Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airport Privatization : માર્ચ સુધીમાં દેશના 13 એરપોર્ટનું ખાનગીકરણ કરવાનું કેન્દ્રનું લક્ષ્ય, જાણો શું છે સરકારની યોજના

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ 6 મોટા એરપોર્ટ - ભુવનેશ્વર, વારાણસી, અમૃતસર, ત્રિચી, ઈન્દોર, રાયપુર અને સાત નાના એરપોર્ટ - ઝારસુગુડા, ગયા, કુશીનગર, કાંગડા, તિરુપતિ, જબલપુર અને જલગાંવનું ખાનગીકરણ માટે મંજૂર કરવામાં આવેલ છે.

Airport Privatization : માર્ચ સુધીમાં દેશના 13 એરપોર્ટનું ખાનગીકરણ કરવાનું કેન્દ્રનું લક્ષ્ય, જાણો શું છે સરકારની યોજના
Air India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 10:39 AM

કેન્દ્ર સરકાર ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં સરકારી માલિકીની એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા સંચાલિત 13 એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવાની યોજના બનાવી રહી છે. AAIના પ્રમુખ સંજીવ કુમારે જણાવ્યું હતું કે, “અમે PPP (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડલ પર બિડ કરવા માટે ઉડ્ડયન મંત્રાલયને 13 એરપોર્ટની યાદી મોકલી છે. આ નાણાકીય વર્ષના અંત સુધીમાં આ એરપોર્ટ્સ માટે બિડિંગ પૂર્ણ કરવાની યોજના છે.

બિડિંગ માટે જે મોડલ અપનાવવામાં આવશે તે પેસેન્જર દીઠ રેવન્યુ મોડલ હશે. આ મોડેલનો તાજેતરમાં ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે સફળ રહ્યો છે. જેવર એરપોર્ટ (ગ્રેટર નોઈડામાં) પણ આ જ મોડલ પર બોલી લગાવવામાં આવી હતી.

આ એરપોર્ટનું ખાનગીકરણ થશે સૂત્રોના જણાવ્યા અનુસાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ 6 મોટા એરપોર્ટ – ભુવનેશ્વર, વારાણસી, અમૃતસર, ત્રિચી, ઈન્દોર, રાયપુર અને સાત નાના એરપોર્ટ – ઝારસુગુડા, ગયા, કુશીનગર, કાંગડા, તિરુપતિ, જબલપુર અને જલગાંવનું ખાનગીકરણ માટે મંજૂર કરવામાં આવેલ છે. મોટા રોકાણકારોને આકર્ષવા માટે આ નાના એરપોર્ટને મોટા એરપોર્ટ સાથે જોડવામાં આવશે. દેશમાં પહેલીવાર એવું બન્યું છે કે એરપોર્ટના ખાનગીકરણમાં નાના એરપોર્ટને મોટા એરપોર્ટ સાથે જોડવાનું મોડલ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

રિષભ પંત માટે ઉર્વશી રૌતેલાએ પોતાની ફેવરિટ ટીમ જ બદલી નાખી
શ્રેયસ અય્યર સાથે કારમાં ફરતી છોકરીની 10 સુંદર તસવીરો
Jioનું સૌથી સસ્તું 84 દિવસનું રિચાર્જ, મળશે કોલિંગ અને SMSનો લાભ
IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલરો
ટેરેન્સ લુઈસે કહ્યું, રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે
પુરુષોમાં HIV ના લક્ષણો કેવી રીતે દેખાય છે?

આ એરપોર્ટના જોડાણની યોજના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ની યોજના અનુસાર ઝારસુગુડા એરપોર્ટને ભુવનેશ્વર સાથે જોડવામાં આવશે. કુશીનગર અને ગયા એરપોર્ટને વારાણસી સાથે, કાંગડાને અમૃતસર સાથે, જબલપુરને ઈન્દોર સાથે, જલગાંવને રાયપુર સાથે અને ત્રિચીને તિરુપતિ એરપોર્ટ સાથે જોડવામાં આવશે.

અદાણી ગ્રુપ દ્વારા સૌથી વધુ બોલી લગાવવામાં આવી હતી ખાનગીકરણના છેલ્લા રાઉન્ડમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથે તમામ 6 એરપોર્ટ – અમદાવાદ, જયપુર, લખનૌ, તિરુવનંતપુરમ, મેંગલોર અને ગુવાહાટીને હસ્તગત કરવા માટે મોટી બોલી લગાવી હતી. કેટલાક એરપોર્ટ માટે બિડ લગભગ બમણી હતી. કેન્દ્ર સરકારને આશા છે કે તે 13 એરપોર્ટની હરાજીમાંથી મોટી રકમ એકઠી કરી શકે છે.

Air India – Tata ડીલ ઉપર લાગી અંતિમ મહોર સોમવારે સરકારી માલિકીની ઉડ્ડયન કંપની એર ઈન્ડિયા(Air India)ના વેચાણ માટે ટાટા સન્સ(Tata Sons) સાથે શેર પરચેઝ એગ્રીમેન્ટ(share purchase agreement) પર હસ્તાક્ષર થયા છે. ટાટા સન્સને એર ઈન્ડિયામાં પરત ફરતા કુલ 68 વર્ષ લાગ્યા છે. વર્ષ 1953 માં ભારત સરકારે ટાટા સન્સ પાસેથી એર ઈન્ડિયામાં માલિકી ખરીદી હતી. ૬૮ વર્ષ બાદ બંને પક્ષ વચ્ચે ડીલનું પુનરાવર્તન થયું છે તેમ કહી શકાય

આ પણ વાંચો :  Air India – Tata ડીલ ઉપર લાગી અંતિમ મહોર, 18000 કરોડ રૂપિયાના કરારના શેર પરચેઝ એગ્રીમેન્ટ પર થયા હસ્તાક્ષર

આ પણ વાંચો : IPO : ચાલુ સપ્તાહે બે કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની તક, જાણો IPO અને કંપનીની યોજનાઓ વિશે વિગતવાર

અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">