AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધનતેરસ પર સોનું ખરીદવાનું વિચારો છો, તો ગોલ્ડમાં ઈન્વેસ્ટ કરવાના આ છે બેસ્ટ ઓપ્શન

ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ એ એવી સ્કીમ છે જે સોનામાં રોકાણ કરે છે. આ એક ઓપન એન્ડેડ ઇન્વેસ્ટમેન્ટ છે, જે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરે છે. તેમાં 500 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે. લોકો તેમાં લાંબા ગાળામાં રોકાણ કરે છે તો રિટર્ન સારૂ મળે છે. ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી મળતું રિટર્ન સોના કરતાં વધારે હોય છે.

ધનતેરસ પર સોનું ખરીદવાનું વિચારો છો, તો ગોલ્ડમાં ઈન્વેસ્ટ કરવાના આ છે બેસ્ટ ઓપ્શન
Gold Mutual Fund
| Updated on: Nov 09, 2023 | 1:14 PM
Share

આજે લોકો ભૌતિક સોનાની સાથે ગોલ્ડમાં ઈન્વેસ્ટમેન્ટ પણ કરતા હોય છે. તેથી સોનામાં રોકાણ માટે ડિજિટલ ગોલ્ડ એક સારો વિકલ્પ છે. ભૌતિક સોનું ખરીદીએ ત્યારે આપણે તેને ઈન્વેસ્ટમેન્ટ ન ગણવું કારણ કે તેનો ઉપયોગ જ્વેલરી બનાવવા માટે કરવામાં આવે છે. તેથી તેના માટે મેકિંગ ચાર્જ વગેરે આપવાનો રહે છે અને તેમાં રિટર્ન ઓછું થાય છે. તેથી, જો તમે ધનતેરસ પર સોનું ખરીદવાનું કે તેમાં રોકાણ કરવાનું વિચારો છો, તો તમે અહીં આપેલા વિકલ્પમાંથી પસંદગી કરી શકો છો.

ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ

ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ એ એવી સ્કીમ છે જે સોનામાં રોકાણ કરે છે. આ એક ઓપન એન્ડેડ ઇન્વેસ્ટમેન્ટ છે, જે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરે છે. તેમાં 500 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે. લોકો તેમાં લાંબા ગાળામાં રોકાણ કરે છે તો રિટર્ન સારૂ મળે છે. કેટલિક વખત સારા ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી મળતું રિટર્ન સોનાની કિંમત કરતાં વધારે હોય છે.

ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ

ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) એ ફિઝિકલ ગોલ્ડનો ઓપ્શન છે. તેમાં ભૌતિક સ્વરૂપમાં સોનું મળતું નથી. ગોલ્ડ ઇટીએફ દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સોનાની ખરીદી કરો છો. તેનો ફાયદો એ છે કે તે શેરબજારમાં લિસ્ટેડ છે અને એક્સચેન્જમાં ટ્રેડ થાય છે. આ ગોલ્ડ ETF નું NSE અને BSE પર ખરીદ-વેચાણ કરવામાં આવે છે. તમે જ્યારે ગોલ્ડ ETF નું વેચાણ કરો છો ત્યારે તમને ભૌતિક સોનું નથી મળતું, પરંતુ તમારા ખાતામાં સોનાની કિંમત જેટલી રકમ જમાં થાય છે.

આ પણ વાંચો : SIP અને SWP માંથી મ્યુચ્યુઅલ ફંડની કઈ સ્કીમ છે સારી, જાણો વધારે વળતર માટે શું છે બેસ્ટ ઓપ્શન

સોવરિન ગોલ્ડ બોન્ડ

સોવરિન ગોલ્ડ બોન્ડ એ સોનામાં રોકાણ કરવાનું ખૂબ જ સુરક્ષિત માધ્યમ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા તે જાહેર કરવામાં આવે છે. તમે બેંક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, પોસ્ટ ઓફિસ અને સ્ટોક એક્સચેન્જ દ્વારા તેની ખરીદી શકો છો. તેનું પેમેન્ટ UPI દ્વારા ડિજિટલી પણ કરી શકો છો. વ્યક્તિ, HUFs, ટ્રસ્ટ અને ચેરિટેબલ સંસ્થાઓ આ ગોલ્ડ બોન્ડ સ્કીમમાં રોકાણ કરી શકે છે. તેમાં મિનિમમ રોકાણ 1 ગ્રામ છે અને લોક ઇન પીરિયડ 8 વર્ષનો છે.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">