AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Gas Q4 Results : નફામાં ઘટાડા છતાં ગુજરાત ગેસ શેરધારકોને 333% ડિવિડન્ડ આપશે

Gujarat Gas Q4 Results : ગુજરાત ગેસના સ્ટોક પરફોર્મન્સની વાત કરીએ તો એક સપ્તાહમાં લગભગ 2 ટકાનો ઘટાડો નોંધાયો છે. ત્રણ મહિનામાં 3.63 ટકા અને આ વર્ષે અત્યાર સુધીમાં 4.79 ટકાનો ઘટાડો થયો છે. તેણે એક વર્ષમાં લગભગ 9 ટકાનું નકારાત્મક વળતર આપ્યું છે જ્યારે ત્રણ વર્ષનું વળતર 90 ટકા છે.

Gujarat Gas Q4 Results : નફામાં ઘટાડા છતાં ગુજરાત ગેસ શેરધારકોને 333% ડિવિડન્ડ આપશે
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2023 | 8:33 AM
Share

Gujarat Gas Q4 Results : ગુજરાત ગેસે (Gujarat Gas Ltd)ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો ચોખ્ખો નફો રૂ. 369.2 કરોડ રહ્યો હતો. કંપનીના નફામાં થોડો ઘટાડો થયો છે જોકે પરિણામની સાથે કંપનીએ શેર દીઠ 333 ટકા ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. બુધવારે શેર 0.78 ટકાના ઘટાડા સાથે રૂ.463 પર બંધ રહ્યો હતો. તે રૂ. 31862 કરોડના માર્કેટ કેપ સાથે લાર્જકેપ કંપની છે. 52 સપ્તાહનો સૌથી વધુ રૂ.584 અને સૌથી ઓછો રૂ.403 છે. કંપનીના શેરે એક વર્ષમાં લગભગ 9 ટકાનું નકારાત્મક વળતર આપ્યું છે જ્યારે ત્રણ વર્ષનું વળતર 90 ટકા છે.

ગુજરાત ગેસ દ્વારા ડિવિડન્ડ જાહેર કરાયું

BSE પર ઉપલબ્ધ માહિતી અનુસાર કંપનીએ 2 રૂપિયાની ફેસ વેલ્યુના આધારે 333 ટકા એટલે કે 6.65 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ જાહેર કર્યું છે. હજુ સુધી રેકોર્ડ ડેટ અને પેમેન્ટ ડેટ વિશે કોઈ માહિતી નથી. કંપનીએ નાણાકીય વર્ષ 2022-23 માટે આ બીજું અને છેલ્લું ડિવિડન્ડ આપ્યું છે. અગાઉ ઓગસ્ટ 2022 માં કંપનીએ 100 ટકા એટલે કે પ્રતિ શેર 2 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : Go First Cancelled Flights: GoFirst ની તમામ ફ્લાઈટ્સ 19 મે સુધી રદ કરવામાં આવી, રિફંડ અંગે એરલાઈને કહી આ વાત

ગુજરાત ગેસ Q4 પરિણામ

Q4 માં ગુજરાત ગેસની કામગીરી વિશે વાત કરીએ તો, ત્રિમાસિક ધોરણે નફો અડધા ટકાના ઘટાડા સાથે રૂ. 369.2 કરોડ રહ્યો હતો. આવક 6.6 ટકા વધીને રૂ. 3928.6 કરોડ થઈ છે. EBITDA 3.8 ટકા ઘટીને રૂ. 560.4 કરોડ થયો છે. માર્જિનમાં 140 બેસિસ પોઈન્ટ્સનો મોટો ઘટાડો નોંધાયો હતો અને તે 14.3 ટકા રહ્યો હતો.

આ પણ વાંચો : Share Market Today: ઉતાર-ચઢાવ વચ્ચે Sensexમાં 179 પોઈન્ટનો ઉછાળો નોંધાયો, નિફ્ટી 18,300ની ઉપર બંધ

ગુજરાત ગેસ  અંગે નિષ્ણાતનો અભિપ્રાય

ગુજરાત ગેસના સ્ટોક પરફોર્મન્સની વાત કરીએ તો એક સપ્તાહમાં લગભગ 2 ટકાનો ઘટાડો નોંધાયો છે. ત્રણ મહિનામાં 3.63 ટકા અને આ વર્ષે અત્યાર સુધીમાં 4.79 ટકાનો ઘટાડો થયો છે. તેણે એક વર્ષમાં લગભગ 9 ટકાનું નકારાત્મક વળતર આપ્યું છે જ્યારે ત્રણ વર્ષનું વળતર 90 ટકા છે. બ્રોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધરે ગયા અઠવાડિયે આ શેરને પકડી રાખવાની સલાહ આપી છે અને રૂપિયા 450નો ટાર્ગેટ આપ્યો છે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર જાણકારી પુરી પાડવાનો પ્રયાસ છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">