Surat : સુરતમાં પર્યાવરણને નુકશાન પહોંચાડ્યા વગર ઇકો ફ્રેન્ડલી યાર્નનું વધતું ચલણ

વીસ ટકા યાર્ન એવા છે કે જે ક્યાં તો કુદરત ચીજવસ્તુઓથી તૈપાર થઇ રહ્યા છે અથવા તો પ્લાસ્ટીક બોટલ , કોટન કપડાને રિસાઇકલ કરીને તૈયાર કરવામાં આવી રહ્યા છે

Surat : સુરતમાં પર્યાવરણને નુકશાન પહોંચાડ્યા વગર ઇકો ફ્રેન્ડલી યાર્નનું વધતું ચલણ
Eco Friendly Yarn
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 1:24 PM

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) આયોજિત ત્રણ દિવસીય યાર્ન એક્સ્પોમાં (Yarn Expo ) 12 હજાર કરતા વધારે મુલાકાતીઓના ફૂટફોલની માહિતી મળતા એક્સ્પોના આયોજક ચેમ્બરના હોદેદારો હરખાઇ ઉઠયા છે. ભારતના સૌથી મોટા ફેબ્રિક મેન્યુફેકચરિંગ હબ ગણાતા સુરતમાં યોજાયેલા સૌથી મોટા યાર્ન એક્સ્પોમાં આ વખતે ઇકો ફ્રેન્ડલી એટલે કે પર્યાવરણને કોઇપણ પ્રકારે નુકસાન ન પહોંચે તેની તકેદારી રાખીને બનાવવામાં આવેલા યાર્ન ઉડીને આંખે વળગી રહ્યા છે .

આ વખતે યાર્ન એક્ષ્પોમાં બધુ મળીને 150 થી વધુ યાર્ન ડિસ્પ્લેમાં મૂકાયા હતા.. જેમાંથી વીસ ટકા યાર્ન એવા છે કે જે ક્યાં તો કુદરત ચીજવસ્તુઓથી તૈપાર થઇ રહ્યા છે અથવા તો પ્લાસ્ટીક બોટલ , કોટન કપડાને રિસાઇકલ કરીને તૈયાર કરવામાં આવી રહ્યા છે . ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી અને વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલાએ કહ્યું કે ભારતમાં કપડા ઉત્પાદન જેમ જેમ હાઇટેક બની રહ્યું છે તેમ તેમ હવે કપડા ઉદ્યોગ ઉપદ્રવ મુક્ત બની રહ્યો છે .

કેમિકલ કે પર્યાવરણને હાની ન પહોંચે એ રીતે કુદરતી સ્રોતમાંથી જ વાર્ન બનાવીને તેમાંથી કપડું બને એ દિશામાં ટેશટાઇલ ઉદ્યોગ આગળ વધી રહ્યો છે અને એટલે જ સુરતમાં આયોજિત યાર્ન એક્સ્પોમાં 100 રિસાઇકલ યાર્ન , કેળા અને પાઇનેપલના રેસામાંથી બનતા યાર્ન , કોટન કપડાને રિસાઇકલક રીને તેમાંથી બનતા યાર્ન આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા .

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

10 થી 12  પ્લાસ્ટિક યુઝડ વોટર બોટલમાંથી 1 કિલો યાર્ન બને 100 ટકા રિસાઇકલ પૌલીએસ્ટર ચાર્નના સુરતના પલસાણા સ્થિત ઉત્પાદકએ જણાવ્યું હતું કે હાલમાં સ્પોર્ટસ વેયરથી લઈને શૂઝ બનાવવા માટે જે ફેબ્રિક તૈયાર થાય છે એ મોટા ભાગે 100ટકાપ્લાસ્ટિક બોટલમાંથી રિસાઇકલ કરેલું હોય છે . તેમણે કહ્યું કે અમે આખા દેશમાંથી યુઝડ વોટર બોટલ્સ એકત્રિત કરીને તેને રિસાઇલ કરીને છેકે એન્ડ યુઝર માટેનું કપડું તૈયાર કરીએ છીએ . પાણીની 10 થી 12 બોટલ્સમાંથી 1 કિલો પોલીએસ્ટર યાર્ન તૈયાર થઇ શકે છે . હાલમાં સુરતમાં મહિને અઢીસોથી ત્રણસો ટન જેટલું યાર્નનો ઉપયોગ જુદા જુદા પ્રકારના ફેબ્રિક તૈયાર કરવામાં થાય છે .

ગ્રીન સેલ યાર્નમાંથી સિલ્ક જેવું છે પણ સિલ્કથી 75 ટકા સસ્તું કપડું બને યાર્ન એક્સ્પોના એક્ઝિબિટરએ કહ્યું કે તેમની કંપનીએ લાસિલ ફિલામેન્ટ યાર્ન કે જેન ગ્રીન સેલ યાર્નથી ઓળખાય છે એ પર્યાવરણને સહેજ પણ નુકસાન ન થાય એ પ્રકારના રીસોર્સીસમાંથી ઉત્પાદિત થાય છે અને એથી વિશેષ સિલ્ક જેવોજ લૂક અને ટચ તથા સિન્થેટીક કપડા જેવી જ મજબૂતાઇ મળે તેવું કાપડ ગ્રીન સેલમાંથી બની રહે છે . સ્વીડન , કેનેડા જેવા દેશોમાં ખાસ પ્રકારના લાકડામાંથી પલ્ય , પલ્પમાંથી પાન અને યાર્નમાંથી ફેબ્રિક તૈયાર થાય છે. સ્વીડન અને કેનેડામાં વાન માટે જેટલા લાકડા કાપવામાં આવે તેનાથી દસ ગણાં લાકડા કંપનીઓ રોપવા પડે છે , જેથી ત્યાંના પર્યાવરણની પણ જાળવણી લાંબા ગાળા સુધી થતી રહે અને કપડું બનાવવા માટે લાકડું પણ ન ખૂટે.

આ પણ વાંચો : અમદાવાદ પોલીસનો સરાહનીય પ્રયાસ, ડ્રગ્સના રવાડે ચઢેલી 48 યુવતીઓને નવજીવન બક્ષ્યું

આ પણ વાંચો : Gram Panchayat Election : ગીરસોમનાથનું બાદલપરા ગામમાં ફરી સમરસ મહિલા બોડી સત્તારૂઢ બનશે, આઝાદી બાદ ક્યારેક નથી યોજાઇ ચૂંટણી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">