શું તમે તમારી સંપત્તિ અને જવાબદારીઓનું વિલ બનાવ્યું છે? તમારો વૈભવ પરિવારનો કંકાસ બને તે પહેલા આ દસ્તાવેજ તૈયાર કરો
વ્યક્તિ વિલમાં તમામ સંપત્તિનો સમાવેશ કરી શકે છે જેને તે તેના જીવનકાળ દરમિયાન કાયદેસર રીતે ટ્રાન્સફર કરી શકે છે. તમારે તેના પર હસ્તાક્ષર કરવાની જરૂર પડશે અને વસિયતને ઓછામાં ઓછી બે વ્યક્તિઓ દ્વારા પ્રમાણિત કરવી જરૂરી છે.
દેશના સૌથી મોટા કારોબારી પરિવારના મોભીના એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં વિલંબ અથવા મહત્વ ન આપવાના કારણે મોટી સમસ્યામાં મુકાયો હતો. આ વાત અંબાણી(Ambani ) પરિવારની છે. મુકેશ અંબાણી(Mukesh Ambani) નથી ઈચ્છતા કે તેમના પરિવારમાં ઈતિહાસનું પુનરાવર્તન થાય. એક એવી બાબત છે જે અંગે તે પોતાના પિતાથી અલગ પડવા માંગે છે.
વર્ષ 2002 માં સ્ટ્રોકથી મૃત્યુ પામેલા ધીરુભાઈ અંબાણી(Dhirubhai Ambani)એ તેમનું કરોડો ડોલરનું રિલાયન્સ(Reliance) સામ્રાજ્ય અને જવાબદારીની ઇચ્છિત વહેંચણી વગર છોડ્યું હતું. અબજોની સંપત્તિ વિલ(property will) વિના છોડી ધીરુભાઈ ચાલ્યા ગયા હતા. આ ભૂલના કારણે તેમની આગામી પેઢીને સંપત્તિ અને શાંતિ બંને મોરચે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ધીરુભાઈના મૃત્યુ પછીના વર્ષો સુધી ઝઘડાએ પરિવારને લગભગ તોડી નાખ્યો હતો. બે ભાઈઓ વચ્ચેની તકરારને ભારતની સૌથી મોટી પારિવારિક લડાઈ તરીકે જોવામાં આવતી હતી. ધીરુભાઈ અંબાણીના પુત્રો – મુકેશ અને અનિલ અંબાણીની તકરાર જાહેરમાં આવી ગઈ હતી. આખરે તેમની માતા અને શ્રીનાથજી મંદિર દ્વારા હસ્તક્ષેપ કરી 2005માં સમાધાન તરફ ડગલું મંડાયું હતું અને ભાગલાં પડાયા હતા.
વિલની અગત્યતા આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ કાર્યોમાંનું એક હવે વિલ બનાવવાનું છે. આપણામાંના ઘણા આ બાબતને વિચારવા, વાત કરવા અથવા અમલમાં મૂકવાનું ટાળે છે કારણ કે તે આપણા મૃત્યુ અને મૃત્યુ પછીના અસ્વસ્થતાના વિચારો લાવે છે. જોકે તમારે એ યાદ રાખવું જોઈએ તે એ છે કે મૃત્યુ નિશ્ચિત છે.
તેથી સમયસર કરવામાં આવેલ વિલ એ સુનિશ્ચિત કરી શકે છે કે તમે ગયા પછી તમારા પરિવારમાં શાંતિ પ્રવર્તે છે. વિલ તમારી સંપત્તિઓ માટે સરળ વ્યવહારની ખાતરી કરે છે
વિલ કેવી રીતે બને છે ?
- કોઈપણ વ્યક્તિ કે જેણે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી હોય અને માનસિક રીતે સ્વસ્થ હોય તે વિલ બનાવી શકે છે
- સ્ટેમ્પ પેપર પર વિલ બનાવવું જરૂરી નથી અથવા તેના માટે કોઈ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી જરૂરી નથી.
- સાદા કાગળ પર પણ કોઈપણ કાયદાકીય શબ્દરચના વિના તમે વસિયત લખી શકો છો
- જરૂરી છે કે તમારો ઈરાદો તેના સાદા વાંચનથી સ્પષ્ટપણે પ્રગટ થવો જોઈએ.
વ્યક્તિ વિલમાં તમામ સંપત્તિનો સમાવેશ કરી શકે છે જેને તે તેના જીવનકાળ દરમિયાન કાયદેસર રીતે ટ્રાન્સફર કરી શકે છે. તમારે તેના પર હસ્તાક્ષર કરવાની જરૂર પડશે અને વસિયતને ઓછામાં ઓછી બે વ્યક્તિઓ દ્વારા પ્રમાણિત કરવી જરૂરી છે જેમાંથી એક તમારા ફેમિલી ડૉક્ટર હોવો જોઈએ. સાક્ષીઓએ વિલની સામગ્રી જાણવાની જરૂર નથી. સાક્ષીઓની સહીઓ જુદા જુદા સમયે મેળવી શકાય છે.
ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત બળવંત જૈને Money9ને જણાવ્યું હતું કે વિલમાં એક વિશેષ ઉલ્લેખ રાખવાની સલાહ આપવામાં આવે છે જે વિલમાં સ્પષ્ટપણે સમાવિષ્ટ ન હોય તેવી અસ્કયામતોની કાળજી લેશે.”
તો Money9 શું ભલામણ કરે છે? કોઈપણ મિલકત હસ્તગત કરો કે તરત જ તમારું વિલ તૈયાર કરો. વિલ લખવા માટે લગ્ન કરવા અથવા બાળકો પેદા કરવા અથવા ચોક્કસ ઉંમર સુધી પહોંચવાની રાહ જોશો નહીં
આ પણ વાંચો : ઓમિક્રોનની ચિંતા ઘટતા અને ચીનથી મળેલા સંકેતોના કારણે માર્કેટ અપ, ઘરેલૂ બજારમાં પણ ખરીદી જોરમાં
આ પણ વાંચો : Surat : સુરતમાં પર્યાવરણને નુકશાન પહોંચાડ્યા વગર ઇકો ફ્રેન્ડલી યાર્નનું વધતું ચલણ