AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હળદરથી ટામેટા સુધીની ચીજવસ્તુના ભાવવધારાએ, સામાન્ય લોકોના રસોડાના બજેટને ખોરવી નાખ્યું

ટામેટા બાદ હવે ડુંગળી, આદુ, ધાણા, કઠોળ, ચોખા અને મસાલાના ભાવ પણ વધવા લાગ્યા છે, જેના કારણે સામાન્ય માણસના ખિસ્સા પર ભારે બોજ પડી રહ્યો છે.

હળદરથી ટામેટા સુધીની ચીજવસ્તુના ભાવવધારાએ, સામાન્ય લોકોના રસોડાના બજેટને ખોરવી નાખ્યું
hike in prices of commodities from turmeric to tomato
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2023 | 3:51 PM
Share

દેશભરમાં ટામેટાંના ભાવવધારાથી લોકો પરેશાન થઈ ગયા છે. ત્યાં જ હવે આદુ, ડુંગળી, હળદર અને જીરાના ભાવ વધારાએ પણ લોકોને રડાવી દીધા છે. દિવસેને દિવસે વધતી જતી મોંઘવારી, સામાન્ય માણસના રસોડામાં વિલન બની ગઈ છે, જેના કારણે સામાન્ય માણસના ખિસ્સા અને બજેટ પર બોજ વધી રહ્યો છે. દરમિયાન, દિલ્હીના વેપારીઓનો દાવો છે કે છેલ્લા ત્રણ મહિનામાં દાળ, ચોખા, હળદર અને જીરાના ભાવમાં પણ 30 થી 40 ટકાનો વધારો થયો છે. આવી સ્થિતિમાં બજારના વેપારીઓનું કહેવું છે કે, આગામી દિવસોમાં આ વસ્તુઓના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.

હાલમાં ટામેટા, આદુ, લીલા મરચા અને કેપ્સીકમના ભાવમાં સૌથી વધુ વધારો થયો છે. જો કે આ ભાવ વધારો ચોમાસાને લઈને હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. ચોમાસામાં ઠેર ઠેર વરસેલા ભારે વરસાદને પગલે, પાકનો નાશ થયો છે. તો બીજી બાજુ જે પ્રદેશમાં આ પાકે છે ત્યાંથી પરપ્રાંતમાં માલ મોકલવા માટે જરૂરી માર્ગ વ્યવહાર ચોમાસાના અતિભારે વરસાદને કારણે ખરાબ થઈ જવાને કારણે પુરવઠો પણ ખોરવાઈ ગયો છે.  જેના કારણે ભાવ વધારો થયો હોવાનું કહેવાઈ રહ્યું છે.

ડુંગળી હવે 20 રૂપિયાથી 25 રૂપિયા પ્રતિ કિલો અને લીલા ધાણા 80 રૂપિયાથી વધીને 200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. 150 રૂપિયે કિલો મળતું આદુ હવે 320થી 400 રૂપિયે કિલો વેચાઈ રહ્યું છે. ચાલો જાણીએ હળદર, જીરું અને અન્ય મસાલાની શું સ્થિતિ છે.

મસાલા પણ કિંમતની દૃષ્ટિએ અનેક ગણા મોંઘા થઈ ગયા છે

છેલ્લા એક મહિનામાં જીરું રૂ.250 મોંઘુ થયું છે. જીરું જે એક મહિના પહેલા રૂ.500 પ્રતિ કિલો હતું તે હવે રૂ.750 પ્રતિ કિલોએ પહોંચી ગયું છે. રસોડામાં વપરાતા મસાલા બજેટની દૃષ્ટિએ પણ સ્વાદને બગાડી રહ્યા છે. જીરું દરેક ઘરની જરૂરિયાત છે. તેથી જીરૂ અને અન્ય મસાલાની માંગ વધુ હોવાથી ભાવમાં વધારો થયો છે.

આ વસ્તુઓના વધતા ભાવ

જીરું 500– રૂ 750 કિલો હળદર 130—–180 રૂપિયા કિલો લાલ મરચું 250–300 રૂપિયા કિલો ગ્રામ દાળ 66–70 રૂપિયા પ્રતિ કિલો ટામેટા 200–210 રૂપિયા કિલો ડુંગળી 20–25 રૂપિયા કિલો કેપ્સીકમ 100–160 રૂપિયા કિ.ગ્રા સરસવનું તેલ 120 125 રૂપિયા લીટર

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">