Hero Cycles IPO: વિશ્વની સૌથી મોટી સાઇકલ ઉત્પાદક કંપની IPO લાવશે, જાણો શું છે કંપનીની યોજના
હવે કંપની વૈશ્વિક સ્તરે વિસ્તરણ તરફ આગળ વધી રહી છે. ખાસ કરીને કંપની યુરોપિયન માર્કેટમાં પ્રવેશ કરવા માંગે છે. હીરો સાયકલ્સ ગ્રુપ યુરોપિયન માર્કેટમાં ટોચની પાંચ સાયકલ ઉત્પાદક કંપનીઓમાં પ્રવેશ કરવા માંગે છે.
Hero Cycles IPO: વિશ્વની સૌથી મોટી સાયકલ ઉત્પાદક કંપની આગામી બે વર્ષ સુધી તેનો વ્યવસાય વિસ્તારવાની યોજના બનાવી રહી છે. આ વિસ્તરણ યોજનાઓમાં હીરો સાયકલ ગ્રૂપની કંપનીઓમાં હિસ્સાનું વેચાણ, અન્ય કંપનીઓના એક્વિઝિશન અને પ્રારંભિક જાહેર ઓફર (IPO)નો સમાવેશ થાય છે.
હીરો સાયકલ્સ પંકજ મુંજાલ(Pankaj Munjal)ની આગેવાની હેઠળની કંપની એચએમસી ગ્રુપ – (HMC Group- Hero Motors Company) નો ભાગ છે. હવે કંપની વૈશ્વિક સ્તરે વિસ્તરણ તરફ આગળ વધી રહી છે. ખાસ કરીને કંપની યુરોપિયન માર્કેટમાં પ્રવેશ કરવા માંગે છે. હીરો સાયકલ્સ ગ્રુપ યુરોપિયન માર્કેટમાં ટોચની પાંચ સાયકલ ઉત્પાદક કંપનીઓમાં પ્રવેશ કરવા માંગે છે.
એકવાર બંને કંપનીઓ હસ્તગત થઈ ગયા પછી હીરો સાયકલ ગ્રૂપ તેની એન્ટિટીમાં હિસ્સાના વેચાણ દ્વારા 200 મિલિયન ડોલર એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરશે. પંકજ મુંજાલે કહ્યું કે તેઓ હીરો ઈન્ટરનેશનલ, ફાયરફોક્સ અને હીરો મોટર્સને મર્જ કરવાની શક્યતા શોધી રહ્યા છે. આ મર્જર 20-25 ટકાથી વધુ નહીં હોય. તેમણે કહ્યું કે તેઓ વૈશ્વિક સાયકલ માર્કેટમાં તેમની હાજરી સ્થાપિત કરવા તરફ આગળ વધી રહ્યા છે અને અમે 2024 સુધીમાં યુરોપમાં ટોચના પાંચ સાયકલ ઉત્પાદકો બનવા માંગીએ છીએ.
તેમણે માહિતી આપી હતી કે હાલમાં હીરો સાયકલના ટર્નઓવરના 50 ટકા ભારત બહારથી આવે છે. હીરો ઈન્ટરનેશનલ દ્વારા તેમની કંપનીએ વર્ષોથી યુરોપમાં તેની હાજરી મજબૂત કરી છે. વર્ષ 2015 માં હીરોએ માન્ચેસ્ટર સ્થિત Insync બાઇક્સ હસ્તગત કરી. ત્યારબાદ કંપનીએ વર્ષ 2020માં જર્મન ઈ-બાઈક નિર્માતા HNF નિકોલાઈને હસ્તગત કરી હતી. HNF નિકોલાઈમાં Hero Cycles એ 48 ટકા હિસ્સો ખરીદ્યો હતો.
પંકજ મુંજાલે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની પકડ મજબૂત કરવા માટે તેમણે યુરોપમાં ચાર્જ લેવા માટે આ વર્ષે મે મહિનામાં લંડન સ્થિત હીરો ઈન્ટરનેશનલના સીઈઓ તરીકે સાયકલ ઉદ્યોગના અનુભવી જેફ વેઈસની નિમણૂક કરી હતી. એસોસિયેશન ઓફ યુરોપિયન સાયકલ, ઇ-બાઇક, પાર્ટ્સ એન્ડ એસેસરીઝ ઇન્ડસ્ટ્રીઝ (CONEBI) અનુસાર ગયા વર્ષે યુરોપિયન સાઇકલનું બજાર 2020માં 18.3 બિલિયન યુરોનું હતું. તેમણે અહેવાલ આપ્યો કે હીરો સાઇકલ્સે ઇંગ્લેન્ડ, જર્મની અને સ્લોવાકિયામાં રોકાણ કર્યું છે. પંકજ મુંજાલે કહ્યું કે વિશ્વના ઘણા મોટા સાયકલ ઉત્પાદકો તેમના સંપર્કમાં છે.
હીરો સાયકલનો IPO લાવવાની તૈયારી હીરો બ્રાન્ડમાં હજુ પણ પંકજ મુંજાલના પિતરાઈ ભાઈ પવન મુંજાલની કંપની હીરો મોટોકોર્પ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. Hero MotoCorp દેશની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક કંપની છે. પંકજ મુંજાલને જ્યારે હીરો સાયકલના આઈપીઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે અત્યારે તેના વિશે કોઈ સમયરેખા આપી શકાય તેમ નથી પરંતુ 2024 સુધીમાં આ મામલે ઘણું બધું થઈ શકે છે.
આ પણ વાંચો : વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે રચ્યો ઈતિહાસ, એક દિવસમાં 2,71,50,00,00,000 રૂપિયાની અધધધ કમાણી