PF એકાઉન્ટમાં UAN નંબર કેવી રીતે કરવો એક્ટિવેટ? જાણો EPFO દ્વારા સૂચિત પ્રક્રિયા

જો તમે નોકરીયાત છો, તો અહેવાલ આપના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે વર્તમાન સમયમાં UAN નંબર ખૂબ મહત્વપૂર્ણ બની ગયો છે. દરેક સબસ્ક્રાઈબરને EPFના નાણાંની તપાસ માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) આપવામાં આવે છે.

PF એકાઉન્ટમાં UAN નંબર કેવી રીતે કરવો એક્ટિવેટ? જાણો EPFO દ્વારા સૂચિત પ્રક્રિયા
EPFO
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 08, 2021 | 8:05 AM

જો તમે નોકરીયાત છો, તો અહેવાલ આપના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે વર્તમાન સમયમાં UAN નંબર ખૂબ મહત્વપૂર્ણ બની ગયો છે. દરેક સબસ્ક્રાઈબરને EPF ના નાણાંની તપાસ માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) આપવામાં આવે છે. આ UAN દ્વારા, તમે તમારું બેલેન્સ, પીએફ એકાઉન્ટ ઓપરેટ કરી શકો છો અથવા કોઈ અન્ય સુવિધાનો લાભ લઈ શકો છો. આ નંબર સેવાકાળના સમયગાળા દરમિયાન એક જ વાર મળે છે. UAN એ 12-અંકનો નંબર છે જેને EPFO ઇશ્યૂ કરે છે.

પીએફ એકાઉન્ટ ધારકો કે જેમણે પોતાનો યુએન નંબર મેળવ્યો નથી અથવા તેઓએ તેને એક્ટિવેટ કર્યો નથી. તેમને જણાવી દઈએ કે નોકરિયાત માટે UAN નંબર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આના દ્વારા, પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટની વિગતો મળી શકે છે. જો તમને તમારું યુએન ખબર નથી તો તમે તેને ઇપીએફઓ વેબસાઇટ પરથી શોધી શકો છો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

EPFO પોર્ટલ પર UANને કેવી રીતે એક્ટિવેટ કરવું તે જાણો

>> પ્રથમ ઇપીએફઓ https://epfindia.gov.in/site_en/ ના ઓફિશિયલ પોર્ટલની મુલાકાત લો >> હવે Our Service પર ક્લિક કરવું પડશે. >> પછી For Employees ક્લિક કરો. >> આ પછી, તમારે Member UAN/Online Services પર ક્લિક કરવું પડશે. >> હવે તમારે UAN પોર્ટલ પર જવું પડશે. તમારે મોબાઇલ નંબર અને પીએફ મેમ્બર આઈડી દાખલ કરવું પડશે. >> હવે તમારે Get Authorization PIN પર ક્લિક કરવું પડશે. >> પછી PIN નંબર તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે, હવે ઓટીપી દાખલ કરો. >> પછી વેલિડેટ ઓટીપી પર ક્લિક કરો. આ પછી, તમારું યુએએન સક્રિય થશે.

એકવાર UAN એક્ટિવ થયા પછી, તમારું કામ સરળ થઈ જશે. UAN દ્વારા તમને ઓનલાઇન PF ટ્રાન્સફર, બેલેન્સ ચેક અને ઉપાડની સુવિધા મળશે. તમારા બધા જૂના અને નવા એકાઉન્ટ્સ આ UAN માં દેખાય છે.

કઈ રીતે મેળવશો માહિતી? EPFO એ કર્મચારીઓને તેમના પીએફ એકાઉન્ટને જાણવા માટે ઘણી સેવાઓ શરૂ કરી છે. સબસ્ક્રાઇબર્સ ફોનથી તેમના પીએફ એકાઉન્ટની માહિતી પણ મેળવી શકે છે. આ માટે, તમારે ફક્ત 011 229 01 406 નંબર પર મિસ્ડ કોલ આપવો પડશે, પરંતુ યાદ રાખો કે તમે જે ફોન નંબર પરથી કોલિંગ કરી રહ્યાં છો તે EPFO સાથે નોંધાયેલ હોવું જોઈએ. આ માહિતી એસએમએસ પરથી પણ મેળવી શકાય છે. SMS સેવા માટે UAN પોર્ટલમાં, સક્રિય સભ્યોએ પોતાનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 7738299899 નંબર પર ‘EPFOHO UAN’ લખીને મોકલવો પડશે. ખાસ વાત એ છે કે આ સુવિધા 10 ભાષાઓમાં ઉપલબ્ધ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">