LICની વીમા પોલિસી પર મળે છે લોન, અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા
જો તમને પૈસાની જરૂર હોય તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે કારણ કે આમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે તમારી વીમા પોલિસીની મદદથી કેવી રીતે લોન લઈ શકો છો.
દેશની જાણીતી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના કરોડો પોલિસીધારકો છે. LIC તેના ગ્રાહકોને અનેક પ્રકારના પ્લાન ઓફર કરે છે. આની બીજી ખાસ વાત એ છે કે LIC સ્કીમમાં ઉત્તમ વળતરની સાથે રોકાણ કરેલી રકમ પણ સુરક્ષિત રહે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે તમારી LIC પોલિસીના સરેન્ડર વેલ્યુ પર પર્સનલ લોન પણ લઈ શકો છો.
જીવનમાં ઘણી વખત લોકોને અચાનક પૈસાની જરૂર પડે છે, આવા કટોકટીના સમયમાં તમે તમારી LIC પોલિસી સામે સરળતાથી લોન લઈ શકો છો. મહત્વનું છે કે આ માહિતી જરૂરિયાતમંદ લોકો માટે ખૂબ મહત્વની છે.
પોલિસી મોર્ગેજ કરીને લઈ શકાય છે લોન
તમારી જીવન વીમા પૉલિસીનો ઉપયોગ આ લોન માટે કોલેટરલ તરીકે થાય છે. જેમ તમે તમારું ઘર અથવા સોનાના દાગીના મોર્ગેજ કરીને લોન લો છો, તેવી જ રીતે અહીં તમારી પોલિસી ગીરો છે. જરૂરિયાતના સમયે તમારી LIC પોલિસી સામે લોન લેવી એ સારો અને સરળ નાણાકીય ઉકેલ સાબિત થઈ શકે છે.
આ લોન માટે અરજી કરતા પહેલા, તમારે દસ્તાવેજીકરણ, પાત્રતા માપદંડ અને ચુકવણી જેવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે જાણવું જોઈએ.
LIC પોલિસી સામે લોન લેતા પહેલા આ બાબતોની રાખો ધ્યાન
પોલિસી પાત્રતા: સૌથી પહેલા તમારે તમારી LIC પોલિસી લોન લેવા માટે લાયક છે કે નહીં તની માહિતી મેળવવી જોઈએ. આ પુષ્ટિ કરવા માટે, તમારા પોલિસી દસ્તાવેજને તપાસો અથવા સીધો LIC નો સંપર્ક કરો.
લોનની રકમ: આ બાદ તમારે LIC પોલિસી પર લોનની મહત્તમ રકમ કેટલી લઈ શકાય તેના વિશે જાણવું જોઈએ. આ રકમ સામાન્ય રીતે પોલિસીના સમર્પણ મૂલ્ય અનુસાર નક્કી કરવામાં આવે છે, જે કુલ મૂલ્યના 90 ટકા સુધી હોઈ શકે છે. મહત્વનું છે કે પોલિસી પર ઓછામાં ઓછા 3 વર્ષ માટે પ્રીમિયમ જમા કરાવવું જરૂરી છે, નહીં તો તમને લોન નહીં મળે.
લોન માટે આવેદન: લોન અરજી ફોર્મ મેળવવા માટે, તમારી નજીકની LIC શાખાનો સંપર્ક કારી અથવા LIC ની વેબસાઇટની મુલાકાત લો અને ઓનલાઇન ફોર્મ ભરી શકાય. ફોર્મ યોગ્ય રીતે ભરી તેમાં પૂછવામાં આવેલી તમામ જરૂરી વિગતો આપવી.
જરૂરી દસ્તાવેજો: લોન અરજી માટે જરૂરી તમામ દસ્તાવેજો તૈયાર કરો. આમાં તમારો પોલિસી દસ્તાવેજ, ઓળખનો પુરાવો (જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ વગેરે), સરનામાનો પુરાવો અથવાતો LIC દ્વારા પૂછવામાં આવેલા અન્ય દસ્તાવેજોનો સમાવેશ થઈ શકે છે.
લોન પ્રોસેસિંગ: LIC બ્રાન્ચ ઑફિસ અથવા ઑનલાઇન પોર્ટલ દ્વારા તમામ જરૂરી દસ્તાવેજો સાથે લોન એપ્લિકેશન સબમિટ કરો. LIC પહેલા તમામ દસ્તાવેજોની ચકાસણી કરશે અને જો સાચા જણાશે તો તમારી લોન અરજી પર પ્રક્રિયા કરશે.
લોનની મંજૂરી: એકવાર તમારી લોનની અરજી પર પ્રક્રિયા થઈ જાય અને LIC તેને મંજૂર કરે, પછી તમને લોનની રકમ આપવામાં આવશે. આ લોનની રકમ તમારી પોલિસીના સમર્પણ મૂલ્યમાંથી બાદ કરવામાં આવશે અને લોનની રકમ પર વ્યાજ વસૂલવામાં આવશે.
ચુકવણી: જો તમે સમયસર લોન અને વ્યાજની ચુકવણી કરી શકતા નથી, તો પોલિસી સમાપ્ત થઈ શકે છે અથવા તેના પર ઉપલબ્ધ લાભો ઘટી શકે છે. તેથી, ખાસ ધ્યાન રાખો કે તમે સમયસર વ્યાજ સાથે લોનની ચુકવણી કરો.
નોંધ : અહીં આપવામાં આવેલી મહિતી આપની જાણકરી માટે છે. વધુ વિગતો માટે સતાવાર વેબસાઇટની મુલાકાત લો.