AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના બંદરોની થશે કાયાપલટ, 25000 કરોડનું રોકાણ કરશે આ ગલ્ફ કન્ટ્રી

UAE ની ડીપી વર્લ્ડ દક્ષિણ ગુજરાત અને કચ્છ તરફ પશ્ચિમ કિનારે બહુહેતુક બંદરો, જામનગર અને કચ્છમાં સ્પેસ ઇકોનોમિક ઝોન અને ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ અને દહેજ, વડોદરા, રાજકોટ, બેડી અને મોરબી ખાતે ખાનગી માલવાહક સ્ટેશનો વિકસાવશે. ગુજરાતનાઆ આ બંદરો ઉપર ખાડી દેશો રોકાણ કરશે.

ગુજરાતના બંદરોની થશે કાયાપલટ, 25000 કરોડનું રોકાણ કરશે આ ગલ્ફ કન્ટ્રી
| Updated on: Jan 10, 2024 | 11:41 PM
Share

વાઈબ્રન્ટ ગુજરાતના પ્રથમ દિવસે અનેક દેશી-વિદેશી કંપનીઓએ રોકાણની જાહેરાત કરી છે. જેમાં યુએઈની કંપની ડીપી વર્લ્ડનું નામ પણ સામેલ છે. જે ગુજરાતના બંદરો અને લોજિસ્ટિક્સનો નકશો બદલી નાખશે. કંપની ગુજરાતમાં 25 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે. આ પ્રસંગે કંપનીના સીઈઓ ઉપરાંત યુએઈના પ્રમુખ પણ હાજર હતા. ચાલો તમને એ પણ જણાવીએ કે 25 હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે ડીપી વર્લ્ડ કેવું કામ કરશે.

25 હજાર કરોડના mou સાઇન કર્યા

ગ્લોબલ લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ અને સર્વિસ ફર્મ ડીપી વર્લ્ડે બુધવારે જણાવ્યું હતું કે તેણે ગુજરાત સરકાર સાથે રૂ. 25,000 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેના હેઠળ તે નવા બંદરો, ટર્મિનલ્સ અને આર્થિક ઝોનનો વિકાસ કરશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન પણ હાજર હતા.

શું છે ડીપી વર્લ્ડ ?

ડીપી વર્લ્ડ ગ્રુપના ચેરમેન અને સીઈઓ સુલતાન અહેમદ બિન સુલેમે ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ એમકે દાસ સાથે સંભવિત રોકાણ માટે કરારો કર્યા. નિવેદન અનુસાર, કંપની દક્ષિણ ગુજરાત અને કચ્છ તરફ પશ્ચિમ કિનારે બહુહેતુક બંદરો, જામનગર અને કચ્છમાં સ્પેસ ઇકોનોમિક ઝોન અને ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ અને દહેજ, વડોદરા, રાજકોટ, બેડી અને મોરબીમાં ખાનગી માલવાહક સ્ટેશનો વિકસાવશે.

ડીપી વર્લ્ડે ગુજરાતના દરિયાકાંઠે વધારાના બંદરો વિકસાવવાની તકો ઓળખવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ સાથે એમઓયુ પર પણ હસ્તાક્ષર કર્યા છે. ગુજરાતમાં, ડીપી વર્લ્ડ પહેલાથી જ અમદાવાદ અને હજીરા ખાતે રેલ-લિંક્ડ ખાનગી નૂર ટર્મિનલ અને મુન્દ્રા ખાતે કન્ટેનર ટર્મિનલનું સંચાલન કરે છે.

g clip-path="url(#clip0_868_265)">