AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Form-16 ની મદદથી કરીને Income Tax Return ઓનલાઇન કેવી રીતે ફાઇલ કરવું? અનુસરો આ સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

ફોર્મ-16(Form-16)નો ઉપયોગ કરીને આવકવેરા રિટર્ન(Income Tax Return ) ફાઇલ કેવી રીતે કરવું તે પ્રશ્ન ઘણા લોકોને મૂંઝવણમાં મૂકે છે. જો તમે કોઈ કંપનીમાં કામ કરો છો તો તમે સાંભળ્યું હશે કે કંપની વતી કર્મચારીઓના પગારમાંથી TDS કાપવામાં આવે છે. આ તમારો ટેક્સ રેકોર્ડ છે.

Form-16 ની મદદથી કરીને Income Tax Return ઓનલાઇન કેવી રીતે ફાઇલ કરવું? અનુસરો આ સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2023 | 1:23 PM
Share

ફોર્મ-16(Form-16)નો ઉપયોગ કરીને આવકવેરા રિટર્ન(Income Tax Return ) ફાઇલ કેવી રીતે કરવું તે પ્રશ્ન ઘણા લોકોને મૂંઝવણમાં મૂકે છે. જો તમે કોઈ કંપનીમાં કામ કરો છો તો તમે સાંભળ્યું હશે કે કંપની વતી કર્મચારીઓના પગારમાંથી TDS કાપવામાં આવે છે. આ તમારો ટેક્સ રેકોર્ડ છે. કંપની દ્વારા દર વર્ષે પાછલા નાણાકીય વર્ષ માટે મેના અંત સુધીમાં ફોર્મ 16(Form -16) ઈશ્યુ કરવામાં આવે છે. જે 1 એપ્રિલથી 31 માર્ચ સુધીના સમયગાળા માટે હોય છે. Form 16 અનિવાર્યપણે કંપની દ્વારા તેના કર્મચારીઓને આપવામાં આવતું પ્રમાણપત્ર છે. આ પ્રમાણપત્ર એ એક સ્વીકૃતિ આપે છે કે તમારા પગારમાંથી TDS કાપવામાં આવ્યો છે અને કર્મચારી વતી સરકારી સત્તાવાળાઓ પાસે જમા કરવામાં આવ્યો છે.

કંપની તરફથી TDS કાપવામાં આવે છે

દરેક કંપનીએ તેના કર્મચારીઓને સેલેરી સ્લિપ આપવી જોઈએ. ફોર્મ 16 માં દરેક મહત્વપૂર્ણ વિગતો શામેલ છે જે આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં ઉપયોગી છે. આના દ્વારા તમે TDS તરીકે કપાયેલા પૈસા પાછા મેળવી શકો છો.

Form – 16 નો ઉપયોગ કરીને ITR  કેવી રીતે ફાઇલ કરશો?

  • Form  16 ડાઉનલોડ કરવા માટે તમે આવકવેરા ફોર્મ વિભાગ હેઠળ આવકવેરા વિભાગની અધિકૃત વેબસાઈટ incometaxindia.gov.in/Pages/default.aspx પર જવું પડશે
  • Form-16, પાન કાર્ડ, આધાર કાર્ડ, બેંક સ્ટેટમેન્ટ અને અન્ય સંબંધિત દસ્તાવેજો સહિત તમારા તમામ નાણાકીય દસ્તાવેજો મેળવો.
  • ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે તમે જે કપાત માટે પાત્ર છો તેની નોંધ લેવાની ખાતરી કરો (જેમ કે 80C, 80D, વગેરે હેઠળની કોઈપણ કપાત)
  • આવકવેરા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને ખાતું બનાવો. જો તમારી પાસે પહેલેથી જ એકાઉન્ટ હોય તો Login  કરો.
  • પ્રક્રિયા શરૂ કરવા માટે ઈ-ફાઈલ વિભાગ પર ઉપલબ્ધ “Income Tax Return” પર ક્લિક કરો.
  • તમારી આવક અને અન્ય સંજોગોના આધારે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફોર્મ પસંદ કરો.
  • જો તમારી પાસે ફોર્મ 16 છે તો ITR-1 અથવા ITR-2 નો ઉપયોગ કરી શકાય છે.
  • વ્યક્તિગત વિગતો, આવકની વિગતો, કપાત અને કર ચૂકવણી જેવી વિગતો દાખલ કરો.
  • ફોર્મ 16 તમારા Income Tax Return ફાઇલ કરવા માટે જરૂરી વિગત પુરી પાડે છે જેમાં કલમ 10 હેઠળ મુક્તિ, કલમ 16 હેઠળની કપાત, કરપાત્ર પગાર ,કલમ 80C હેઠળ કપાતનો સમાવેશ થાય છે.
  • તમે દાખલ કરેલી  માહિતી ચકાસો પછી ફોર્મ સબમિટ કરો.
  • એકવાર તમે તમારું રિટર્ન સબમિટ કરી લો પછી તેને accessible methods પૈકી એક દ્વારા E-Verify કરો, જેમ કે તમારા આધારમાંથી OTP વગેરે.
  • પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે E-Verify ITR  અપલોડ કરો.

Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">