AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HDFC Twins Merger : MSCI ઇન્ડેક્સમાંથી પણ HDFC દૂર કરાઈ, 13 જુલાઈથી કોણ લેશે સ્થાન?

ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સ મોર્ગન સ્ટેનલી કેપિટલ એટલે કે MSCI એ HDFC BANK  સાથે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (HDFC) ના મર્જર(HDFC Bank-HDFC merger)વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે. આગામી 13 જુલાઈથી HDFC BANK આ ઇન્ડેક્સમાં HDFCનું સ્થાન લેશે.

HDFC Twins Merger : MSCI ઇન્ડેક્સમાંથી પણ HDFC દૂર કરાઈ, 13 જુલાઈથી કોણ લેશે સ્થાન?
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2023 | 9:06 AM
Share

ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સ મોર્ગન સ્ટેનલી કેપિટલ એટલે કે MSCI એ HDFC BANK  સાથે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (HDFC) ના મર્જર(HDFC Bank-HDFC merger)વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે. આગામી 13 જુલાઈથી HDFC BANK આ ઇન્ડેક્સમાં HDFCનું સ્થાન લેશે. તમને જણાવી દઈએ કે 1 જુલાઈના રોજ HDFC અને HDFC બેંકે તેમનું $40 બિલિયનનું મેગા મર્જર પૂર્ણ કર્યું હતું. ભારતના કોર્પોરેટ ઈતિહાસમાં આ સૌથી મોટું મર્જર હોવાનું કહેવાય છે. આ હેઠળ શેરધારકો માટે HDFC બેંકના શેર સાથે HDFC શેરની અદલાબદલી કરવા માટે ‘રેકોર્ડ ડેટ’ (Record Date)પણ 13 જુલાઈ નક્કી કરવામાં આવી છે.એટલેકે શેરની અદલાબદલી 13 જુલાઈના રેકર્ડના આધારે કરવામાં આવશે છે.

શેરધારકોને કેટલા શેર મળશે ?

શેર સ્વેપ હેઠળ HDFC લિમિટેડના તમામ શેરધારકો HDFC લિમિટેડના દરેક 25 શેર માટે HDFC બેંકના 42 શેર ધરાવે છે. જણાવી દઈએ કે હવે HDFC બેંક દેશની સૌથી મોટી ખાનગી બેંક છે તેમજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પછી ભારતની બીજી સૌથી મોટી બેંક છે. તે જ સમયે, તે વિશ્વની મોટી બેંકોમાંની એક બની ગઈ છે.

માર્કેટ કેપની દ્રષ્ટિએ બીજી સૌથી મોટી કંપની

આ મર્જર સાથે HDFC બેન્કનું સંયુક્ત માર્કેટ કેપ રૂપિયા  14 લાખ કરોડ કરતા ઘણું વધારે ગણાશે જે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ અથવા TCSના રૂ. 12 લાખ કરોડ કરતાં વધારે છે. આ રીતે, HDFC બેંક માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પછી બીજી સૌથી મૂલ્યવાન ભારતીય કંપની બની જશે.

બેંકની યોજના શું છે ?

HDFC બેંકના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ શશિધર જગદીશનના જણાવ્યા અનુસાર બેંકનું લક્ષ્ય દર ચાર વર્ષે બમણું વૃદ્ધિ કરવાનો છે. 1 જુલાઈના રોજ બેંકમાં જોડાનારા 4,000 થી વધુ HDFC કર્મચારીઓને લખેલા પત્રમાં જગદીશને જણાવ્યું હતું કે ભવિષ્ય ઉજ્જવળ છે, અને મર્જરની સંભવિતતાને સમજવા માટે હવે કામ શરૂ થાય છે.

30 જૂને બંને કંપનીઓના બોર્ડે તેમની સંબંધિત બેઠકોમાં નોંધ્યું હતું કે મર્જર 1 જુલાઈ 2023થી અમલમાં આવશે.મર્જર પછી HDFC બેંક પાસે કોઈ જાણીતો પ્રમોટર નથી. આ ઉપરાંત મર્જર HDFC બેંકના નાણાકીય સેવાઓના સમૂહમાં રૂપાંતરણને પણ ચિહ્નિત કરે છે જે તેની પેટાકંપનીઓ દ્વારા બેંકિંગથી વીમા અને મ્યુચ્યુઅલ ફંડ્સ સુધીની નાણાકીય સેવાઓનો સંપૂર્ણ સ્યુટ ઓફર કરે છે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">