ઝેક્શનના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. વર્તમાન ફ્રી ટ્રાન્ઝેક્શન 4 અથવા 2 લાખ રૂપિયા છે જે 4 ફ્રી ટ્રાન્ઝેક્શન અથવા રૂ 1.5 લાખ કરી દેવાયા છે.

મિનિમમ બેલેન્સ મર્યાદામાં ફેરફાર

તમને જણાવી દઈએ કે બેંકે બચત ખાતા માટે Av Rage માસિક બેલેન્સની મર્યાદા રૂ. 10,000 થી થી વધારીને રૂ. 12,000 કરી છે. આ બેંક નિયમો 1 એપ્રિલ, 2022 થી અમલમાં આવશે.

વેબસાઇટ પર બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી

એક્સિસ બેંકની વેબસાઇટ અનુસાર બેંકે મેટ્રો/શહેરી શહેરોમાં સરળ બચત અને સમકક્ષ યોજનાઓની લઘુત્તમ મર્યાદામાં વધારો કર્યો છે. આ ફેરફાર ફક્ત તે જ યોજનાઓ પર લાગુ થશે જેમાં સરેરાશ બેલેન્સ પેટે રૂ. 10,000 જરૂરી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટમાં ફેરફાર

આ સિવાય બેંકે ફ્રી કેશ ટ્રાન્ઝેક્શનના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. વર્તમાન ફ્રી ટ્રાન્ઝેક્શન 4 અથવા 2 લાખ રૂપિયા છે જે 4 ફ્રી ટ્રાન્ઝેક્શન અથવા રૂ 1.5 લાખ કરી દેવાયા છે.

જાન્યુઆરીમાં પણ ફેરફારો કરવામાં આવ્યા હતા

તમને જણાવી દઈએ કે આ પહેલા એક્સિસ બેંક અને અન્ય ઘણી બેંકોએ 1 જાન્યુઆરી, 2022 થી ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધાર્યો છે. જૂનમાં પણ આરબીઆઈએ બેંકોને 1જાન્યુઆરી 2022 થી રોકડ અને નોન-કેશ એટીએમ ટ્રાન્ઝેક્શન માટે ચાર્જ વધારવાની મંજૂરી આપી હતી.

જુના કર્મચારીઓને આ લાભ મળશે

એક્સિસ બેંક(AXIS Bank) એવી મહિલાઓ(Woman)ને નોકરીની તક આપી રહી છે જેમણે કોઈ કારણસર નોકરી છોડી દીધી હતી અને તેઓ ફરીથી નોકરી શરૂ કરવા માંગે છે. ખાનગી ક્ષેત્રની આ મોટી બેંકે ‘હાઉસવર્કઇઝવર્ક’ (HouseWorkIsWork) હેઠળ યોજના શરૂ કરી છે. આ અંતર્ગત બેંક એવી મહિલાઓને નોકરી ઓફર કરી રહી છે જેઓ પોતાનું કરિયર ફરી શરૂ કરવા માંગે છે. આ પહેલ પાછળ મહિલાઓને આશ્વાસન આપવાનું છે કે તેઓ હજુ પણ નોકરીપાત્ર છે, તેમનામાં કૌશલ્ય છે અને બેંકમાં વિવિધ નોકરીઓ માટે યોગ્ય છે. એક્સિસ બેંકના પ્રેસિડેન્ટ અને એચઆર હેડ રાજકમલ વેમપતિએ બેંકની એપોઇન્ટમેન્ટ સ્કીમ (હાઉસવર્કઇઝવર્ક) વિશે માહિતી આપી હતી કે જે મહિલાઓ પારિવારિક જવાબદારીઓ અથવા અન્ય કોઇ કારણોસર નોકરી છોડી ચૂકી છે અને હવે ફરીથી નોકરી લેવા માટે તૈયાર છે. હા, તેમને કામ પર પાછા લાવવા માટે આ પહેલ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો : કરોડોનો ચૂનો ચોપડનાર ભાગેડુ કારોબારીઓ પાસેથી સરકારે 19 હજાર કરોડની વસુલાત કરી, નાણામંત્રીએ સંસદમાં જાહેર કરી માહિતી

આ પણ વાંચો : Surat : ટેક્સ્ટાઇલ મિલ માલિકોએ ફરી વખત પ્રોસેસિંગ ચાર્જ વધાર્યા, રો મટિરિયલના ભાવો વધતા લેવો પડ્યો નિર્ણય

Next Article