AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIP અને SWP માંથી મ્યુચ્યુઅલ ફંડની કઈ સ્કીમ છે સારી, જાણો વધારે વળતર માટે શું છે બેસ્ટ ઓપ્શન

સિસ્ટેમેટિક વિડ્રોઅલ પ્લાન એટલે કે SWP દ્વારા, તમે મ્યુચ્યુઅલ ફંડમાંથી એક નિશ્ચિત સમયમાં ચોક્કસ રકમ ઉપાડી શકો છો. જેવી રીતે SIP દ્વારા આપણે એક નિશ્ચિત રકમનું દર મહિને કે ત્રણ મહિને રોકાણ કરીએ છીએ. તેવી જ તેનું ઉલટું આ સ્કીમ દ્વારા રોકાણકારો એક નિશ્ચિત રકમ આ ફંડમાંથી ઉપાડી શકે છે.

SIP અને SWP માંથી મ્યુચ્યુઅલ ફંડની કઈ સ્કીમ છે સારી, જાણો વધારે વળતર માટે શું છે બેસ્ટ ઓપ્શન
એકે નિગમના જણાવ્યા અનુસાર બજાર ટોચ પર હોય કે તળિયે, બંને સ્થિતિમાં SIP શરૂ કરી શકાય છે. લાંબા ગાળામાં SIP વળતર લગભગ સમાન જ હોય ​​છે, પછી ભલે તે ક્યારે શરૂ કરવામાં આવે.
| Updated on: Nov 08, 2023 | 6:58 PM
Share

લોકો જુદી-જુદી બચત યોજનાઓ દ્વારા વધારાની આવક મેળવી શકે છે. બેંકની સાથે પોસ્ટ વિભાગ પણ પોતાની સેવિંગ્સ સ્કીમ ચલાવી રહ્યું છે. પરંતુ પ્રશ્ન એ છે કે વધારે રિટર્ન કયાંથી મેળવી શકાય એટલે કે, કઈ સ્કીમમાં ઈન્વેસ્ટ કરીને વધારે વળતર મળી શકે. આવી સ્થિતિમાં તમે SWP એટલે કે મ્યુચ્યુઅલ ફંડના સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાનથી ફાયદો મળી શકે છે. થોડા સમય પહેલા FD પરના વ્યાજમાં વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે ફરી એકવાર રોકાણકારો ફિક્સ્ડ ડિપોઝિટમાં રિસ્ક ફ્રી રોકાણ કરી રહ્યા છે.

આજે આપણે મ્યુચ્યુઅલ ફંડની SWP સ્કીમ વિશે જાણીશું જેના દ્વારા તમે તમારા રિટાયરમેન્ટ બાદ તણાવમુક્ત જીવન જીવી શકો છો.

જાણો શું છે સિસ્ટેમેટિક વિડ્રોઅલ પ્લાન

સિસ્ટેમેટિક વિડ્રોઅલ પ્લાન એટલે કે SWP દ્વારા, તમે મ્યુચ્યુઅલ ફંડમાંથી એક નિશ્ચિત સમયમાં ચોક્કસ રકમ ઉપાડી શકો છો. જેવી રીતે SIP દ્વારા આપણે એક નિશ્ચિત રકમનું દર મહિને કે ત્રણ મહિને રોકાણ કરીએ છીએ. તેવી જ તેનું ઉલટું આ સ્કીમ દ્વારા રોકાણકારો એક નિશ્ચિત રકમ આ ફંડમાંથી ઉપાડી શકે છે.

10,000 રૂપિયાની મંથલી લિમિટ સેટ કરી શકો

ધારો કે તમે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં 1,00,000 રૂપિયાનું રોકાણ કર્યું છે. તમે ઈચ્છો છો કે દર મહિને એક નિશ્ચિત રકમ તમારા બેંક એકાઉન્ટમાં જમાં થાય. તેના માટે તમે 10,000 રૂપિયાની મંથલી લિમિટ સેટ કરી શકો છો. તેને કારણે, મ્યુચ્યુઅલ ફંડમાં બચેલી રકમ પર બજારના ઉતાર-ચઢાવ મૂજબ ફેરફાર થશે. તેમ છતા તમારી SWP ની રકમ એક સરખી રહેશે. આ સ્કીમનો ફાયદો તો જ મળશે જો એક મોટી એમાઉન્ટનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવે.

આ પણ વાંચો : જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો આ ભૂલો કરવી નહીં, ફાયદો મળવાને બદલે થઈ શકે છે નુકશાન

નોકરી બાદ SWP એક બેસ્ટ સ્કીમ સાબિત થઈ શકે છે. એટલે કે તમે નિવૃત્તિ બાદ દર મહિને ફિક્સ રકમ મેળવી શકો છો. આ સ્કીમ માટે તમારે તમારી ચાલુ યોજનામાં SWP પ્લાનને એકટિવ કરાવવો પડશે. લિમિટ સેટ કર્યા બાદ નિર્ધારિત સમયે તમારા બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">