ચોર પળવારમાં 3 લાખની કિંમતના ટામેટાં લઈ ગયા, સો કિલોમીટર દૂર લઈ જઇ વેચી માર્યા
બેંગલુરુમાં ત્રણ અજાણ્યા લોકોએ 3 લાખ રૂપિયા ભરેલી ટમેટાની ગાડીની લૂંટ કરી હતી. લૂંટ બાદ આરોપીઓ ટામેટાંને બેંગ્લોરથી ચેન્નાઈ લઈ જઈને વેચતા હતા. અત્યાર સુધીમાં ત્રણની ધરપકડ કરવામાં આવી છે.
દેશભરમાં ટામેટાના ભાવ આસમાને છે. કેટલાક શહેરોમાં તો ભાવ 200 રૂપિયા સુધીનો આંકડો પાર કરી ગયો છે. વધતા ભાવની સાથે ટામેટાની ચોરીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ટામેટાંની વધતી કિંમતો વચ્ચે કર્ણાટકમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બેંગલુરુમાં 2000 કિલો વજનનું વાહન ચોરાયું હતું. આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે તમિલનાડુમાંથી ભાસ્કર અને સિંધુજા નામના બે આરોપીઓની પણ ધરપકડ કરી છે, પરંતુ અન્ય ત્રણ આરોપીઓની હજુ પણ શોધ ચાલી રહી છે.
શનિવાર, 8 જુલાઈના રોજ, બેંગલુરુમાં રહેતો એક ખેડૂત બોલેરો વાહનમાં લગભગ 3 લાખ રૂપિયાના ટામેટાં લઈ જઈ રહ્યો હતો. કારમાં ટામેટાં ભરેલા જોઈ ત્રણ અજાણ્યા શખ્સોએ તેમની કારને બોલેરોની પાછળ દોડાવી દીધી હતી. થોડુ અંતર કાપ્યા બાદ ખેડૂતોએ બોલેરોને આરસીએમ યાર્ડ સ્ટેશન વિસ્તારમાં લાવીને રોકી હતી. આ બાદ જે થયું તેનું ખેડૂતને પણ સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય.
ટામેટાની ચોરી કરતા પહેલા પીછો કર્યો
તે જ સ્થળે પાછળના વાહનોમાંથી ત્રણ અજાણ્યા શખ્સો નીચે ઉતરી ચાલક પર હુમલો કર્યો હતો અને સ્થળ પરથી ટામેટાં ભરેલ વાહન લઈને ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટનાની ફરિયાદ બાદમાં ખેડૂતોએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જે બાદ પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ હતી.
ચોરેલા ટામેટાંને ચેન્નઈમાં બારોબાર વેચી માર્યા
આરોપી ખાદિમ ટામેટાં ભરેલી બોલેરોની ચોરી કરી તેના ઘરે લઈ ગયો હતો. જ્યાં તેણે બેસીને પ્લાનિંગ કર્યું અને ચેન્નાઈના માર્કેટમાં ટામેટાં વેચ્યા. જે બાદ તે ખાલી વાહન લઈને પાછો ફર્યો હતો. આ કેસમાં આરએમસી યાર્ડ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. જો કે, આ સમગ્ર ઘટનામાં અન્ય ઘણા લોકો પણ સામેલ હતા, જેમની શોધ હજુ પોલીસ દ્વારા ચાલી રહી છે.
હાલ તો આ ટામેટાંની ચોરીના કેસને લઇને સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. અને, ટામેટાંની કિંમતોને કારણે હાલ ટામેટાંની પણ ઘરેણાંની જેમ ચોરી થઇ રહી છે. જે ખરેખર વિશ્મય પમાડે તેવા સમાચાર છે.